ગુજરાત

gujarat

ભાવનગર APMCમાં 29મી સુધી મગફળી ન લાવવાનો આદેશ, તામિલ વેપારીઓના ભાવનગરમાં ઘામા

By

Published : Oct 27, 2020, 10:42 PM IST

ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં મગફળીની વ્યાપક આવક થતા આગામી 3 દિવસ સુધી મગફળીની આવક પર પ્રતિબંધ મૂક્યો છે. આ સાથે હાલ ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં તામિલનાડુના વેપારીઓ પણ મગફળીની ખરીદી કરવા માટે આવ્યા હોવાનું સામે આવ્યું છે.

Bhavnagar Marketing Yard
Bhavnagar Marketing Yard

  • ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં મગફળીની મબલખ આવક
  • ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં 29 તારીખ સુધી મગફળી ન લાવવા આદેશ
  • તામિલનાડુના વેપારીઓ મગફળીની ખરીદી કરવા ભાવનગર આવ્યા

ભાવનગર : માર્કેટિંગ યાર્ડમાં મોટાભાગે ખેડૂતોને એવા આદેશ થતા હોય કે, ડુંગળીની આવક વધતા આગામી અમુક દિવસ ડુંગળી ન લાવવા જણાવવામાં આવતું હોય છે, પણ વર્ષે ચાલ્યા જતા ચોમાસામાં પાક નિષ્ફળ જવાની ચર્ચા વચ્ચે મગફળીની મબલખ આવક થઈ રહી હોવાથી 3 દિવસ યાર્ડમાં ભરાવો હોવાથી નહીં લાવવા જણાવવામાં આવ્યું છે સાથે તામિલનાડુના વેપારીઓ ખરીદી માટે આવ્યા હોવાથી ખરીદી નીકળી હોવાનું વેપારીઓ માની રહ્યા છે.

ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં મગફળીની મબલખ આવક

ખેડૂતોને 29 ઓક્ટોબર સુધી મગફળી ન લાવવાનો આદેશ

હાલમાં ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં ચાલતી સામાન્ય હરાજીમાં મગફળીનો ભરાવો થઈ ચૂક્યો છે. ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં આમ તો ડુંગળી આવતા ભરાવો થતા ડુંગળી લાવવાની મનાઈ કરવામાં આવતી હોય છે. ચાલુ વર્ષનું ચોમાસામાં ભારે વરસાદ અને મગફળીના પાકને ભારે નુકસાનની વાતો વચ્ચે મગફળીની વ્યાપક આવક થઇ રહી છે. ભાવનગર યાર્ડમાં 5 હજાર ગુણી કરતા વધુ ગુણીની આવક થઈ રહી છે. આ સાથે મંગળવારથી ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં મગફળી ન લાવવા આદેશ કર્યો છે. 3 દિવસ સુધી ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં મગફળી એટલે 29 તારીખ સુધી ન લાવવા માટે આદેશ કરવામાં આવ્યા છે.

ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં 29મી સુધી મગફળી ન લાવવાનો આદેશ

ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં તામિલનાડુના વેપારીઓના ધામા

છેલ્લા 5 દિવસથી ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં તામિલનાડુથી વેપારીઓ મગફળીની ખરીદી કરવા માટે આવ્યા છે. ETV BHARATની ટીમે તેમની સાથે વાતચીત કરી હતી, પણ તેઓ કેમેરા સામે કશું બોલવા તૈયાર થયા ન હતા.

તામિલનાડુના વેપારી શા માટે ભાવનગર આવ્યા છે?

તામિલ વેપારીએ જણાવ્યું કે, તામિલનાડુમાં મગફળીના વાવેતર માટે તેમને મગફળીનો મોટો દાણો જોઈએ છે. એટલે કે ભાવનગરની મગફળી તામિલનાડુ રાજ્યના ખેડૂતોને વાવેતર કરવા માટે આપવાના હેતુથી ખરીદવામાં આવ્યા છે. તેમને દર વર્ષે આવે છે અને ખાસ જામનગર કે ગોંડલ તરફ જતા હોય છે, પણ આ વર્ષે એ તરફના વધારે વરસાદના પગલે દલાલના જણાવ્યા મુજબ ભાવનગર પસંદ કર્યું અને મગફળીની ખરીદી કરી છે.

ABOUT THE AUTHOR

...view details