ગુજરાત

gujarat

તળાજાના ટીમાણાં ગામે પતિએ ચારિત્રની શંકાના આધારે પત્નીની હત્યા કરી

By

Published : Feb 17, 2021, 4:32 PM IST

તળાજાના ટીમણાં ગામે પતિએ પત્નીની ચારિત્રની શંકાના આધારે હત્યા કરી છે. મૃતકને ચાર દીકરી અને એક દીકરો છે. હાલ આરોપીની પોલીસે ધરપકડ કરી છે.

પતિએ કરી પત્નીની હત્યા
પતિએ કરી પત્નીની હત્યા

  • તળાજાના ટીમાણાં ગામે પતિએ કરી પત્નીની હત્યા
  • ચરિત્રની શંકાએ પતિએ કરી પત્નિની હત્યા
  • મતકને 4 નાની બાળકી અને એક પૂત્ર હતો

ભાવનગર :ગત રાત્રિના તળાજાના ટીમણાં ગામે શોભનાબેન ચુડાસમાની તેના જ પતિ ઘનશ્યામ ચુડાસમાએ છરીના ઘા ઝીંકીં હત્યા કરી નાખી છે. ઘટનાની વિગત એવી છે કે, તળાજા તાલુકાના ટીમાણાં ગામે રહેતા અને મજૂરી કામ કરતા ઘનશ્યામ દનુભાઈ ચુડાસમાએ તેની પત્ની શોભણાબેન પર ચારિત્રની શંકા કરીને મોતને ઘાટ ઉતારી દીધી છે. જેમાં શોભણાબેનના ભાઈ લાલા ભાઈના કહેવા મુજબ, તેના બનેવી ઘનશ્યામ કંઈ કમાતા ન હોય તેની બહેન વારંવાર કમાવા બાબતે કહેતા બંન્ને વચ્ચે ઝઘડો થતો હતો.

મૃતક

ચરિત્રની શંકા હોવાને લીધે હત્યા કરી

જ્યારે બહારથી મળતી વાતો મુજબ, તેનો પતિ ઘનશ્યામ વારંવાર તેના પર ચરિત્રની શંકા કરતો હોય ઘરમાં ઝઘડો થતો હતો અને આ ઝઘડો અંતે ખૂનમાં પરિણમ્યો હતો. મૃતકને 4 દીકરીને એક દીકરો છે.

આરોપી બપાડાના પાટીયા પાસેથી ઝડપાઇ ગયો

મોડીરાત્રે શોભનાબેનને મોતને ઘાટ ઉતારીને આરોપી પતિ ફરાર થઈ ગયો હતો. તળાજા પોલીસને જાણ થતાં તળાજા પોલીસ ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી હતી. જ્યારે ફરાર આરોપીને પકડવા માટે પણ જાળ બિછાવી હતી. આરોપી બપાડાના પાટિયા પાસેથી ઝડપાઈ ગયો હોવાનું જાણવા મળે છે. તળાજા પોલીસ આ બાબતે હજી કઈ કહેતી નથી.

ABOUT THE AUTHOR

...view details