ગુજરાત

gujarat

જહાજમાં કામ કરતો ભારતીય યુવાન ઈરાન અબ્બાસ પોર્ટમાં ફસાયો, સરકાર આવી મદદે

By

Published : Apr 20, 2021, 10:52 AM IST

Updated : Apr 20, 2021, 3:21 PM IST

ઇરાનના અબ્બાસ પોર્ટ પર ભાવનગરના યુવાન ધ્યેય હળવદીયા સહિત અન્ય 2 ભારતીયો જહાજમાં ફસાયા છે. ત્યારે, ધ્યેયે પોતાનો વિડીયો વાયરલ કરી ભારત સરકાર પાસે મદદ માંગી હતી. આ બાદ, આ મામલો મનસુખ માંડવીયા પાસે પહોંચતા તેમણે ભારત સરકારના લાગતા વળગતા વિભાગોને જાણ કરીને કૃ મેમ્બરોને પોતાના દેશ લાવવા કવાયત હાથ ધરી છે.

Iran Abbas Port
Iran Abbas Port

  • 3 ભારતીય ઇરાનના અબ્બાસ પોર્ટ પર જહાજમાં ફસાયા
  • ફસાયેલા ભાવનગરના યુવાને વિડીયો વાયરલ કરી ભારત સરકાર પાસે માંગી મદદ
  • ધ્યેય હળવદીયા અને 2 ભારતીય સહિત જહાજમાં કુલ 19 કૃ મેમ્બર ફસાયા

ભાવનગર: શહેરના સર ટી હોસ્પિટલના કોરોના દર્દીઓને સ્વસ્થ કરતા ડૉક્ટર દંપતિનો પુત્ર ઇરાનના અબ્બાસ પોર્ટ પર જહાજમાં ફસાયો છે. માલિક અને એજન્ટની માથાકૂટમાં કુલ 19 કૃ મેમ્બર ફસાતા ભારતીય કૃ મેમ્બરોએ ભારત સરકાર પાસે મદદ માંગતા મનસુખ માંડવીયાએ સરકારના વિભાગમાં જાણ કરી કૃ મેમ્બરો ભારત પરત આવે તેવા પ્રયાસ હાથ ધર્યા છે. ભાવનગર શહેરનો યુવાન મરીન એન્જીનીયર મધદરિયે માલીક અને એજન્ટના કારણે જહાજમાં ફસાયો છે. આ સાથે, 19 કૃ મેમ્બર જેમાં 3 ભારતીય છે.

જહાજમાં કામ કરતો ભારતીય યુવાન ઈરાન અબ્બાસ પોર્ટમાં ફસાયો, સરકાર આવી મદદે

આ પણ વાંચો:ભાવનગરમાં કોરોનાના સૌથી વધુ 170 કેસો નોંધાયા

ભાવનગરનો યુવાન જહાજમાં ફસાયો

ભાવનગરના કમલભાઈ હળવદીયા અને તેમના પત્ની દીપતિબેન સર ટી હોસ્પિટલના કર્મચારી છે. છેલ્લા 1 વર્ષથી તેઓ હોસ્પિટલમાં સારવાર આપે છે અને કોરોના વોરિયર્સ તરીકે ફરજ પુરી પાડી રહ્યા છે. આ દરમિયાન, તેમનો દીકરો એન્જીનીયર ધ્યેય હળવદીયા જહાજમાં ફરજ દરમિયાન ફસાયો છે. ત્યારે, દીકરાની મદદે ભારત સરકાર આવતા માતાપિતાના દુઃખમાં ઘટાડો થયો છે.

ધ્યેય કેવી રીતે ફસાયો અબ્બાસ પોર્ટ પર ઈરાનમાં

ધ્યેય મરીન એન્જીનીયર તરીકે કાર્ગો જહાજમાં ફરજ બજાવે છે. તે જહાજ છેલ્લા 6 માસથી ઇરાનના અબ્બાસ પોર્ટ પર ફસાયું છે. કારણ કે, ધ્યેય દ્વારા વાયરલ કરાયેલા વિડીયો મારફત સામે આવ્યું હતું કે, જહાજના માલિક અને એજન્ટ વચ્ચે નાણાકીય માથાકૂટમાં કૃ મેમ્બરો ફસાયા છે. તેમના દસ્તાવેજ એજન્ટએ લઈ લીધેલા છે. ખાવા પીવામાં તકલીફો પડી રહી છે. તેથી વાયરલ વિડીયોના માધ્યમથી તેને ભારત સરકાર પાસે મદદ માંગી હતી.

આ પણ વાંચો:ભાવનગરમાં કોરોનાના વધતા કેસ સામે તંત્રની પૂરી તૈયારી

મનસુખ માંડવીયાએ સરકારી વિભાગને કરી જાણ

ધ્યેય હળવદીયા સહિત જહાજમાં કુલ 19 કૃ મેમ્બર છે. જેમાં 3 ભારતીયોમાં 2 વલસાડના રહેવાસી છે. સમગ્ર મામલો મનસુખ માંડવીયા પાસે પહોંચતા તેમણે ભારત સરકારના લાગતા વળગતા વિભાગોને જાણ કરીને કૃ મેમ્બરોને પોતાના દેશ લાવવા કવાયત હાથ ધરી છે. આ સાથે, ધ્યેયના માતાપિતા સાથે વાતચીત કરી સાંત્વના પણ આપી છે

Last Updated : Apr 20, 2021, 3:21 PM IST

ABOUT THE AUTHOR

...view details