ગુજરાત

gujarat

દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં ચૂંટણીને લઈને સુરક્ષા દળ તૈનાત

By

Published : Nov 8, 2020, 3:41 AM IST

દમણ અને દાદરા નગર હવેલીમાં 8મી નવેમ્બરે યોજાઈ રહેલા મતદાન માટે પોલીસ વિભાગે તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે. મતદાન સમયે દમણ, ગુજરાત, સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ મળી કુલ 2200 જવાનો ચાંપતી નજર રાખી કાયદો વ્યવસ્થા જાળવશે.

દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં ચૂંટણીને લઈને સુરક્ષા દળ તૈનાત
દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં ચૂંટણીને લઈને સુરક્ષા દળ તૈનાત

  • દાદરા નગર હવેલી અને દમણ અને દીવમાં ચૂંટણીને લઈ તૈયારીઓ પૂર્ણ
  • કુલ 2200 જવાનો ચાંપતી નજર રાખી કાયદો વ્યવસ્થા જાળવશે
  • સ્થાનિક સ્વરાજ્ય અને નગરપાલિકાની ચૂંટણી રવિવારે યોજાશે

દમણઃ કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ અને દીવમાં રવિવારે 8મી નવેમ્બરે સ્થાનિક સ્વરાજ્યની અને નગરપાલિકાની ચૂંટણી માટે મતદાન યોજાવાનું છે. જે માટે દમણ પોલીસ, ગુજરાત પોલીસ, પેરામિલિટરી સહિત 2200 જેટલા સુરક્ષા દળો તૈનાત રહેશે.

ગુજરાતથી આવશે સુરક્ષા જવાનોની ટીમ
જિલ્લા પંચાયત, નગરપાલિકા, ગ્રામ પંચાયતના મતદાનને લઈને સુરક્ષા બંદોબસ્ત માટે દાદરા નગર હવેલી અને દમણ દિવની પોલીસ, IRBN, હોમગાર્ડ મળી 1000 જેટલા જવાનો સુરક્ષા બંદોબસ્તમાં તૈનાત રહેશે. આ ઉપરાંત ગુજરાતમાંથી પણ પોલીસ, પેરામિલિટરી ફોર્સ, CRPF ના મળીને 1200 જવાનો સાથે કુલ 2200 જેટલા સુરક્ષા જવાનો મતદાન સમયે તૈનાત રહેશે તેમ દમણના DIGP વિક્રમજીત સિંહે જણાવ્યું હતું.

સંવેદનશીલ બુથ પર પેરા મિલિટરી ફોર્સ તૈનાત રહેશે
DIGP ના જણાવ્યાં મુજબ મતદાનમાં કાયદો વ્યવસ્થા જળવાય રહે તે માટે તમામ બુથ પર સુરક્ષા જવાનો ચાંપતી નજર રાખશે. આ ઉપરાંત સંવેદનશીલ બુથ પર ખાસ પેરામિલિટરી ફોર્સને પણ તૈનાત કરવામાં આવશે.

દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં ચૂંટણીને લઈને સુરક્ષા દળ તૈનાત

ABOUT THE AUTHOR

...view details