ગુજરાત

gujarat

LIC એજન્ટ એસોસિએશને સરકારની નીતિ સામે વિરોધ કર્યો

By

Published : Mar 23, 2021, 4:22 PM IST

LIC એજન્ટ એસોસિએશને આજે મંગળવારે સરકારની નીતિ સામે અનોખો વિરોધ કર્યો હતો, તેમજ પોતાની પડતર માગોને લઈને સૂત્રોચ્ચાર કર્યા હતા.

LIC એજન્ટ એસોસિયેશને સરકારની નીતિ સામે અનોખો વિરોધ કર્યો
LIC એજન્ટ એસોસિયેશને સરકારની નીતિ સામે અનોખો વિરોધ કર્યો

  • LIC એજન્ટ એસોસિએશને કર્યો વિરોધ
  • સરકારની નીતિ સામે દર્શાવ્યો વિરોધ
  • પોતાની માગને લઈ કર્યા સૂત્રોચ્ચાર

ભાવનગરઃ નિલમબાગ ખાતે આવેલી LIC કચેરી ખાતે LIC એજન્ટ એસોસિએશને સરકારની નીતિઓ સામે વિરોધ કર્યો હતો અને પોતાની માગને લઈ સૂત્રોચ્ચાર કર્યા હતા. LIC એજન્ટ એસોસિએશને રાષ્ટ્રીય લાઈફ ઇન્સ્યોરન્સ એજન્ટ ફેડરેશન ઓફ ઇન્ડિયા 1964ના જણાવ્યાં પ્રમાણે વિરોધ પ્રદર્શન અને કાર્યક્રમ આપ્યો હતો.

LIC એજન્ટ એસોસિએશને સરકારની નીતિ સામે વિરોધ કર્યો

સરકારની પ્રાઇવેટાઇઝેશન પદ્ધતિ સામે વિરોધ કર્યો

ભાવનગર LIC એસોસિએશનના એજન્ટોએ રાષ્ટ્રીય કક્ષાના ફેડરેશનના આદેશ મુજબ રેસ્ટ ડે તરીકે બપોરે 12 થી 1 સુધી સરકારની પ્રાઇવેટાઇઝેશન પદ્ધતિ સામે વિરોધ વ્યક્ત કર્યો હતો. કમિશનમાં વધારો કરવો, એજન્ટ ગ્રેચ્યુઇટીમાં વધારો, એજન્ટ ટર્મ ઇન્સ્યોરન્સમાં વધારો અને કલબ મેમ્બરશીપમાં રાહત આપવાની માગ કરી હતી.

ABOUT THE AUTHOR

...view details