ગુજરાત

gujarat

14th Gujarat Assembly 2022: છેલ્લા દિવસે ગ્રેડ પે મુદ્દો ઉઠ્યો, SRP જવાન વિધાનસભા બહાર ધરણા પર બેઠા

By

Published : Mar 31, 2022, 10:33 PM IST

14મી વિધાનસભાનો(14th Gujarat Assembly) 31 માર્ચ 2022 એ બજેટ સત્રનો અંતિમ દિવસ(last day of the budget session) હતો. રાજ્યમાં કેટલાય દિવસથી પોલીસ ગ્રેડ પે બાબતે હવે ફરીથી માંગ ઉઠી રહી હતી. એક મહિલા કોન્સ્ટેબલને અટકાયત કરીને તેઓને જામીન આપવામાં આવી હતી. ત્યારે જ ગુજરાત વિધાનસભાની સીડી આગળ SRPની એક જવાન ગ્રેડ પે બાબતે ધરણા પર બેઠા હતા.

14th Gujarat Assembly 2022: છેલ્લા દિવસે ગ્રેડ પે મુદ્દો ઉઠ્યો, SRP જવાન વિધાનસભા બહાર ધરણા પર બેઠા
14th Gujarat Assembly 2022: છેલ્લા દિવસે ગ્રેડ પે મુદ્દો ઉઠ્યો, SRP જવાન વિધાનસભા બહાર ધરણા પર બેઠા

ગાંધીનગર:14મી વિધાનસભાનો 31 માર્ચ 2022 એ બજેટ સત્રનો અંતિમ દિવસ હતો. ત્યારે રાજ્યમાં છેલ્લા કેટલાય દિવસથી પોલીસ ગ્રેડ પે બાબતે હવે ફરીથી માંગ ઉઠી રહી હતી. એક મહિલા કોન્સ્ટેબલને(Female constable) અટકાયત કરીને તેઓને જામીન આપવામાં આવી હતી. ત્યારે જ ગુજરાત વિધાનસભાની સીડી આગળ SRPની એક જવાન(A young man from SRP) ગ્રેડ પે બાબતે ધરણા પર બેઠા હતા અને પોલીસે અનેક વખત સમજાવ્યા છતાં ના સમજતા અંતે સેકટર-7 પોલીસ સ્ટેશનમાં(Sector-7 Police Station) અટકાયત કરવામાં આવી હતી.

SRPની એક જવાન ગ્રેડ પે બાબતે ધરણા પર બેઠા હતા

આ પણ વાંચો:Police Grade-Pay: ડીસામાં વિવિધ સંગઠનોએ ગ્રેડ-પે વધારવા નાયબ કલેકટરને આવેદનપત્ર આપ્યું

કોણ છે વિરોધ કરનાર પોલીસ જવાન - સંજય પટેલ નામનો SRP જવાન પોલીસ ગ્રેડ પે બાબતે વિધાનસભાની સીડીની બહાર જ રોડ ઉપર બેસીને સરકારનો વિરોધ કરીને રાજ્ય સરકાર પોલીસના ગ્રેડ પેમાં વધારો કરે તેવી માંગ સાથે તેના પર બેઠા હતા આ વાતની પોલીસને ત્યાં આવતાં જ તાત્કાલિક ધોરણે ગાંધીનગર પોલીસ ત્યાં પહોંચી હતી. SRP જવાનને સમજાવવાના પ્રયત્નો પણ કર્યા હતા પરંતુ એસઆરપી જવાન કોઈપણ પ્રકારની વાત સમજવા તૈયાર ન હતા. રાજ્ય સરકાર ગ્રેડ પે વધારે તેવી એક જ માંગ કરી રહ્યા હતા. તેમજ અંતે સેકટર-7 પોલીસ સ્ટેશનમાં SRP જવાનની અટકાયત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

રાજ્ય ગૃહપ્રધાન હર્ષ સંઘવીને રૂબરૂ મળી પત્ર પાઠવ્‍યો હતો.

આ પણ વાંચો:Gujarat Assembly 2022: આજે 14મી વિધાનસભા સત્રનો છેલ્લો દિવસ, ફોટોસેશનમાં વિજય રૂપાણી રહ્યા ગેરહાજર

મને નથી ખબર ગૃહપ્રધાનને પૂછો -આ બાબતે રાજ્ય સરકારના પ્રવક્તા પ્રધાન જીતુ વાઘાણીને ઘરે બાબતે પ્રશ્ન કરવામાં આવ્યો હતો ત્યારે જીતુ વાઘાણી એ સ્પષ્ટપણે જણાવ્યું હતું કે આ ઘટનાની મને કોઈ પ્રકારની જાણ નથી. જ્યારે પોલીસ ગ્રેડ પે બાબતે(Regarding Police Grade Pay) રાજ્યકક્ષાના ગૃહપ્રધાનને પૂછી શકો છો.

કોંગ્રેસ ધારાસભ્યોએ સીએમને આપ્યું આવેદનપત્ર -દલિત સમાજના કોન્‍સ્‍ટેબલ નીલમબેન મકવાણા ગ્રેડ-પે મુદ્દે ઉપવાસ આંદોલન કરી રહ્‌યા છે અને હાલ અમદાવાદની સિવિલ હોસ્‍પિટલમાં(Civil Hospital, Ahmedabad) સારવાર લઈ રહ્‌યા છે ત્‍યારે નીલમબેન મકવાણાની થયેલ બદલી રદ્દ કરી મુળ જગ્‍યાએ નોકરી પર પરત લેવા, બાકી રહેલ પગાર ચૂકવવા અને ન્‍યાય આપવા વિધાનસભા કોંગ્રેસ પક્ષના ઉપનેતા અને અમદાવાદ શહેરના દાણીલીમડાના ધારાસભ્‍ય શૈલેષ પરમાર અને બાપુનગરના ધારાસભ્‍ય હિંમતસિંહ પટેલે મુખ્‍યપ્રધાન ભુપેન્દ્ર પટેલ અને રાજ્ય ગૃહપ્રધાન(Minister of State for Home Affairs) હર્ષ સંઘવીને રૂબરૂ મળી પત્ર પાઠવ્‍યો હતો.

ABOUT THE AUTHOR

...view details