ગુજરાત

gujarat

TB Cases In Bhavnagar: કોરોના બાદ ભાવનગરમાં ટીબીનો કહેર, આ વર્ષે નોંધાયા 2,364 કેસ

By

Published : Dec 25, 2021, 4:58 PM IST

કોરોનાએ (coronavirus in india) લોકોના જીવન અને સ્વાસ્થ્ય પર અનેક માઠી અસરો (corona effect on health and human life in india) કરી છે. ફરી એકવાર કોરોનાના કેસો (corona cases in gujarat) વધી રહ્યા છે, ત્યારે ભાવનગરમાં કોરોનાની બીજી લહેર (corona second wave in gujarat) બાદ ટીબીના કેસોમાં ઘણો જ (TB Cases In Bhavnagar) વધારો થયો છે.

TB Cases In Bhavnagar: કોરોના બાદ ભાવનગરમાં ટીબીનો કહેર, આ વર્ષે નોંધાયા 2,364 કેસ
TB Cases In Bhavnagar: કોરોના બાદ ભાવનગરમાં ટીબીનો કહેર, આ વર્ષે નોંધાયા 2,364 કેસ

ભાવનગર: ભાવનગર મહાનગરપાલિકા વિસ્તારમાં કોરોના (coronavirus in india) પહેલા અને કોરોના બાદ ટીબીના કેસો (TB Cases In Bhavnagar)માં વધારો જોવા મળ્યો છે. કોરોનાની બીજી લહેર બાદ (corona second wave in gujarat) તો ટીબીના કેસોમાં વધારે ઉછાળો આવ્યો છે. ઉલ્લેખનીય છે કે ટીબી અને કોરોનાના 2 લક્ષણો (symptoms of tb and covid 19) એક સમાન છે. આ લક્ષણો કયા છે અને બંને રોગો ફેફસાના છે ત્યારે લોકોએ હવે કોરોના સાથે ટીબીનો રિપોર્ટ કરાવવો શુ જરૂરી છે કે કેમ તેના વિશે ટીબી વિભાગના અધ્યક્ષ પી.કે. સિંઘ દ્વારા જણાવવામાં આવ્યું હતું.

તાવ કે ઉધરસ હોય તો કોરોના સાથે ટીબીનો પણ ટેસ્ટ કરાવવો જોઈએ.

કોરોના અને ટીબીમાં 2 લક્ષણો એકસમાન

ઉલ્લેખનીય છે કે ભાવનગર શહેરમાં કોરોના પહેલા (corona in bhavnagar) ટીબીના કેસ ઓછા હતા. 2019માં કોરોના આવ્યા બાદ ટીબીના કેસ અચાનક વધી ગયા છે. ટીબી અને કોરોનાના 2 લક્ષણો સરખા છે. કોરોના સાથે આ 2 લક્ષણો હોય તો ખાસ તપાસ કરાવવી જરૂરી છે. ભાવનગર શહેરી વિસ્તારમાં 2019 માર્ચ સુધીમાં ટીબીના કેસ 1,652 આવ્યા હતા. આ કેસ 2020માં 1,739 થઈ ગયા, જ્યારે હાલ 2021માં આ કેસ 2,364 થઈ ગયા છે.

જે રીતે કેસો વધી રહ્યા છે ત્યારે જાગૃત રહેવું લોકો માટે જરૂરી બની ગયું છે.

ટીબીના વધતા કેસોથી લોકોએ સાવધાન રહેવું જરૂરી

ટીબી વિભાગ (tb department sir t hospital bhavnagar) દ્વારા આંકડા વધવા સામે લોકોને અપીલ કરવામાં આવી છે. ટીબી વિભાગના અધ્યક્ષ પી.કે. સિંઘ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, આંકડાઓ વધવા પામ્યા છે. કોરોના પહેલા કેસ ઓછા હતા, પરંતુ 2 વર્ષમાં કોરોનાના સમયમાં કેસો વધી ગયા છે. ભાવનગર સર ટી હોસ્પિટલમાં ટીબી હોસ્પિટલની વ્યવસ્થા છે, પરંતુ જે રીતે કેસો વધી રહ્યા છે ત્યારે જાગૃત રહેવું લોકો માટે જરૂરી બની ગયું છે.

ભાવનગર શહેરી વિસ્તારમાં 2019 માર્ચ સુધીમાં ટીબીના કેસ 1,652 આવ્યા હતા.

તાવ કે ઉધરસ હોય તો કોરોના સાથે ટીબીનો પણ ટેસ્ટ કરાવવો

ભાવનગર મહાનગરપાલિકા વિસ્તારમાં આવતા કેસમાં એક વર્ષમાં ટીબીના 2019 બાદ 87 કેસ વધ્યા અને 2020 બાદ સીધા 625 કેસ વધ્યા, એટલે કે કોરોના આવ્યા બાદ ટીબીના દર્દીઓનું પ્રમાણ વધી ગયું છે. કોરોના બાદ ટીબીના કેસો વધવાનું કારણ ટીબી વિભાગના પી.કે. સિંઘે જણાવ્યું હતું કે, કોરોના અને ટીબીના 2 લક્ષણો સમાન છે, જેમાં ઉધરસ અને તાવનો સમાવેશ થાય છે. તાવ કે ઉધરસ હોય તો કોરોના સાથે ટીબીનો પણ ટેસ્ટ કરાવવો જોઈએ. ટીબી વિભાગ હાલ સ્ક્રીનિગ કરી રહી છે, જેમાં કેસો વધીને સામે આવી રહ્યા છે. ટીબી વિભાગ દ્વારા નિશ્ચય મિશન યોજના તળે 2020ના 1,739 દર્દીઓને 25 લાખ કરતા વધુની સહાય પણ આપી દેવામાં આવી છે. અધિકારીએ લોકોને જાગૃત રહેવા જણાવ્યું છે કે, કોરોના બાદ ટીબીના વધેલા કેસ ચિંતાજનક છે.

આ પણ વાંચો: Ladakh Centre at Gujarat University: બન્ને યુનિવર્સિટીની કેટલીક ડિગ્રી બન્ને જગ્યાએ ભણાવાશે

આ પણ વાંચો: Lakhpat Guruparab 2021 : લખપત ગુરુદ્વારામાં ખાતે ગુરુ નાનકદેવના 552 પ્રકાશ પર્વની ધામધૂમપૂર્વક ઉજવણી

ABOUT THE AUTHOR

...view details