ગુજરાત

gujarat

Rain in Bhavnagar: ડેમમાં આવ્યા નવા નીર, આટલો કુલ વરસાદ નોંધાયો

By

Published : Jul 9, 2022, 10:48 PM IST

ભાવનગરમાં એક અઠવાડિયાથી મેઘરાજા(Rain in Bhavnagar) મહેરબાન બન્યા છે. શહેર અને જિલ્લાના તાલુકાઓમાં મેઘ મહેરથી ડેમોમાં નવા નીર( Water Income in Bhavnagar Dams) આવ્યા છે. એક મહિનામાં પાણીના સ્ત્રોત ડેમોમાં વધ્યો છે. જિલ્લામાં ડેમોમાં કેટલું નીર અને હજુ ચોમાસુ બાકી છે ત્યારે જરૂર કેટલી જાણો.

Rain in Bhavnagar: જિલ્લાના ડેમોમાં આવ્યા નવા નીરથી આટલો કુલ વરસાદ અને ડેમોની સપાટી
Rain in Bhavnagar: જિલ્લાના ડેમોમાં આવ્યા નવા નીરથી આટલો કુલ વરસાદ અને ડેમોની સપાટી

ભાવનગર:શહેર અને જિલ્લામાં મેઘો(Rain in Bhavnagar) ઓળઘોળ છે. જિલ્લામાં દરેક તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. સૌથી ઓછો ઘોઘામાં તો વધુ ભાવનગર તાલુકામાં વરસાદ નોંધાયો છે. ડેમોની સ્થિતિએ જોઈએ તો વધુ આવક(Bhavnagar Dams Water level ) શેત્રુંજીમાં થઈ રહી છે.

શહેર અને જિલ્લામાં મેઘરાજાની સવારી બાદ સિઝનનો વરસાદ - ભાવનગર જિલ્લાના કુલ 10 તાલુકામાં વરસાદ નોંધાયો છે. તાલુકામાં જોઈએ તો સિઝનનો કુલ વરસાદ ભાવનગર 192 mm, ઘોઘા 55 mm,પાલીતાણા 133 mm, જેસર 127 mm, તળાજા 172 mm, મહુવામાં 344 mm, ગારીયાધાર 183 mm,સિહોર 106 mm,વલભીપુર 165 mm,ઉમરાળા 107 mm. જિલ્લાનો કુલ 158 mm વરસાદ નોંધાયો છે.જિલ્લામાં કુલ 589 mm વરસાદની જરૂરિયાત હોય છે.

આ પણ વાંચો:કચ્છ પાણી પાણી : ડેમોમાં નવા નીરના વધામણા, VIDEO

જિલ્લાના ડેમો કેટલા અને શું સ્થિતિ પાણીની ડેમમાં -ભાવનગર જિલ્લાના કુલ 16 જેટલા ડેમો(Total Dams in Bhavnagar) છે. જેમાં સૌથી વધુ પાણીની આવક શેત્રુંજી ડેમમાં(Shetrunji Dam of Junagadh) થવા લાગી છે. શેત્રુજી ડેમમાં જુનાગઢ અને અમરેલી પંથકના ઉપરવાસના સારા વરસાદના પહલે હજુ પણ નવા નિર્ણય આવક શરૂ છે. સિંચાઈ અધિકારી(Bhavnagar Irrigation Officer) એ એમ બાલધીયાએ જણાવ્યું હતું કે જુનના અંતે ડેમોમાં પાણીનો જથ્થો(Amount of Water in Dams) 7 ટકા જેવો હતો જે આજે 43 ટકા જેટલો છે. જિલ્લાના જીવાદોરી સમાન શેતેઉનજી ડેમમાં સારા એવા પાણીની આવક શરૂ છે. 21 ફૂટ સપાટી હતી તે 23 ફૂટે પોહચી છે. હાલમાં પણ ડેમમાં 807 ક્યુસેક પાણીની આવક(Surface of the Dams) સહેલું છે.

જિલ્લાના ડેમોની સપાટી અને ઓવરફ્લો સપાટી જાણો

આ પણ વાંચો:Upleta Venu 2 Dam: ઉપલેટાના વેણુ-2 ડેમનું છોડાશે પાણી, આ ગામડોઓને કરાયા એલર્ટ

હજૂ પણ નવા નિરની આવકની આશા -ઉપરોક્ત ડેમોમાં વરસાદના નવા નિરની આવક છે. હજુ વરસાદની આગાહી વચ્ચે જુનમાં 5 ટકા આવક સામે નવા નિરની આવકની આશા સેવાઈ છે. બગડ ઓવેફલો છે તો આ સિવાય મોટા ભાગના ડેમો 2 થી 3 મીટર માત્ર ઓવરફ્લોમાં બાકી રહ્યા છે.

ABOUT THE AUTHOR

...view details