ગુજરાત

gujarat

ભાવનગરમાં ફ્લાયઓવરનું કામ પૂરું કરવામાં તંત્રને ખરેખર રસ જ નથી કે શું...

By

Published : Jun 9, 2022, 11:06 AM IST

ભાવનગરમાં શહેરના એકમાત્ર ફ્લાયઓવરનું કામ (The only flyover in Bhavnagar) ખૂબ જ ગોકળગાયની ગતિએ ચાલી રહ્યું છે. ફ્લાયઓવરના આ કામમાં અનેક અડચણો (Obstacles to flyover work) આવતી જ રહે છે. તેવામાં હવે તેની કામગીરીની શું સ્થિતિ છે. તેમ જ કામ ક્યારે પૂર્ણ થશે તે જોઈએ આ અહેવાલમાં.

ભાવનગરમાં ફ્લાયઓવરનું કામ પૂરું કરવામાં તંત્રને ખરેખર રસ જ નથી કે શું...
ભાવનગરમાં ફ્લાયઓવરનું કામ પૂરું કરવામાં તંત્રને ખરેખર રસ જ નથી કે શું...

ભાવનગરઃ શહેરમાં એકમાત્ર ફ્લાયઓવર દેસાઈનગરથી શાસ્ત્રીનગર (Desainagar to Shastrinnagar flyover) સુધી તૈયાર થઈ રહ્યો છે. આ ફલાયઓવરમાં પહેલાં રેલવેની જમીન નહીં મળતા ડાયવર્ઝન કરવામાં વિલંબ થયો હતો. જ્યારે હવે એ મહાનગરપાલિકાની ભૂલે સમયમર્યાદા પૂર્ણ (Flyover work deadline completed) થવા છતાં કામ પૂર્ણ થશે નહીં. મહાનગરપાલિકાની નજર સામે સરિતા શોપિંગ સેન્ટર (Sarita Shopping Center) નડતર છતાં આંખ આડા કાન કરવામાં આવી રહ્યા છે. આ સાતે જ મહાનગરપાલિકાની નીતિ સામે સવાલ ઊભા થયા છે.

ફ્લાયઓવરના આ કામમાં અનેક અડચણો આવી

આ પણ વાંચો-પોરબંદરમાં સ્પ્લિટ ફ્લાયઓવરનું લાઈટબિલ ભરવાનું નગરપાલિકાએ સ્વીકારતા ફ્લાયઓવર રોશનીથી ઝગમગી ઉઠ્યો

ફલાય ઓવરની સમય મર્યાદા અને કિંમતમાં પડશે ફેર? -શહેરનો એક માત્ર ફલાયઓવર 115 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થઈ રહેલા ફ્લાયઓવરનું કામ હજી પણ પૂર્ણ થયું નથી. ત્યારે રોડ વિભાગના અધિકારી એમ. ડી. મકવાણાએ જણાવ્યું હતું કે, સમય મર્યાદા પૂર્ણ થવા આવી છે પણ કોરોના કાળ અને રેલવેની જમીન લેવામાં થયેલા વિલંબના કારણે કોન્ટ્રાકટરને સમય મર્યાદામાં વધારો કરી (Flyover work deadline completed) આપવો પડશે. જોકે, આ 115 કરોડ રૂપિયાનો પ્રોજેકટ છે. તેમાં કોઈ વધારો કરવામાં આવશે નહીં.

ફ્લાયઓવરના આ કામમાં અનેક અડચણો આવી

આ પણ વાંચોઃડાકોર ખાતે નાયબ મુખ્યપ્રધાન નિતિન પટેલે ફ્લાયઓવર બ્રિજનું ઈ-ખાતમુહૂર્ત કર્યુ

ફલાય ઓવર આડે નડતર શોપિંગ સેન્ટર અને રોડ વિભાગ -ભાવનગર મહાનગરપાલિકાએ જ વર્ષો પહેલા ઊભા કરેલા શોપિંગ સેન્ટર સામે આંખ આડા કાન કરતું આવ્યું છે. હાલમાં જૂનું શોપિંગ સેન્ટર તોડીને સર્વિસ રોડના છેડે નવું બનાવી આપી સર્વિસ રોડની જગ્યામાં દબાણ થયું છે. રોડ વિભાગ અધિકારીએ જણાવ્યું હતું કે, શોપિંગ સેન્ટરના દાદરે સર્વિસ રોડ પૂર્ણ થશે. એટલે પાર્કિંગ સમસ્યા તો થશે, પરંતુ આ જવાબદારી ટીપી વિભાગની છે. અમારે જોઈતી જગ્યા પ્રમાણે રોડ પૂરતી જમીન મળી ગઈ છે.

ફ્લાયઓવરનું કામ પૂર્ણ ન થતા લોકોને હાલાકી

કોણે કર્યો વિરોધ અને શા માટે મહાનગરપાલિકામાં બધા મૌન -ભાવનગર સરિતા શોપિંગ સેન્ટર (Sarita Shopping Center) જૂનું તોડીને ફરી નવું કરવામાં આવ્યું જે સૌ કોઈ જાણે છે કે, હળાહળ ખોટું થઈ રહ્યું છે. ત્યારે હવે યુવક કૉંગ્રેસ પ્રમુખે વિરોધ વ્યક્ત કરીને આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. ત્યારે ભાજપે ફલાય ઓવર બને છે અને જ્યાં ફલાયઓવર બને છે. તે સ્થળો પર જગ્યાના અભાવ અને દબાણો હોવા છતાં મહાનગરપાલિકાના શાસકો મૌન સેવીને બેઠા છે. ચૂપચાપ બધું ખોટું થઈ રહ્યું છે અને લોકો પરેશાની ભોગવી રહ્યા છે.

ABOUT THE AUTHOR

...view details