ગુજરાત

gujarat

યુપીના ઈસમની અઢી કિલ્લો ગાંજા સાથે સેલવાસ પોલીસે કરી ધરપકડ

By

Published : Jul 24, 2020, 2:58 PM IST

દાદરા નગર હવેલી પોલીસે 2.5 કિલ્લો ગાંજા સાથે 1 આરોપીને ધરપકડ કરી છે. સેલવાસ પોલીસે મૂળ યુપીના આ આરોપીની 5 દિવસના રિમાન્ડ મેળવી વધુ તપાસ હાથ ધરી છે.

ETV BHARAT
યુપીના ઈસમની અઢી કિલ્લો ગાંજા સાથે સેલવાસ પોલીસે કરી ધરપકડ

સેલવાસ: સંઘપ્રદેશ દાદરા નગર હવેલીના નરોલી ગામના ખરડપાડાની એક ચાલમાં રહેતો મુન્ના દેવેન્દ્ર ચૌધરીની 2.5 કિલ્લો ગાંજા સાથે પોલીસે ધરપકડ કરી છે. પોલીસને બાતમી મળી હતી કે, આ ઇસમ ગાંજાનો વ્યવસાય કરે છે. જેથી બાતમીના આધારે પોલીસ ઇન્સ્પેક્ટર સેબાસ્ટિયન દેવાસીયા તેમજ પોલીસ સબ ઇન્સ્પેક્ટર અનિલ કે.એ ગત મોડીરાત્રે મુન્નાના ઘરે છાપો માર્યો હતો.

યુપીના ઈસમની અઢી કિલ્લો ગાંજા સાથે સેલવાસ પોલીસે કરી ધરપકડ

આ રેડમાં આરોપીના ઘરમાંથી કુલ 2.5 ગાંજો મળી આવ્યો હતો. જેથી પોલીસે મુન્નાની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કર્યો હતો. નામદાર જજે આ મામલાને ગંભીર ગણી 5 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.

ઉલ્લેખનીય છે કે, હાલ સેલવાસના યુવાવર્ગમાં ગાંજાનો નશો કરવાનું પ્રમાણ વધી રહ્યું હોવાનું દેખાઈ રહ્યું છે. આ બાબતે દાદરા નગર હવેલી પોલીસ તપાસ કરે તો સેલવાસમાં નશાના અનેક મોટા કારોબારનો પર્દાફાશ થઈ શકે છે.

ABOUT THE AUTHOR

...view details