ગુજરાત

gujarat

Sir T Hospital Dilapidated : સર ટી હોસ્પિટલમાં હજારો લોકોના જીવ સાથે ચેડાં

By

Published : May 27, 2022, 3:22 PM IST

ભાવનગર શહેરની સર ટી હોસ્પિટલ મહારાજા (Bhavnagar Sir T Hospital) તખ્તસિંહજીએ પ્રજાના હિતમાં આરોગ્યની સુવિધા ઉભી કરી હતી. જુના બિલ્ડીંગ પાસે સાત માળની બિલ્ડીંગ આશરે 15 વર્ષ પહેલાં બાંધવામાં (Sir T Hospital Dilapidated) કરવામાં આવી હતી. જે બિલ્ડીંગ હવે લોકોના જીવનું જોખમ બની ગઈ છે. હોસ્પિટલની ડબલ મનોવૃત્તિના કારણે અંતે લોકોના જીવ સાથે ચેડાં થઈ રહ્યા છે.

Sir T Hospital Dilapidated : સર ટી હોસ્પિટલમાં હજારો લોકોના જીવ સાથે ચેડાં
Sir T Hospital Dilapidated : સર ટી હોસ્પિટલમાં હજારો લોકોના જીવ સાથે ચેડાં

ભાવનગર : ભાવનગર શહેરની સર ટી હોસ્પિટલમાં (Bhavnagar Sir T Hospital) હજારો દર્દીઓની અવનજવન છે. લોકોની અવરજવર વચ્ચે ખંડેર બનતા જતા હોસ્પિટલના સળિયા પણ બિંબમાં દેખાવ લાગ્યા છતાં રહી રહીને હોસ્પિટલ સત્તા વાહકોએ આ બિલ્ડીંગ જર્જરિત હોવાના (Sir T Hospital Dilapidated) પાટીયા માર્યા છે. જર્જરિત બિલ્ડીંગ હોવા છતાં ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. હજારો આવતા જતા લોકોને જીવ સાથે સરકાર ખુલ્લે આમ ચેડાં કરી રહી હોવા છતાં કામગીરી માત્ર કાગળ પર છે અને જવાબદાર આંખ આડા કાન કરી રહ્યા છે.

સર ટી હોસ્પિટલમાં હજારો લોકોના જીવ સાથે ચેડાં

આ પણ વાંચો :Doctors Strike in Bhavnagar : ડોકટર હડતાળ વચ્ચે ભાવનગર સર ટી હોસ્પિટલમાં સ્થિતિનું રિયાલિટી ચેક જુઓ

લોકોના જીવનું જોખમે -ભાવનગરની સાત માળની નવી બિલ્ડીંગમાં હાલ નાનકડા કાગળમાં લખીને પાંચ વર્ષ બાદ હોસ્પિટલના સત્તાવાળાઓએ પ્રજા હિતમાં નોટિસ લખી છે. કાગળમાં લખ્યું છે કે આ બિલ્ડીંગનો ભાગ જર્જરિત છે તેથી દૂર રહેવું. હવે તમને એમ થશે તો ઉપયોગ કેમ કરવામાં આવે છે. હા આ પ્રશ્નનો જવાબ મેળવવા અમે હોસ્પિટલ સુપ્રિટેન્ડેન્ટ ડો જયેશ બ્રહ્મભટ્ટનો સંપર્ક કરવાની કોશિશ કરી રો તેઓ ફોન ઉઠાવ્યો નહિ. ઇન્ટરવ્યૂ લેવા હોસ્પિટલના કોઈ વ્યક્તિ બોલવા તૈયાર નથી. બિલ્ડીંગની હાલત દ્રશ્યમાં નિહાળશો તો એમ લાગશે કે આ ગમે ત્યારે ધરાશાયી થઈ શકે છે.

સર ટી હોસ્પિટલ જર્જરિત

હોસ્પિટલમાં કેટલા લોકોની અવાર જવર અને કેટલા વિભાગ- ભાવનગર સર ટી હોસ્પિટલમાં રોજની સવારે (Sir T Hospital Treatment) અને સાંજે મળીને જોઈએ તો OPD માત્ર 1500 આસપાસ હોય છે. આ સિવાય સ્કિન, ઓર્થોપેડિક, આંખ, દાંત જેવા વિભાગો અને તેના વોર્ડ આવેલા છે. જેમાં પણ દર્દીઓ સારવાર જર્જરિત બિલ્ડીંગમાં લઈ રહ્યા છે. હજારો લોકોથી ભરેલી બિલ્ડીંગ જર્જરિત છે અને હોસ્પિટલ સત્તા વાહકો ખુદ નોટિસો મારે છે કે બિલ્ડીંગ જર્જરિત છે દૂર રહેવું ત્યારે કોઈ મોટી દુર્ઘટના ઘટે તો જવાબદાર કોણ ? હાલ તો હજારો લોકોના જીવ સાથે રોજ ચેડાં થઈ રહ્યા છે અને સરકાર અને હોસ્પિટલ તંત્ર મુક પ્રેક્ષક બનીને જોઈ રહી છે.

નોટીસ

આ પણ વાંચો :TB Cases In Bhavnagar: કોરોના બાદ ભાવનગરમાં ટીબીનો કહેર, આ વર્ષે નોંધાયા 2,364 કેસ

જર્જરિત બિલ્ડીંગ મુદ્દે સરકારનું વલણ અને જવાબ -સર ટી હોસ્પિટલના સાત માળ (Bhavnagar Dilapidated Building) માટે રાજ્ય સરકારમાં પાંચ વર્ષ પહેલાં જાણ સર ટી હોસ્પિટલના PIU વિભાગ દ્વારા કરવામાં આવ્યા બાદ વચ્ચે ઇન્સ્પેકશન થયું અને બિલ્ડીંગ પાડી દેવા જણાવ્યું હતું. પરંતુ, બાદમાં સરકારે હજુ રીપેરીંગ થઈ શકે તેવા સમાચાર આવતા હોસ્પિટલના PIU વિભાગે અંદાજે 10 કરોડના ખર્ચ સાથેનું એસ્ટીમેન્ટ મોકલી આપ્યું છે. જે હજુ સુધી કોઈ સરકારમાંથી જવાબ નથી આવ્યો તેમ PIU ના મદદનીશ એન્જિનિયર નીતિન બાવળીયાએ જણાવ્યું હતું.

ABOUT THE AUTHOR

...view details