ગુજરાત

gujarat

વાપીમાં વરસાદી માહોલને કારણે જનજીવન ઠપ્પ, જિલ્લાની તમામ નદીઓમાં ઘોડાપૂર

By

Published : Aug 16, 2020, 10:42 AM IST

વલસાડ જિલ્લાના વાપી સહિત તમામ તાલુકામાં હવામાન વિભાગની આગાહી મુજબ મેઘમહેર યથાવત રહી છે. સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ સહિત વલસાડ જિલ્લામાં સરેરાશ 2થી અઢી ઇંચ વરસાદ વરસ્યો છે.

rain
સેલવાસ

  • વલસાડ જિલ્લાના વાપી સહિત તમામ તાલુકામાં હવામાન વિભાગની આગાહી
  • વાપીમાં વરસાદી માહોલને કારણે જનજીવન ઠપ્પ
  • સૌથી મોટા ડેમ મધુબન ડેમમાં વરસાદી પાણીની આવક
  • 57,640 ક્યુસેક પાણી દમણગંગા નદીમાં છોડવામાં આવ્યું

વાપી: વલસાડ જિલ્લાના વાપી સહિત તમામ તાલુકામાં હવામાન વિભાગની આગાહી મુજબ મેઘમહેર યથાવત રહી છે. સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ સહિત વલસાડ જિલ્લામાં સરેરાશ 2થી અઢી ઇંચ વરસાદ વરસ્યો છે. જ્યારે મધુબન ડેમમાં પાણીની આવક વધતા 6 દરવાજા ખોલી 57640 ક્યુસેક પાણી દમણગંગા નદીમાં છોડવામાં આવ્યું છે. વલસાડ જિલ્લા સહિત સંઘપ્રદેશ દાદરા નગર હવેલીમાં સતત 4 દિવસથી ધીમધારે વરસાદ વરસી રહ્યો છે.

વાપીમાં વરસાદી માહોલને કારણે જનજીવન ઠપ્પ

છેલ્લા 24 કલાકમાં સરેરાશ અઢીથી સાડા ચાર ઇંચ વરસાદ આ વિસ્તારમાં ખાબક્યો છે, તો વહેલી સવારના 6 વાગ્યાથી 12 વાગ્યા સુધીમાં વાપીમાં 29 મીમી, ઉમરગામમાં 45 મીમી, પારડીમાં 32 મીમી, વલસાડમાં 29 મીમી, કપરાડામાં 121 મીમી, ધરમપુરમાં 55 મીમી વરસાદ વરસ્યો છે. વાપીમાં વરસાદી માહોલને કારણે જનજીવન ઠપ્પ થયું છે. નીચાણવાળા વિસ્તારો, રેલવે ગરનાળુ, GIDCમાં કેટલાક વિસ્તારમાં પાણી ભરાયા છે. જો કે, વરસાદી માહોલમાં કોઈ ખાનાખરાબીના થતા તંત્રએ હાંશકારો અનુભવ્યો છે.

આ તરફ જિલ્લાના સૌથી મોટા ડેમ મધુબન ડેમના ઉપરવાસમાં સતત વરસાદી પાણીની આવક થઈ રહી છે. ડેમની હાલની સપાટી 75.85 મીટર છે. ડેમમાં સતત 56,433 ક્યુસેક પાણીની આવક થતી હોય ડેમનું રુલ લેવલ જાળવવા 6 દરવાજા 2 મીટર સુધી ખોલી 57,640 ક્યુસેક પાણી દમણગંગા નદીમાં છોડવામાં આવ્યું છે. જિલ્લાની તમામ નદીઓમાં ઘોડાપૂર આવ્યું છે. વહીવટીતંત્ર દ્વારા કિનારાના લોકોને સાવચેત રહેવા અપીલ કરાઈ છે.

ABOUT THE AUTHOR

...view details