ગુજરાત

gujarat

અમદાવાદ - મુંબઇ બૂલેટ ટ્રેન પ્રોજેક્ટનો પહેલો પિલ્લર તૈયાર

By

Published : Jul 31, 2021, 7:09 PM IST

Updated : Jul 31, 2021, 10:20 PM IST

નેશનલ હાઈ સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડ ( NHSRCL ) મુંબઈ અને અમદાવાદ વચ્ચે ભારતની પ્રથમ હાઈસ્પીડ રેલ કોરિડોર ( High Speed Rail Corridor ) બનાવવાની તૈયારીઓ પુરજોશમાં ચાલી રહી છે. જે અંતર્ગત વાપી નજીક પ્રથમ 13.05 મીટરનો પ્રથમ સ્તંભ તૈયાર કરી લેવામાં આવ્યો છે.આગામી દિવસોમાં દમણગંગા નદીના પટમાં પણ બનનાર પુલ માટેની કામગીરી પણ શરૂ થવાની છે જે માટે જરૂરી સોઈલ ટેસ્ટિંગ પણ કરી લેવામાં આવ્યું છે.

NHSRCL કોરિડોર પર વાપી નજીક પ્રથમ પૂર્ણ ઊંચાઈનો પિલ્લર તૈયાર
NHSRCL કોરિડોર પર વાપી નજીક પ્રથમ પૂર્ણ ઊંચાઈનો પિલ્લર તૈયાર

  • NHSRCL MAHSR કોરિડોર પર પ્રથમ પૂર્ણ ઊંચાઈનો પિલ્લર તૈયાર
  • વાપી નજીક બનાવવામાં આવ્યો 13.05 મીટરનો પિલ્લર
  • બુલેટ ટ્રેન પ્રોજેકટમાં વાપી મહત્વનું સ્ટેશન છે

વાપીઃ નેશનલ હાઇ સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડે ( NHSRCL ) મહારાષ્ટ્ર, દાદરા અને નગર હવેલી અને ગુજરાતને જોડતા 12 સ્ટેશનોમાંથી પસાર થતા મુંબઇ અમદાવાદ હાઇસ્પીડ રેલ કોરિડોર ( High Speed Rail Corridor ) પર વાપી નજીક ચેઇનજ 167 પર પ્રથમ સંપૂર્ણ સાથેનો પિલ્લર બનાવીને તેનું બાંધકામ પૂર્ણ કર્યું છે. જે અંગે અખબારી યાદી પ્રસિદ્ધ કરી છે. વાપી રેલવે સ્ટેશન એ બુલેટ ટ્રેન પ્રોજેકટમાં સૌથી મહત્વનું રેલવે સ્ટેશન છે. હાલ અહીં પુરજોશમાં કામગીરી ચાલી રહી છે.

વાપી નજીક પ્રથમ 13.05 મીટરનો પ્રથમ સ્તંભ તૈયાર કરી લેવામાં આવ્યો


આ કોરિડોર ( High Speed Rail Corridor ) પર બનેલા પિલ્લરની સરેરાશ ઉચાઈ આશરે 12-15 મીટર છે અને આ કાસ્ટેડ પીલ્લરની ચોક્કસ ઉચાઈ 13.05 મીટર છે, જે લગભગ 4 માળની ઈમારત જેટલી છે. આ સ્તંભ 183 ઘન મીટર કોંક્રિટ અને 18.820 મેટ્રિક ટન સ્ટીલમાંથી કાસ્ટ કરવામાં આવ્યો છે. લિફ્ટમાં ખાસ શટરિંગ વ્યવસ્થા આ કોરિડોરની મુખ્ય લાક્ષણિકતાઓ છે, જે 8 કલાક સુધી સારી ગુણવત્તા પૂરી પાડે છે.

કોરોનાકાળમાં પણ પ્રોજેકટ ગતિમાં
વર્તમાન રોગચાળો અને ચોમાસાની ઋતુને કારણે માનવબળની તીવ્ર અછત અને અન્ય લોજિસ્ટિક્સ પડકારો હોવા છતાં બાંધકામ કાર્યમાં આ નોંધપાત્ર સિદ્ધિ પ્રાપ્ત થઈ છે. પ્રથમ હાઈસ્પીડ રેલ કોરિડોર ( High Speed Rail Corridor ) બનાવવા માટે આગામી મહિનાઓમાં આવા અનેક સ્તંભ બનાવવાની યોજના છે.

દમણગંગા નદી પરના પૂલ માટે પણ કરાયું છે સોઈલ ટેસ્ટિંગ
ઉલ્લેખનીય છે કે નેશનલ હાઈ સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડ ( NHSRCL ) મુંબઈ અને અમદાવાદ વચ્ચે ભારતની પ્રથમ હાઈસ્પીડ રેલ કોરિડોર ( High Speed Rail Corridor ) બનાવવા માટેની એક્ઝિક્યુટિવ એજન્સી છે. જેના દ્વારા આ કામગીરી હાથ ધરાઈ છે.

183 ઘન મીટર કોંક્રિટ અને 18.820 મેટ્રિક ટન સ્ટીલમાંથી કાસ્ટ કરવામાં આવ્યો

વાપી રેલવે સ્ટેશન એ બુલેટ ટ્રેન પ્રોજેકટમાં સૌથી મહત્વનું રેલવે સ્ટેશન છે. હાલ અહીં પુરજોશમાં કામગીરી ચાલી રહી છે. આગામી દિવસોમાં દમણગંગા નદીના પટમાં પણ બનનાર પુલ માટેની કામગીરી પણ શરૂ થવાની છે જે માટે જરૂરી સોઈલ ટેસ્ટિંગ પણ કરી લેવામાં આવ્યું છે.

આ પણ વાંચોઃ Bullet Train Project : સંપૂર્ણ પ્રોજેક્ટ ઇકો ફ્રેન્ડલી રહેશે, જાણો સુરતમાં બની રહેલા 'ગ્રીન સ્ટેશન' વિશે…

આ પણ વાંચોઃ મહારાષ્ટ્રમાં જમીનના પ્રશ્નો ઉકેલાય નહીં તો અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ પાછળ ઠેલાઈ શકે છે: NHSRCL

Last Updated : Jul 31, 2021, 10:20 PM IST

ABOUT THE AUTHOR

...view details