ગુજરાત

gujarat

Health Centres in Bhavnagar: સરકારની ગ્રાન્ટ વાપરવામાં ધારાસભ્યોની કંજૂસાઈ, આરોગ્ય કેન્દ્રોમાં હવે થાય છે સાધનોની ખરીદી

By

Published : Jan 11, 2022, 3:43 PM IST

Updated : Jan 11, 2022, 4:43 PM IST

કોરોનાના કેસો (Corona Cases In Bhavnagar) વધી રહ્યા છે ત્યારે હવે ભાવનગર જિલ્લાના આરોગ્ય કેન્દ્રો (Health Centers in Bhavnagar)માં સાધનોની ખરીદી કરવામાં આવી રહી છે. ગ્રામીણ હોસ્પિટલો, આરોગ્ય વિભાગ મળતી નાણાકીય સહાય પ્રમાણે સાધનો વસાવી રહ્યું છે. જિલ્લાની 7 બેઠકોમાંથી માત્ર 3 ધારાસભ્યોએ જ ગ્રાન્ટ ફાળવી છે.

Health Centres in Bhavnagar: સરકારની ગ્રાન્ટ વાપરવામાં પણ ધારાસભ્યોની કંજૂસાઈ, આરોગ્ય કેન્દ્રોમાં હવે થઈ રહી છે સાધનોની ખરીદી
Health Centres in Bhavnagar: સરકારની ગ્રાન્ટ વાપરવામાં પણ ધારાસભ્યોની કંજૂસાઈ, આરોગ્ય કેન્દ્રોમાં હવે થઈ રહી છે સાધનોની ખરીદી

ભાવનગર: જિલ્લાના 10 તાલુકામાં 7 ધારાસભ્યની બેઠકો છે. 10 તાલુકામાં 48 PHC અને 13 CHC તો 6 અર્બન આરોગ્ય કેન્દ્રો (Urban Health Centers Bhavnagar)છે. ત્રીજી લહેરના પ્રારંભમાં કેસો વધી રહ્યા છે, ત્યારે જિલ્લા પંચાયત આરોગ્ય કેન્દ્ર (Health Centers in Bhavnagar) હજુ ખરીદી કરવામાં પડ્યું છે.કોરોનાક્યારે ઉછાળો (Corona Cases In Bhavnagar) મારે અને પરિસ્થિતિ કાબુ બહાર જાય તે કહેવાય નહીં, ત્યારે આવી સ્થિતિમાં જોઇએ કેટલા ધારાસભ્યએ કેટલી ગ્રાન્ટ આપી છે.

ત્રીજી લહેરના પ્રારંભમાં કેસો વધી રહ્યા છે, ત્યારે જિલ્લા પંચાયત આરોગ્ય કેન્દ્ર હજુ ખરીદી કરવામાં પડ્યું છે.

આરોગ્ય કેન્દ્રોમાં હવે થઈ રહી છે સાધનોની ખરીદી

ભાવનગર શહેર સાથે ગ્રામ્ય વિસ્તારની કોરોનાને પગલે (Corona In Bhavnagar) તૈયારી જોઈએ તો તરસ લાગે ત્યારે કૂવો ખોદવા જેવી છે. જિલ્લામાં આવેલા આરોગ્ય કેન્દ્રોમાં સાધનોની ખરીદી હવે થઈ રહી છે, જ્યારે ત્રીજી લહેર પીક (Corona Third Wave In Gujarat) પર છે. મત લેવા આવતા નેતાઓ ચૂંટાઈ ગયા પછી સરકારની પણ ગ્રાન્ટ વાપરવામાં કંજુસાઈ કરી રહ્યા છે.

જિલ્લાના આરોગ્ય કેન્દ્ર અને તેમાં સાધનોની સ્થિતિ

જિલ્લા પંચાયત હેઠળ PHC સેન્ટરો 48 છે. તો CHC સેન્ટર 13 જેટલા છે.

