ગુજરાત

gujarat

મહુવા નગરપાલિકા દ્વારા રસીકરણના મેગા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું

By

Published : Apr 5, 2021, 12:49 PM IST

ભાવનગરના મહુવામાં આજે કોવિડ-19 અંતર્ગત રસીકરણ મેગા કેમ્પનું આયોજન ભાજપ અને મહુવા નગરપાલિકા દ્વારા કરવામાં આવ્યું હતું. આ મેગા કેમ્પમાં ભાજપાના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટિલ ઉપસ્થિત રહ્યા હતા.

સી.આર.પાટિલની અધ્યક્ષતામાં કેમ્પનું આયોજન
સી.આર.પાટિલની અધ્યક્ષતામાં કેમ્પનું આયોજન

  • મહુવા નગરપાલિકા દ્વારા રસીકરણના મેગાકેમ્પનું આયોજન
  • કેમ્પનું આયોજન ભાજપ પ્રદેશ પ્રમખ સી.આર.પાટિલની અધ્યક્ષતામાં કરાયું હતું
  • પ્રદેશ પ્રમુખની હાજરીમાં સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડ્યા

ભાવનગર : દેશ-વિદેશમાં ઝડપથી વિકસી રહેલ કોરોનાનો સામનો કરવા વડાપ્રધાન મોદી અને ગુજરાતના મુખ્યપ્રધાનની કોરોનામુક્ત કરવાના આશયના અભિયાનના ભાગ રૂપે આજે મહુવામાં મેગા રસીકરણ કેમ્પનું આયોજન કરવામાં આવેલું હતું. આ પહેલાં પણ નગરપાલિકાના આયોજનથી એક રસીકરણ કેમ્પ કરવામાં આવેલો હતો. તેમાં સફળતા મળતા સરકારશ્રી દ્વારા ફરી સૂચના આવતા પ્રદેશ ભાજપ પ્રમુખના અધ્યક્ષ સ્થાને ફરી આજે સોમવારે મેગા રસીકરણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પના આયોજનમાં મહુવાના કાર્યકરો, ઉપરાંત મહુવાના નગરજનો ઉમટી પડતા પ્રદેશ પ્રમુખની હાજરીમાં સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડ્યા હતા.

રસીકરણના મેગા કેમ્પનું આયોજન

આ પણ વાંચો : નવસારીમાં કોરોના રસીકરણના ત્રીજા તબક્કાનો પ્રારંભ


5 હજારમાં ટાર્ગેટ સામે 1,750નું જ રસીકરણ થયું

ગઈકાલે મોડી સાંજે આવેલા પરિપત્રમાં 45 વર્ષથી નીચેના લોકોને રસીકરણ નહિ થઈ શકે. આવા પરિપત્રને હિસાબે સરકાર દ્વારા આવેલો ટાર્ગેટ અધુરો રહ્યો હતો અને 1,750 જ લોકોને રસીકરણ થઈ શક્યું હતું. આજના આ કાર્યક્રમમાં પ્રદેશ ભાજપાના હોદ્દેદારો તેમજ અમરેલીના સાંસદ નારણ તેમજ અમરેલી જિલ્લાના પ્રમુખ કોશિક સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

આ પણ વાંચો : કચ્છ જિલ્લામાં કોવિડ રસીકરણના નવા તબક્કાનો પ્રારંભ

ABOUT THE AUTHOR

...view details