ગુજરાત

gujarat

દીવ, દમણ અને દાદરા નગર હવેલીના એકીકૃતનો તખતો તૈયાર

By

Published : Nov 25, 2019, 11:16 PM IST

દમણ: સંઘ પ્રદેશ દીવ, દમણ અને દાદરા અને નગર હવેલી બનશે એકીકૃત સંઘ પ્રદેશ. આગામી દિવસોમાં એકિકૃતને લઈને લોકસભામાં બિલ રજૂ કરવામાં આવશે. જેને, લઈને દીવ, દમણ અને દાદરા નગર હવેલીના અધિકારીઓની એક જગ્યા પર નિયુક્તિને લઈ તેમના કામકાજ પર પણ અસરો જોવા મળી શકે છે.

દીવ, દમણ અને દાદરા નગર હવેલીના એકીકૃતનો તખતો તૈયાર

સંઘ પ્રદેશ દીવ, દમણ અને દાદરા નગર હવેલીના એકિકૃતને લઈને આગામી દિવસોમાં લોકસભામાં એક બિલ રજૂ કરવામાં આવશે. આ બિલ લોકસભા અને રાજ્યસાભામાં બહુમતીના જોરે પાસ થઇ જાય તો દીવ, દમણ અને દાદરા નગર હવેલીને સંયુક્ત સંઘ પ્રદેશ તરીકેની માન્યતા મળી શકે છે. કેન્દ્ર સરકાર ત્રણેય પ્રદેશોને એકીકૃત કરીને એક સંયુક્ત સંઘ પ્રદેશ બનાવવાની દિશામાં આગળ વધી રહી છે. જેને, લઈને ત્રણેય પ્રદેશોમાં બંધારણીથી લઈને કેટલાક માળખાકીય ફેરફારો પણ જોવા મળશે.

દીવ, દમણ અને દાદરા નગર હવેલીના એકીકૃતનો તખતો તૈયાર

દીવ, દમણ અને દાદરા અને નગર હવેલી સ્વતંત્ર સંઘ પ્રદેશ તરીકે વર્તી રહ્યાં છે. જ્યારે લોકસભામાં એકીકૃત બિલ આવવા જઈ રહ્યું છે, ત્યારે કેટલાક ફેરફારો જોવા મળશે. દીવમાં પ્રવાસન અને માછીમારીને બાદ કરતા અન્ય કોઈ ઉદ્યોગ સ્થાપિત થયો નથી. જેને, લઈને દીવને સૌથી મોટું નુકસાન થઇ શકે છે. ત્રણેય પ્રદેશ એકીકૃત થતા ટેક્સનું માળખું એક સમાન થશે. જેનો ગેરલાભ દીવને થઇ શકે છે. તેમજ ત્રણેય પ્રદેશો એક થતા અધિકારીઓની સત્તા પણ બદલાશે. કેટલાક અધિકારો દીવની બહાર જાય તેવી પણ શક્યતાઓ છે. જેને, લઈને દીવના લોકોને કેટલીક વહીવટી અગવડતા પણ પડવાની સંભાવના રહેલી છે.

સંઘ પ્રદેશ દીવ, દમણ અને દાદરાનગર હવેલી કેટલીક ભિન્નતા ધરાવે છે. અહીં પ્રવાસનને કારણે દેશભરના પ્રવાસી આવતા હોય છે. અહીંના માછીમારોને પણ નવા ટેક્સ મુજબ કેન્દ્ર સરકારને કર આપવો પડે તેવી શક્યતાઓ જોવામાં આવી રહીં છે.

