ગુજરાત

gujarat

અપહરણ કરી ખંડણી માંગનારા ગૂનાહિત તત્વોને ઝડપીને ગુનો ઉકેલનારી પોલીસ ટીમને 10 લાખનું ઇનામ

By

Published : Apr 2, 2021, 12:04 PM IST

Updated : Apr 2, 2021, 1:18 PM IST

વલસાડ જિલ્લાના ઉમરગામના બિલ્ડરનું અપહરણ કરીને ખંડણી માગનારા ગુનાહિત તત્વોને ઝડપીને ગુનો ઉકેલનારી પોલીસ ટીમને રૂપિયા 10 લાખના પ્રોત્સાહક ઇનામની જાહેરાત મુખ્યપ્રધાને વિધાનસભામાં કરી હતી. સાચી જોડણી...(1) ખંડણી માંગનારા (2) મુખ્યપ્રધાને (3) ટેક્નિકલ (4)એનેલિસિસ

અપહરણ કરી ખંડણી માગનારા ગૂનાહિત તત્વોને ઝડપીને ગુનો ઉકેલનારી પોલીસ ટીમને 10 લાખનું ઇનામ
અપહરણ કરી ખંડણી માગનારા ગૂનાહિત તત્વોને ઝડપીને ગુનો ઉકેલનારી પોલીસ ટીમને 10 લાખનું ઇનામ

  • વલસાડ પોલીસની ટીમને 10 લાખનું ઇનામ
  • વિધાનસભા ગૃહમાં CM રૂપાણીએ કરી જાહેરાત
  • બિલ્ડરનું અપહરણ કરી રૂપિયા 30 કરોડની ખંડણી કરનારા ગુનાહિત તત્વોની કરી ધડપકડ

ગાંધીનગર: મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ વલસાડ જિલ્લાના ઉમરગામના એક બિલ્ડરનું અપહરણ કરીને રૂપિયા 30 કરોડની ખંડણીની માંગણી કરનારા ગુનાહિત તત્વોને ઝડપીને ગુનાનો ભેદ ઉકેલનારી પોલીસ ટીમને રૂપિયા 10 લાખનું પ્રોત્સાહક ઇનામ આપવાની જાહેરાત કરી છે. ગુજરાત પોલીસના VISWAS (વિશ્વાસ પ્રોજેકટ) ફેઇઝ-1ના CCTV કેમેરા સહિતની અદ્યતન ટેકનોલોજીના ઉપયોગથી 750 કિ.મી. સુધીના વિસ્તારના 1,000 ઉપરાંત CCTV ફૂટેજ મેળવીને ગહન ચકાસણી દ્વારા ગુનાનો ભેદ ઉકેલવામાં આવ્યો હતો.

વિધાનસભાના બજેટ સત્રના અંતિમ દિવસે ચર્ચા દરમિયાન મુખ્યપ્રધાને આ જાહેરાત કરી

ગુજરાત વિધાનસભાના બજેટ સત્રના અંતિમ દિવસે ગૃહમાં નિયમ-116 હેઠળની આ વિષયની તાકિદની જાહેર અગત્યની બાબતની ચર્ચા દરમિયાન મુખ્યપ્રધાનએ આ જાહેરાત કરી હતી. દક્ષિણ ગુજરાતના વલસાડ જિલ્લાના ઉમરગામના એક બિલ્ડરનું 22મી માર્ચે 6 જેટલા ગુનાહિત તત્વોએ બળજબરીથી અપહરણ કરીને રૂપિયા 30 કરોડની ખંડણીની માંગણી કરી હતી.

આ પણ વાંચો:ખાવડા પોલીસની ટીમ પર હુમલો કરનારા 8 આરોપીને ઝડપાયા, પોલીસની બહાદુર ટીમને રૂપિયા 3000નું ઇનામ

ગુજરાત પોલીસે અદ્યતન ટેકનોલોજીના ઉપયોગથી ગુનાઓના ભેદ ઉકેલ્યો

પોલીસે આ કિસ્સામાં ઉમરગામ પોલીસ મથકમાં દાખલ થયેલી ફરિયાદના આધારે વલસાડ જિલ્લા પોલીસ, સુરત રેન્જ, સુરત શહેર અને ATSના ચૂનંદા અધિકારીઓની ટીમોએ તપાસ સઘન બનાવી હતી. ગુજરાત પોલીસે અદ્યતન ટેકનોલોજીના ઉપયોગથી ગુનાઓના ભેદ ઉકેલવા તેમજ ગુનેગારોના મૂળ સુધી જવાની જે આગવી કાર્યપદ્ધતિ વિકસાવી છે તેનો તપાસ માટે સુઆયોજિત ઉપયોગ કરવામાં આવ્યો હતો.

બિલ્ડરના ફોનના સિમકાર્ડ પરથી આવેલા ફોનનું પણ ટેકનિકલ એનાલીસીસ કર્યુ

તપાસ દરમિયાન મળેલી માહિતીના આધારે VISWAS પ્રોજેકટ ફેઇઝ-1ના CCTV કેમેરા ઉપરાંત વડોદરાથી મુંબઇ સુધીના તેમજ અન્ય વિસ્તારોના મળીને 750 કિમી સુધીના રોડ-રેલવે માર્ગના 1,000 ઉપરાંતના CCTV કેમેરાના ફૂટેજ આ તપાસ ટીમે ચકાસ્યા હતા. ગુજરાત પોલીસે અપહરણ થયેલા બિલ્ડરના ફોનના સિમકાર્ડ પરથી આવેલા ફોનનું પણ ટેક્નિકલ એનાલીસીસ કર્યુ હતું.

ટુંકા સમયમાં ગુનેગારોને ઝડપી પાડવામાં ગુજરાત પોલીસને સફળતા મળી

આ બધાના આધારે સુરત રેન્જ પોલીસની તમામ ટીમો તથા ATS, સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ અને મહારાષ્ટ્ર પોલીસના સુચારૂ સંકલનથી અદ્યતન ટેકનોલોજીના સમુચિત ઉપયોગ દ્વારા ખૂબ જ ટુંકા સમયમાં ગુનેગારોને ઝડપી પાડવામાં ગુજરાત પોલીસને સફળતા મળી હતી. મુખ્યપ્રધાને ટેકનોલોજીના ઉપયોગથી અપહરણ થનારા બિલ્ડરને કોઇપણ હાનિ વગર સલામત છોડાવી લાવનારી સમગ્ર ટીમની સફળતા અને ફરજ પરસ્તીની પ્રસંશા તથા પ્રોત્સાહનરૂપે રૂપિયા 10 લાખનું ઇનામ આપવાની જાહેરાત વિધાનગૃહમાં કરી હતી.

આ પણ વાંચો:વલસાડઃ જમીનની તપાસ કરવા ગયેલી પોલીસની ટીમ પર હુમલો, 4 સામે ફરિયાદ

Last Updated :Apr 2, 2021, 1:18 PM IST

ABOUT THE AUTHOR

...view details