ગુજરાત

gujarat

ભાવનગરમાં વાવાઝોડાના કારણે કુલ 31,000 હેકટર પાકોમાં ભારે નુકસાન: સર્વે

By

Published : Jun 5, 2021, 10:23 PM IST

તૌકતે વાવાઝોડાએ અનેક જિલ્લાઓમાં તબાહી મચાવી હતી. ત્યારે, ભાવનગરમાં પણ વાવાઝોડાએ ઉનાળું અને બાગાયતી પાકોને મોટા પ્રમાણમાં નુકસાન પહોંચાડ્યું છે. ત્યારે, નુકસાનીનો અંદાજ મેળવવા 133 જેટલી સર્વેની ટીમો દ્વારા 33 ટકાથી વધુ નુકસાન ધરાવતા 647 જેટલા ગામોના સર્વેમાં અંદાજીત 31,000 હેકટરમાં વાવેલા પાકોની નુકસાની સામે આવી છે.

ભાવનગરમાં વાવાઝોડાના કારણે કુલ 31,000 હેકટરના પાકોમાં ભારે નુકસાન
ભાવનગરમાં વાવાઝોડાના કારણે કુલ 31,000 હેકટરના પાકોમાં ભારે નુકસાન

  • ભાવનગરના 10 તાલુકામાં વાવાઝોડાના કારણે પાકને ભારે નુકસાન
  • નુકસાનીનો અંદાજ મેળવવા 133 જેટલી સર્વેની ટીમો કામે લાગી
  • સર્વેમાં અંદાજીત 31,000 હેકટરમાં વાવેલા પાકોની નુકસાની

ભાવનગર: તૌકતે વાવાઝોડાએ ભાવનગર જિલ્લાના 10 તાલુકામાં ભારે તબાહી મચાવતા ઉનાળુ પાકને ભારે નુકસાન પહોંચાડ્યું છે. જિલ્લામાં અંદાજીત 40,000 હેક્ટરમાં ખાસ કરીને બાજરી, તલ, મગફળી, ડુંગળી જેવા ખેતીના પાકો અને બાગાયતી પાકોમાં લીંબુ, આંબા, નાળીયેરી વગેરેને નુકસાન થવા પામ્યુ છે. જે નુકસાનીનો અંદાજ મેળવવા 133 જેટલી સર્વેની ટીમો દ્વારા 33 ટકાથી વધુ નુકસાન ધરાવતા 647 જેટલા ગામોના સર્વેમાં અંદાજીત 31,000 હેકટરમાં વાવેલા પાકોની નુકસાની સામે આવી છે.

ભાવનગરમાં વાવાઝોડાના કારણે કુલ 31,000 હેકટરના પાકોમાં ભારે નુકસાન

આ પણ વાંચો:વાવાઝોડામાં નુક્શાનગ્રસ્ત જિલ્લાઓમાં માલધારીઓને સમાજ દ્વારા સહાય અર્પણ

તૌકતે વાવાઝોડામાં થયેલું ખેડૂતોનું નુકસાન

ઉનાળાની સીઝન દરમિયાન ભાવનગર જિલ્લાના ખેડૂતો દ્વારા ઉનાળુ પાકની સીઝન માટે ખેતીના પાકો જેવા કે બાજરી, તલ, મગફળી, ડુંગળી તેમજ બાગાયતી પાકો જેવા કે લીંબુ, કેરી, નાળીયેરી જેવા પાકોનું વાવેતર કરવામાં આવતું હોય છે. ગત 17 મેનાં રોજ ત્રાટકેલા તૌકતે વાવાઝોડાએ ભારે તબાહી મચાવી છે. જેમાં, ભાવનગર જિલ્લામાં ખેતીના પાકો પર વિપરીત અસર જોવા મળી રહી છે. જિલ્લામાં ખેતી અને બાગાયતી પાકોને નુકસાન થયું છે. જેથી ખેડૂતો ભારે મુશ્કેલીમાં મુકાયા છે. તૌકતે વાવાઝોડાએ એટલો બધો વિનાશ વેર્યો છે કે તેની અસરમાંથી બહાર આવતા ઘણો સમય વિતી જશે. ભાવનગર જિલ્લામાં અંદાજે 31,945 હેકટર ઉનાળુ વાવેતરમાં જિલ્લામાં ખાસ કરીને બાજરી, તલ, મગફળી, ડુંગળી અને બાગાયતી પાકોમાં લીંબુ, આંબા, નાળીયેરી વગેરેને વધુ નુકસાન ભારે નુકસાન થયું છે.