Intro:આગામી દિવસોમાં દીવ દમણ અને દાદરા નગર હવેલી બની શકે છે એક પ્રદેશ Body:સંઘ પ્રદેશ દીવ દમણ અને દાદરા અને નગર હવેલી બનશે એકીકૃત સંઘ પ્રદેશ આગામી દિવસોમાં લોકસભામાં એકિકૃતને લઈને બિલ રજુ કરવાંમાં આવશે જેને લઈને દીવ દમન અને દાદરા નગર હવેલીના અધિકરીઓની એક જગ્યા પર નિયુક્તિને લઈને તેમના કામકાજ પર પણ અસરો જોવા મળશે

આગામી દિવસોમાં સંઘ પ્રદેશ દીવ દમણ અને દાદરા નગર હવેલીના એકિકૃતને લઈને આગામી દિવસોમાં લોકસભામાં એક બિલ આવવા જય રહ્યું છે આ બિલ લોકસભા અને રાજ્ય સાબુમાં બહુમતીના જોરે પાસ થઇ જાય ત્યાર બાદ દીવ દમણ અને દાદરા નગર હવેલી સંયુક્ત સંઘ પ્રદેશ તરીકેની માન્યતા મળી શકે છે કેન્દ્ર સરકાર દ્વારા ત્રણેય પ્રદેશોને એકીકૃત કરીને એક સંયુક્ત સંઘ પ્રદેશ બનાવવાની દિશામાં આગળ વધી રહી છે જેને લઈને ત્રણેય પ્રદેશોમાં બંધારણીય થી લઈને કેટલાક માળખાકીય ફેરફારો પણ જોવા મળશે

હાલ દીવ દમણ અને દાદરા અને નગર હવેલી સ્વતંત્ર સંઘ પ્રદેશ તરીકે વર્તી રહયા છે હવે જ્યારે લોકસભામાં એકીકૃત બિલ આવવા જઈ રહ્યું છે ત્યારે કેટલાક ફેરફારો જોવા મળશે વાત દીવની કરીએતો અહીં પ્રવાસન અને માછીમારીને બાદ કરતા અન્ય કોઈ ઉદ્યોગ સ્થાપિત થયો નથી જેને લઈને દીવને સૌથી મોટું નુકસાન થઇ શકે છે ત્રણેય પ્રદેશ એકીકૃત થતા ટેક્સનું માળખું એક સમાન હશે જેનો ગેર લાભ દીવને થઇ શકે છે તેમજ ત્રણેય પ્રદેશો એક થતા અધિકારીઓની સત્તા પણ બદલાશે કેટલાક અધિકારો દીવની બહાર જાય તેવી પણ શક્યતાઓ છે જેને લઈને દીવના લોકોને કેટલીક વહીવટી અગવડતા પણ પડી શકે તેમ છે

સંઘ પ્રદેશ દીવ, દમણ અને દારાનગર હવેલી કરતા કેટલીક ભિન્નતા ધરાવે છે અહીં પ્રવાસનને કારણે દેશભરના પ્રવાસી આવતા હોય છે ખાસ કરીને ગુજરાતના પ્રવાસીઓ વધુ આવતા હોય છે અહીં આલ્કોહોલિક પીણા અને હોટેલો પર જે ટેક્સ લગાવવામાં આવે છે તેમાં પણ વધારો થઇ શકે છે જેને કારણે અહીં આવતા પ્રવાસીઓને વધુ રૂપિયા ખર્ચવા પડે તેવું પણ બની શકે છે તો બીજી તરફ અહીંના માછીમારોને પણ નવા ટેક્સ મુજબ કેન્દ્ર સરકારને કર આપવો પડે તેવું શક્યતાઓ પણ જોવામાં આવી રહી છે

બાઈટ - 01 હિતેશ સોલંકી પ્રમુખ દીવ નગરપાલિકા ખુરસી પર બેઠેલા

બાઈટ - 02 રવિ સોલંકી હોટેલ મેનેજર દીવ બ્લુ શર્ટ

બાઈટ -03 ભારત કામલીયા સામાજિક કાર્યકર દીવ બહાર ઉભેલા Conclusion:ત્રણેય સંઘ પ્રદેશને એકીકૃત કરવા માટે કેન્દ્ર સરકાર મક્કમ આગામી દિવસોમાં લોકસભામાં આવશે બિલ

ABOUT THE AUTHOR

...view details