ગુજરાત

gujarat

ભાવનગરમાં વરસાદે ખેડૂતોની મહેનત પર ફેરવ્યું પાણી

By

Published : Dec 12, 2020, 1:45 PM IST

ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં આવેલી મગફળી પલળી ગઈ હતી. બે હજાર ગુણી મગફળી યાર્ડમાં હોઈ જે અચાનક માવઠું આવતા પલળી જતા નુકસાનની ભીતિ સેવાઈ રહી છે. યાર્ડમાં અંતમાં આવતી છેલ્લી મગફળી માવઠાનો શિકાર બની હતી.

ભાવનગરમાં વરસાદે ખેડૂતોની મહેનત પર ફેરવ્યું પાણી
ભાવનગરમાં વરસાદે ખેડૂતોની મહેનત પર ફેરવ્યું પાણી

  • ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં માવઠામાં મગફળી પલળી
  • મગફળી પર પાણી ફરી જતા વેપારી અને ખેડૂતને નુકસાન
  • પાલીતાણામાં સૌથી વધારે તળાજામાં 16 મિમી વરસાદ

ભાવનગર શહેર અને જિલ્લામાં વરસાદની આગાહીને પગલે જિલ્લામાં ભાવનગર અને ઘોઘા તાલુકામાં વરસાદ નોંધાવા થયો છે ત્યારે ભાવનગર યાર્ડમાં રહેલી મગફળી ફરી પલળી જતા વેપારી અને ખેડૂત બંનેને નુકસાન થવા પામ્યું છે.

ભાવનગરમાં વરસાદે ખેડૂતોની મહેનત પર ફેરવ્યું પાણી
વરસાદની આગાહી બાદ ક્યાં નુકસાનભાવનગર તાલુકા 24 મિમી, ઘોઘા 26 મિમી, જેસર 8 મિમી, તળાજા- 16 મિમી, પાલીતાણા- 15 મિમી, મહુવા- 18 મિમી અને સિંહોર- 8 મિમી આમ તાલુકામાં હવામાન ખાતાની આગાહી બાદ મોડી રાત્રે વરસાદ નોંધાવા પામ્યો છે. જોકે, વરસાદને પગલે યાર્ડમાં મગફળી પલળી જવાના કિસ્સા સામે આવ્યા છે. જોકે, મગફળીની આવક ઘટી ગઈ છે પણ હાલ યાર્ડમાં પલળી ગયેલી મગફળીથી નુકસાન જરૂર થયું છે
ભાવનગરમાં વરસાદે ખેડૂતોની મહેનત પર ફેરવ્યું પાણી
મગફળી પલળી જવાથી કોને નુકસાનભાવનગર યાર્ડમાં આશરે 2 હજારથી વધુ ગુણી હરાજી માટે આવી હતી. જેમાં મોટા ભાગની ગુણી પલળી ગઈ છે. મગફળી પલળી જવાથી ક્યાંક ખેડૂત અને ક્યાંક મોટા ભાગે વેપારીઓને નુકસાન થયું છે. જોકે, મોડી રાતના વરસાદ બાદ મગફળીને ઢાંકવાની પણ કેટલાક વેપારી અને ખેડૂત દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી, જેથી તેનો બચાવ થઈ શક્યો છે.

ABOUT THE AUTHOR

...view details