ગુજરાત

gujarat

Mango production in Valsad: વલસાડમાં કેરીનું ઉત્પાદન ઘટ્યું, આ વખતે કેરીના ભાવમાં થઈ શકે છે વધારો

By

Published : Mar 22, 2022, 3:09 PM IST

વલસાડ જિલ્લામાં હાફૂસ-કેસર કેરીના ઓછા ઉત્પાદન અંગે ખેડૂતો (Mango production in Valsad) ચિંતામાં છે. જિલ્લામાં આ વખતે કેરીનું ઉત્પાદન 60થી 70 ટકા ઓછું થવાની ભીતિ સેવાઈ રહી છે. જોકે, ખેડૂતો આ નુકસાન માટે બદલાતા હવામાનને જવાબદાર ઠેરવે છે.

Mango production in Valsad: વલસાડમાં કેરીનું ઉત્પાદન ઘટ્યું, આ વખતે કેરીના ભાવમાં થઈ શકે છે વધારો
Mango production in Valsad: વલસાડમાં કેરીનું ઉત્પાદન ઘટ્યું, આ વખતે કેરીના ભાવમાં થઈ શકે છે વધારો

બિલિયા/વલસાડઃ વલસાડ જિલ્લો હાફૂસ અને કેસર કેરીના ઉત્પાદન માટે દેશભરમાં જાણીતો (Mango production in Valsad) જિલ્લો છે. જોકે, છેલ્લા કેટલાક વર્ષોથી વાતાવરણની માઠી અસરથી ખેડૂતોને જોઈએ તેવું ઉત્પાદન મળતું નથી. આ વર્ષે પણ જિલ્લામાં હાફૂસ-કેસર કેરીનું 60થી 70 ટકા જેટલું ઓછું ઉત્પાદન થવાની ભીતિ જિલ્લાના ખેડૂતો (Valsad Farmers worried) સેવી રહ્યા છે.

કેરીનું ઉત્પાદન ઘટ્યું

કેરીના ઉત્પાદનમાં વાતાવરણની માઠી અસર - વલસાડ જિલ્લામાં મોટી સંખ્યામાં ખેડૂતો બાગાયતી પાકની ખેતી (Mango production in Valsad) કરે છે. અહીંનું વાતાવરણ કેરીને અનુકૂળ હોવાથી હાફૂસ, કેસર, પાયરી, તોતાપૂરી જેવી ડઝનેક વેરાયટીની કેરીના ઝાડની આંબાવાડીઓ આવેલી છે. વલસાડમાં એક સમયે હાફૂસ કેરીનું મબલખ ઉત્પાદન (Mango production in Valsad) થતું હતું. તે હવે માંડ 30થી 40 ટકા રહ્યું છે. ખેડૂતો આ માટે બદલતા હવામાનને જવાબદાર ઠેરવે છે.

આ પણ વાંચો-India Exports: ભારત અમેરિકામાં કરશે કેરી અને દાડમની નિકાસ, USDAએ આપી મંજૂરી

આ વર્ષે વલસાડી હાફૂસનું ઉત્પાદન 40 ટકાની આસપાસ - વલસાડ જિલ્લામાં ચોમાસા દરમિયાન ખૂબ જ સારો વરસાદ વરસે છે. શિયાળામાં ફૂલ ગુલાબી ઠંડી વર્તાય છે તો ઉનાળામાં મહત્તમ તાપમાન 38 ડિગ્રી આસપાસ રહેતું હતું. આ વિસ્તારમાં બાગાયતી ખેતીને અનુકૂળ વાતાવરણ છે. એટલે કેરી-ચીકુ જેવા ફળોનું મોટા પાયે ઉત્પાદન થતું આવ્યું છે, પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી જિલ્લામાં થઈ રહેલી ઔદ્યોગિક ક્રાન્તિ અને હવામાનના પલટાથી કેરીનું ઉત્પાદન સતત ઘટી રહ્યું છે.

કેરીના ઉત્પાદનમાં વાતાવરણની માઠી અસરકેરીના ઉત્પાદનમાં વાતાવરણની માઠી અસર

હાફૂસ કેરી પણ મોંઘી થવાની શક્યતા -આ વર્ષે પણ ડિસેમ્બર મહિનામાં પડેલા માવઠાને કારણે તેમ જ હાલમાં બદલતા વાતાવરણને કારણે જિલ્લાની પ્રખ્યાત ગણાતી હાફૂસ કેરી અને કેસર કેરીનું 30થી 40 જેટલું જ ઉત્પાદન મળવાની આશા ઉમરગામ તાલુકાના બિલિયા ખાતે 65 એકરની વાડી ધરાવતા રાજેશ શાહે વ્યક્ત કરી છે.

આ વર્ષે વલસાડી હાફૂસનું ઉત્પાદન 40 ટકાની આસપાસ

આ પણ વાંચો-kesar mango of Junagadh: ગીરના આંબામાં મોર આવવાની સાથે રોગચાળો જોવા મળતા ઉત્પાદનમાં ઘટાડાની શક્યતા

ભેજવાળું વાતાવરણ, ધૂમ્મસ કેરીને કરે છે નુકસાન -65 એકરની વાડીમાં વર્ષોથી પરંપરાગત ખેતી કરતા રાજેશ શાહનું માનવું છે કે, કેરી માટે ધૂમ્મસ આફતરૂપ છે. વાતાવરણના પલટામાં ધૂમ્મસ ઉત્પન્ન થાય છે, જે કેરીના પાકને માફક આવતું નથી. ભેજવાળું વાતાવરણ હોય ત્યારે ઈયળ અને ચૂસીયા પ્રકારની જીવાતનો ઉપદ્રવ વધે છે, જે મોરને નુકસાન કરે છે અને સરવાળે ઉત્પાદન ઘટે છે. આ વર્ષે પણ વલસાડી હાફૂસ અને કેસરમાં આવી જીવાતોના ઉપદ્રવથી ખેડૂતોને 60થી 70 ટકા નુકસાન જશે.

ભેજવાળું વાતાવરણ, ધૂમ્મસ કેરીને કરે છે નુકસાન

કેરીનું ઉત્પાદન ઘટ્યું - ઉલ્લેખનીય છે કે, વલસાડ જિલ્લો વલસાડી હાફૂસ કેરી માટે પ્રખ્યાત છે. જોકે, હાફૂસ કેરીની માવજત વધુ મહેનત અને ખાતર પાણીનું ખર્ચ કરાવે છે. એટલે ખેડૂતો કેસર કેરીના ઉત્પાદન તરફ વળ્યા છે. પરંતુ વાતાવરણનો માર કેસર અને હાફૂસ બંનેને નડી રહ્યો છે. એટલે ખેડૂતો જોઈએ તેવું ઉત્પાદન મેળવી નફો કમાઈ શકતા નથી. આ સમસ્યા 65 એકરની વાડીમાં 1,600 હાફૂસના ઝાડ અને 100 કેસરના ઝાડ વાવનાર રાજેશ શાહ સહિત જિલ્લાના તમામ ખેડૂતો માટે સરખી છે.

ABOUT THE AUTHOR

...view details