ગુજરાત

gujarat

31 PLAN: ગોવા, રાજસ્થાનમાં ફરવા જતા પ્રવાસીઓ માટે ફ્લાઇટ્સ અને હોટેલના ભાવમાં થયો ધરખમ વધારો

By

Published : Dec 29, 2021, 7:37 PM IST

ડિસેમ્બર મહિનામાં કોરોનાએ(corona cases) દસ્તક દીધી છે તેમ છતા લોકો 31ની પાર્ટી(31st Party) મનાવવાના મૂડમાં જોવા મળી રહ્યા છે, ગુજરાતીઓ નવા વર્ષની ઉજવણી(New Year's celebration) કરવા માટે અન્ય રાજયો તરફ વળ્યા છે. ગુજરાતીઓ માટે હોટ ફેવરિટ થર્ટી ફર્સ્ટ માટે ગોવા, રાજસ્થાન હોય છે, પરંતુ આ વખતે હિમાચલ પ્રદેશ સહિતના રાજ્યોમાં પ્રવાસીઓનો ધસારો વધતા ત્યાં પણ હોટલ, અને ફ્લાઇટનાં ભાવમાં ધરખમ ભાવ વધારો જોવા મળી રહ્યો છે.

ફ્લાઇટ્સ અને હોટેલના ભાવમાં થયો ધરખમ વધારો
ફ્લાઇટ્સ અને હોટેલના ભાવમાં થયો ધરખમ વધારો

ગાંધીનગર : 31નું(31st Party) કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે, ત્યારે ગુજરાતીઓ અને તેમાં પણ ખાસ કરીને અમદાવાદીઓએ તેમના પેકેજ બુક પહેલાથી જ ટ્રાવેલ એજન્ટોને પાસે કરાવી દીધા છે. જે લોકો હવે બુકિંગ કરાવી રહ્યા છે તેમને ડબલથી ત્રણ ગણી કિંમત ચુકવવી પડી રહી છે. કારણ કે, ગોવા તેમજ પડોશના અન્ય રાજ્યોમાં હોટેલો ખાલી જોવા નથી મળી રહી, જેથી ભાડામાં ધરખમ વધારો(Rise in hotel prices) જોવા મળી રહ્યો છે. એરલાઇન્સની ટિકિટો પણ 31 ડિસેમ્બર(31 December)ને બે દિવસ બાકી હોવાથી તેના ભાડા પણ બમણા થઈ ગયા છે, તેમ છતાં ગુજરાતીઓ બુકિંગ કરાવી રહ્યા છે, તો કેટલાક તેમના પરિવાર અને ફ્રેન્ડ સર્કલ સાથે હોટ ફેવરિટ સ્થળ પર અત્યારથી જ પહોંચી ગયા છે.

ફ્લાઇટ્સ અને હોટેલના ભાવમાં થયો ધરખમ વધારો

હોટેલ્સનાં ભાવમાં 3 ગણાનો વધારો જોવા મળ્યો

અજય મોદી ટુર્સ એન્ડ ટ્રાવેલ્સના ડિરેક્ટર આલાપ મોદીએ જણાવ્યું હતું કે, મનાલી, કાશ્મીર, સિક્કિમ સહિતના હિલ સ્ટેશનોમાં પણ આ વખતે સૌથી વધુ ધસારો લોકોનો થર્ટી ફર્સ્ટ મનાવવા માટે જોવા મળ્યો છે, જેના કારણે મનાલીની હોટલોના 1500થી 2000ના ભાડા હતા હવે તેમાં વધારો જોવા મળ્યો છે. જે ભાવ વધારાની વાત કરવામાં આવે તો, 5500થી લઇને 6000 સુધીનો વધારો કરવામાં આવ્યો છે. આ ઉપરાંત રાજસ્થાન અને ગોવામાં સૌથી વધુ લોકો જઈ રહ્યા છે. આ વખતે અમદાવાદથી ગોવાની ટિકિટના ભાવની વાત કરવામાં આવે તો, જેમાં 8,000ના બદલે 18,000 થઇ ગયા છે. રાજસ્થાનમાં પણ ઉદયપુર સહિતના શહેરોની હોટલો ફૂલ થઇ ગઇ છે.

લાખો ગુજરાતીઓ થર્ટી ફર્સ્ટની ઉજવણી કરવા બહાર જશે

દિવાળી બાદ બુકિંગ શરૂ થતું હોય છે, જે 15 ડીસેમ્બર સુધી સોલ્ડ આઉટ થઈ જતું હોય છે. ખાસ કરીને જો અમદાવાદની વાત કરવામાં આવે તો, દોઢથી બે લાખ જેટલા લોકો થર્ટી ફર્સ્ટની ઉજવણી કરવા માટે અન્ય રાજ્યોમાં જતા હોય છે. આ ઉપરાંત ઘણા એવા પણ લોકો છે કે, જેઓ કચ્છ, ગીર, સાપુતારા સહિતના વિસ્તારોમાં ઉજવણી કરવા માટે જતા હોય છે. ગુજરાતની જો વાત કરીએ તો અંદાજિત 20થી 25 લાખ ગુજરાતીઓ થર્ટી ફર્સ્ટની ઉજવણી કરવા માટે અન્ય રાજ્યોમાં જતા હોય છે.

RTPCR ફરજીયાત છે, બુકિંગ માટે

કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને પ્રવાસીઓ ટીકિટ બુક કરાવા માટે આવે છે, તો પહેલા તેમના જોડે RTPCR ટેસ્ટ અને વેક્સિન ન હોય તેમનું બુકિંગ કરવામાં આવતું નથી.

આ પણ વાંચો : New Year party in Ahmedabad 2021 : જાણો 31 ડિસેમ્બરની રાત માટે પોલીસનો ખાસ એક્શન પ્લાન

આ પણ વાંચો : 31 ડિસેમ્બરની ઉજવણી પૂર્વે મીઠાપુર પોલીસે દારૂનું કન્ટેનર ઝડપી પાડ્યું

ABOUT THE AUTHOR

...view details