ગુજરાત

gujarat

ઉનાળાની શરૂઆત થતાં ભાવનગરમાં અનેક લોકો થયા બેભાન, તમે પણ આટલું ધ્યાન રાખજો..!

By

Published : Mar 30, 2022, 12:21 PM IST

ઉનાળાની શરૂઆત થતાં ભાવનગરમાં કેટલા લોકો બેભાન થયા જુઓ, ને તમે પણ આટલું ધ્યાન રાખજો..!
ઉનાળાની શરૂઆત થતાં ભાવનગરમાં કેટલા લોકો બેભાન થયા જુઓ, ને તમે પણ આટલું ધ્યાન રાખજો..!

ભાવનગર શહેરમાં આકરા ઉનાળાનો પ્રારંભ (Today Temperature in Bhavnagar) થઇ ગયો હોવાનો અહેસાસ 108 કરાવી રહ્યું છે. ઉનાળાના પ્રારંભના સાત દિવસમાં સામે આવેલા આંકડાથી તમને પણ ગરમીનો (Bhavnagar Heat Illness) ડર સતાવા લાગશે. કોને ઉનાળામાં ખાસ ધ્યાન રાખવું પડશે તે આંકડા પરથી તમે નક્કી કરી શકો છો. જાણો

ભાવનગર :સમગ્ર રાજ્ય સાથે ભાવનગર જિલ્લામાં પણ ગરમીનો (Today Temperature in Bhavnagar) પારો ઊંચો જઈ રહ્યો છે. ગરમીના કારણે છાતીમાં દુખાવો, મૂર્છા આવી અને ઝાડા ઉલટી જરવા બનાવો બનતા રહે છે. તેને લઈને 108 ની સેવા ગરમીનો ભોગ બનેલા લોકો માટે (Bhavnagar Heat Illness) સેવા શરૂ કરી છે. ગરમીના પ્રારંભમાં આવેલા આંકડા ચોંકાવનારા છે. કોણે આ આંકડા બાદ ચેતી જવું પડશે જાણો.

ઉનાળામાં 108ની ગરમીનો ભોગ બનેલા માટે સેવા અને સૂચનો

આ પણ વાંચો :Gujarat Weather Report : તાપમાનમાં 1 ડિગ્રીનો આવ્યો તફાવત, કેટલાક જિલ્લામાં હીટવેવની શક્યતા

ઉનાળામાં 108ની ગરમીનો ભોગ બનેલા માટે સેવા અને સૂચનો - ભાવનગર શહેરમાં ગરમીનો પારો દિવસે 35 ને વટી ચુક્યો છે. અને ધીરે ધીરે 40 ને પાર થવા આગ તાપ વધતો હોય તેમ લાગે છે. શહેરમાં ફરતી 108 સેવા હવે ગરમીમાં ભોગ બનેલા લોકો માટે સક્રિય અને સજાગ બની ગઈ છે. 108 એ ભાવનગરીઓ (108 Service in Bhavnagar) માટે 11 જેટલા સૂચનો પણ આપ્યા છે. જેમાં પ્રથમ તડકામાં બહાર બિન જરૂરી ના નીકળવા જણાવ્યું છે. તો પાણી પૂરતા પ્રમાણમાં લેવું, લીંબુ રસ આરોગવા અને મજૂરી કામ કરનારા લોકોને બને તો દર 2 કલાકે 15 મિનિટ છાંયડામાં બેસીને પાણી કે લીંબુરસ આરોગ જેવા સૂચનો છે.

આ પણ વાંચો :Bhavnagar Murder Case: ભાવનગરમાં દારૂ પીવાં બાબતે 2 વર્ષ પહેલાં થયેલી હત્યામાં એક આરોપીને આજીવન કેદની સજા

આકરી ગરમીના પ્રારંભમાં પ્રથમ અઠવાડિયામાં કેટલા કેસ કોને ચેતવું પડશે -ભાવનગર શહેરમાં ગરમીનો પારો ઊંચકાતા લોકો પર અસર શરૂ થઈ ગઈ છે. 108 ના ભાવનગર, બોટાદ અને અમરેલીના વડા ચેતનભાઈએ જણાવ્યું હતું કે, ભાવનગરમાં છેલ્લા 7 દિવસમાં 251 કેસ ગરમીની અસર વાળા આવ્યા છે. જેમાં 33 છાતીમાં દુખાવો થવો અને 35 જેટલા મૂર્છા એટલે બેભાન થવાના (Summer sickness in Bhavnagar) કેસ આવ્યા છે. જ્યારે ઉલટી ઝાડાના 42 કેસ છે. આમ જોઈએ તો બોટાદમાં 7 દિવસમાં 31 કેસ અને અમરેલીમાં 107 જેટલા કેસ નોંધાયા છે. આ દરેક કેસમાં 108 એ સ્થળ પર પહોંચી દર્દીને સારવાર આપી છે અને જરૂરિયાત વાળાને હોસ્પિટલ (Bhavnagar Hospital) પહોંચાડ્યા છે.

ABOUT THE AUTHOR

...view details