સર્વે દરમિયાન 33 ટકાથી વધુની નુકસાની

તાજેતરમાં જ રાજ્ય સરકાર તેમજ કેન્દ્ર સરકાર દ્વારા વાવાઝોડા દરમિયાન થયેલા નુકસાનીનો તાગ મેળવવામાં આવ્યો હતો. જે બાદ ભાવનગર જિલ્લાના 10 તાલુકામાં સૌથી વધુ નુકસાની ખેતીના પાકોની સામે આવી હતી. જે બાદ રાજ્ય સરકાર દ્વારા અસરગ્રસ્ત વિસ્તારોમાં ખેતીને થયેલા નુકસાનીનો તાગ મેળવવા ૧૩૩ જેટલી સર્વેની ટીમો બનાવી 10 દિવસમાં ખેતીના પાકોની નુકસાની અંગે સર્વે કરવામાં આવ્યો હતો. જેમાં, જિલ્લામાં અંદાજીત 47,000 હેક્ટરમાં ઉનાળુ પાકોનું વાવેતર કરવામાં આવેલું હતું તેમજ 20,000 હેકટરમાં બાગાયતી પાકોનું વાવેતર કરવામાં આવેલું હતું. જેમાં 10 જેટલા તાલુકામાં ખેતીના પાકોના નુકસાનીમાં 647 જેટલા ગામોમાં સર્વે દરમિયાન ૩૩ ટકાથી વધુ નુકસાની 31,000 હેક્ટરમાં સર્વે દરમિયાન નજરે આવતા અસરગ્રસ્ત ખેડૂતો માટે પાક નુકસાની સહાય માટે ફોર્મ ભરવાની કામગીરી તાલુકા કક્ષાએ કરવામાં આવી રહી છે. જે અંતર્ગત 60 ટકા જેટલા ફોર્મ અરજીઓ પર સહાય ચુકવણી પ્રક્રિયા ચાલી રહી છે.

ભાવનગરમાં વાવાઝોડાના કારણે કુલ 31,000 હેકટરના પાકોમાં ભારે નુકસાન

આ પણ વાંચો:તૌકતે વાવાઝોડા બાબતે સર્વે પૂરો થવાને આરે, તમામ ગ્રામ્ય વિસ્તારોમાં સુવિધાઓ ફરી ઉભી કરાઇ: મુખ્યપ્રધાન રૂપાણી

શું કહી રહ્યા છે ખેતીવાડી અધિકારી ?

વાવાઝોડા દરમિયાન ખેતીના ઉનાળુ પાકો તેમજ બાગાયતી પાકોના વાવેતરમાં થયેલી નુકસાની અંગે જિલ્લા ખેતીવાડી વિભાગ અધિકારી એસ. આર. કોસબીના જણાવ્યા અનુસાર, જિલ્લામાં વાવાઝોડા દરમિયાન ખેતીના પાકોને થયેલી નુકસાની અંગે 10 જેટલા તાલુકામાં 133 જેટલી સર્વેની ટીમો બનાવી 10 દિવસમાં નુકસાનીનો સર્વે રીપોર્ટ તૈયાર કરવામાં આવેલો છે. જે અંતર્ગત ઉનાળુ પાકો તેમજ બાગાયતી પાકોમાં 33 ટકાથી વધુ નુકસાની ધરાવતા 31,000 હેક્ટર વિસ્તારોના ખેડૂતોને નુકસાની સહાય માટે તાલુકા પર ફોર્મ ભરવાની કામગીરી ચાલી રહી છે. જેમાં 60 ટકા જેટલી કામગીરી પૂર્ણ થઇ ગઈ છે અને તે ખેડૂતોને સહાય ખાતામાં જમા કરવા માટેની પ્રક્રિયા કરવામાં આવી રહી છે.

શું કહે છે ખેડૂત આગેવાન

આગામી દિવસોમાં ચોમાસાની સીઝનની શરૂઆત થવા જઈ રહી છે. તેવા સમયે વાવાઝોડા દરમિયાન જિલ્લાના 10 તાલુકામાં ખેતીના પાકોને થયેલા નુકસાની બાદ ચોમાસા દરમિયાન પાકોનું વાવેતર ઝડપથી થઇ શકે તે માટે ખડૂતોને આપવામાં આવતી નુકસાનીની સહાય ખડૂતોને ઝડપથી મળે તેવી માંગ પણ ઉઠવા પામી છે.

ABOUT THE AUTHOR

...view details