ગુજરાત

gujarat

શાળાની 25 ટકા ફી માફી યથાવત, સરકાર આ મુદ્દે હજૂ વિચારણા કરશે

By

Published : Jun 26, 2021, 6:16 PM IST

શૈક્ષણિક વર્ષ 2020-21ની શરૂઆત થતા રાજ્યમાં શાળાની ફી ઘટાડવાની ચર્ચાઓ પૂરજોશમાં ચાલી રહી હતી. ત્યારે ખાનગી શાળાઓમાં 25 ટકા ફી માફીની જાહેરાત કરી હતી. આ ફીમાં હજૂ ઘટાડો કરવો કે નહીં તે બાબતે સરકાર આવનારા દિવસોમાં નિર્ણય કરશે.

શાળાની 25 ટકા ફી માફી યથાવત, સરકાર આ મુદ્દે હજુ વિચારણા કરશે
શાળાની 25 ટકા ફી માફી યથાવત, સરકાર આ મુદ્દે હજુ વિચારણા કરશે

  • રાજયમાં ગયા વર્ષે લેવાયેલો નિર્ણય યથાવત
  • સરકાર ફી માફી મુદ્દે કરશે વિચાર
  • રાજ્યમાં અત્યારે 25 ટકા ફી માફી યથાવત
  • વાલી મંડળ 50 ટકા ફી માફી બાબતે કરી રહ્યા છે માગ

ગાંધીનગર : રાજ્યમાં ગયા વર્ષના એપ્રિલ મહિનાથી લોકડાઉન જાહેર કરવામાં આવ્યું હતું. ત્યારબાદ શૈક્ષણિક વર્ષ 2020-21ની શરૂઆત થતા રાજ્યમાં શાળાની ફી ઘટાડવાની ચર્ચાઓ પૂરજોશમાં ચાલી રહી હતી. ત્યારે ગુજરાત હાઇકોર્ટ દ્વારા રાજ્ય સરકાર પર શાળાની ફી ઘટાડવા બાબતની જવાબદારી સોંપવામાં આવી હતી. ત્યારે રાજ્ય સરકારે રાજ્યની ખાનગી શાળાઓમાં 25 ટકા ફી માફીની જાહેરાત કરી હતી. જે આ વર્ષે પણ યથાવત રાખવામાં આવી છે, જ્યારે હજૂ ફી ઘટાડવી કે નહીં તે બાબતે રાજ્ય સરકાર આવનારા દિવસોમાં નિર્ણય કરશે.

અત્યારે 25 ટકા ફી રાહત યથાવત

ગુજરાત સરકાર દ્વારા ગયા વર્ષે શૈક્ષણિક વર્ષમાં 25 ટકા ફી ઘટાડવાની જાહેરાત કરીને અમલવારી પણ કરવામાં આવી હતી. જ્યારે આ વર્ષે 7 જૂનથી રાજ્યની શાળાઓ શરૂ થઈ ગઈ છે, ત્યારે ગયા વર્ષનો નિયમ જ આ વર્ષે પણ રાજ્યની ખાનગી શાળાઓમાં લાગુ કરવામાં આવશે. તેમ એક નિવેદનમાં રાજ્યના શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું, ત્યારે વાલી મંડળમાં પણ હવે રોષની લાગણી વ્યક્ત થઈ છે.

વાલી મંડળની 50 ટકા ફી માફીની માગ

રાજ્ય સરકારે આ વર્ષે પણ રાજ્યની ખાનગી શાળામાં 25 ટકા ફી માફીની માગ યથાવત રાખી છે. ત્યારે ગયા વર્ષે પણ વાલી મંડળ દ્વારા શાળાઓમાં 50 ટકા ફીની માગ કરવામાં આવી હતી, ત્યારે આ વર્ષે પણ 50 ટકા ફીની માગ યથાવત રાખવામાં આવી. જો રાજ્ય સરકાર દ્વારા 50 ટકા ફી માફી નહીં આપવામાં આવે તો, હાઈકોર્ટમાં જવાની ચીમકી વાલીમંડળે ફરીથી રાજ્ય સરકારને આપી છે.

શાળા સંચાલકોએ ટેક્સ મુક્તિ બાબતે કરી હતી રજૂઆત

શાળા સંચાલકોની ટેક્સ મુક્તિ બાબતે રાજ્ય સરકારને રજૂઆત કરી હતી. જેમાં રાજ્યના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ 10 જૂનના રોજ જણાવ્યું હતું કે, રાજ્યના શાળા સંચાલકોએ વિદ્યાર્થીઓ પાસેથી 75 ટકા ફીની વસૂલાત કરી છે. જો શાળા સંચાલકોએ એક પણ રૂપિયો ફી લીધી ન હોત તો રાજ્ય સરકાર શાળાના પ્રોપર્ટી ટેક્ષની માફી માટે સો ટકા વિચારણા કરે છે, પરંતુ શાળા સંચાલકોએ ફી લીધી હોવાના કારણે ટેક્સ માફીનો કોઈ નિર્ણય કરવામાં આવ્યો નથી.

આ પણ વાંચો -

ABOUT THE AUTHOR

...view details