ગુજરાત

gujarat

રાજ્ય સરકારે કેદીઓને આપી ભેટ, મહિલા કેદી અને 60 વર્ષથી વધુ વયના કેદી પરિવાર સાથે ઉજવી શકશે દિવાળી

By

Published : Nov 3, 2021, 7:06 PM IST

રાજ્ય સરકારે (State Government) રાજ્યની વિવિધ જેલમાં સજા કાપી રહેલા કેદીઓને લગતો મહત્ત્વનો નિર્ણય કર્યો છે. રાજ્યની જેલોમાં રહેલી મહિલા કેદીઓ (Women Prisoners) અને 60 વર્ષ કે તેથી વધુ વયના (Prisoners Over 60 Years) પુરૂષ કેદીઓને દિવાળીના તહેવારોમાં 15 દિવસની પેરોલ મુક્તિ આપવામાં આવશે.

મહિલા કેદીઓ તેમજ 60 વર્ષ કે તેથી વધુ વયના પુરૂષ કેદીઓને 15 દિવસના પેરોલ
મહિલા કેદીઓ તેમજ 60 વર્ષ કે તેથી વધુ વયના પુરૂષ કેદીઓને 15 દિવસના પેરોલ

  • રાજ્યની જેલોમાં સજા કાપતા કેદીઓને લઇને નિર્ણય
  • દિવાળીના દિવસોમાં કેદીઓને અપાયો પેરોલનો લાભ
  • 120 પુરૂષો, 61 મહિલા સહિત 181 કેદીઓને મળશે લાભ

ગાંધીનગરઃ મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે (CM Bhupendra Patel) રાજ્યની જેલોમાં રહેલા અને ગંભીર ગુના સિવાયના કેદીઓ પોતાના ઘર, પરિવાર સાથે દિવાળીના તહેવારો ઉજવી શકે તેવા હેતુથી મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. CM પટેલે રાજ્યમાં જેલ સુધારણા અને કેદીઓની કલ્યાણ પ્રવૃત્તિઓ (Prison Reform and Prisoner Welfare Activities)ના ભાગરૂપે આ વર્ષે દિવાળીના તહેવારો નિમિત્તે કેદીઓ તેમના પરિવારજનો સાથે ખુશીથી તહેવારો ઉજવી શકે તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.

ધનતેરસથી 15 દિવસ સુધી પેરોલ મંજૂર

રાજ્યની તમામ જેલોમાં સજા ભોગવી રહેલા પાત્રતા ધરાવતા તમામ મહિલા કેદીઓ તેમજ 60 વર્ષ કે તેથી વધુ વયના પુરૂષ કેદીઓને ધનતેરસથી પંદર દિવસ માટે નિયમાનુસાર શરતો, જામીન લઇ પેરોલ મંજૂર કરવાનો નિર્ણય કર્યો છે.

પરિવાર સાથે દિવાળી ઉજવશે 181 કેદી

આ નિર્ણયના પગલે રાજ્યની જુદી જુદી જેલોમાં રહેલા 61 મહિલા કેદીઓ તેમજ 60 વર્ષથી વધુની વયના અંદાજે 120 પુરૂષ કેદીઓ સહિત કુલ 181 કેદીઓને પરિવાર સાથે દિવાળી ઉજવવાની તક મળશે.

કોને નહીં મળે દિવાળીના પેરોલનો લાભ

જો કે આ નિર્ણયનો લાભ કેટલાક ચોક્કસ પ્રકારના ગંભીર ગુના હેઠળના કેદીઓને મળવાપાત્ર થશે નહીં. આવા ગુનાઓમાં NDPS એક્ટ હેઠળના ગુનાવાળા કેદીઓ, ટાડા તથા પોટા હેઠળના ગુનાવાળા કેદીઓ, હાઇકોર્ટમાં અપીલ કરી હોય તેવા કેદીઓ, NRI કેદીઓ, વિદેશી કેદીઓ, આતંકવાદી પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા કેદીઓ અને સમાજ વિરોધી ગુનાના કેદીઓ સહિતના ગંભીર ગુનાઓની સજા કાપી રહેલા કેદીઓનો સમાવેશ થાય છે.

આ પણ વાંચો: Diwali 2021 : અમદાવાદમાં વોકલ ફોર લોકલને સપોર્ટ કરવા સ્વદેશી ચીજ વસ્તુની ખરીદીમાં જોર

આ પણ વાંચો: Diwali 2021: 'વોકલ ફોર લોકલ'ની અસર, સુરતમાં સ્વદેશી વસ્તુઓનાં વેચાણમાં તેજી જોવાં મળી

ABOUT THE AUTHOR

...view details