ભાવનગર જિલ્લા પંચાયત હેઠળ PHC સેન્ટરો 48 છે. તો CHC સેન્ટર 13 જેટલા છે, જ્યારે અર્બનના 6 આરોગ્ય કેન્દ્ર અને જિલ્લામાં તાલુકાની 2 મોટી હોસ્પિટલ પાલીતાણા અને મહુવામાં છે. આરોગ્ય અધિકારી એ.કે.તાવિયાડએ જણાવ્યું હતું કે, જિલ્લામાં 7 CHC સેન્ટરમાં હાલ ઑક્સિજન લાઇન નાંખવા માટે કમર કસવામાં આવી રહી છે, જેમાં તળાજા, ઠળિયા, બગદાણા, જેસર, વલભીપુર, ઉમરાળા અને ઘોઘા છે. મલ્ટીપલ મોનિટર જોઈએ તો PHC અને અર્બન હોસ્પિટલ 54 છે, જેની વચ્ચે માત્ર 11 મલ્ટીપલ મોનિટર છે. એટલે 43 આરોગ્ય કેન્દ્રમાં હજુ સુધી કોઈ મલ્ટીપલ મોનિટર નથી.

54 કેન્દ્રો વચ્ચે માત્ર 11 ECG મશીન

બાયપેક મશીન પર નજર નાખવામાં આવે તો 9ની ખરીદી કરાઈ છે, જ્યારે હજુ 52 જેટલા બાકી છે. જિલ્લાના આરોગ્ય કેન્દ્રમાં જંબો સિલિન્ડર ઓક્સિજન માટે 20 ઉપલબ્ધ છે. તો 410ની ખરીદી બાકી છે. ઑક્સિજન કન્સેન્ટ્રેટર (Oxygen Concentrator in Bhavnagar) 10 લીટર - 54 નંગ છે. 5 લીટરના 63 નંગ 61 જિલ્લાના આરોગ્ય કેન્દ્રની વચ્ચે છે. ECG મશીન 54 કેન્દ્રો વચ્ચે માત્ર 11 છે. હવે જિલ્લાની આ પરિસ્થિતિ આપણે સમજી શકીએ છીએ. અસુવિધાના કારણે ના છૂટકે ગ્રામ્યનો વ્યક્તિ શહેરની સરકારી સર ટી હોસ્પિટલ (sir t hospital bhavnagar) કે ખાનગીમાં જવા મજબૂર બને છે.

આ પણ વાંચો:Bhavnagar Love Jihad case 2022 : ભાવનગરમાં લવ જેહાદ બનાવની ચર્ચા પણ સત્ય શું ? જાણો શું બનાવ

જિલ્લામાં ચૂંટાયેલા પંચાયત સભ્ય અને ધારાસભ્યોએ કેટલી ગ્રાન્ટ ફાળવી?

ગ્રામીણ હોસ્પિટલો આરોગ્ય વિભાગને મળતી નાણાકીય સહાય પ્રમાણે સાધનો વસાવી રહી છે.

જિલ્લામાં 14 લાખ કરતા વધુ વસ્તી ગ્રામ્યની છે. ગ્રામીણ હોસ્પિટલો આરોગ્ય વિભાગને મળતી નાણાકીય સહાય (grant health department bhavnagar) પ્રમાણે સાધનો વસાવી રહી છે. હવે જોઈએ ભાવનગર જિલ્લાના કેટલા ધારાસભ્યોએ કેટલી ગ્રાન્ટ ફાળવી. જિલ્લામાં 7 બેઠકો છે, તેમાંથી માત્ર 3 ધારાસભ્યોએ જિલ્લામાં ગ્રાન્ટ ફાળવી છે. આરોગ્ય અધિકારી તાવીયાડના જણાવ્યા મુજબ, ઘોઘાના પરસોતમભાઈ સોલંકી ધારાસભ્યએ 45 લાખ ગ્રાન્ટ, આર સી મકવાણા મહુવાના ધારાસભ્યએ 27 લાખ, કોંગ્રેસના તળાજાના ધારાસભ્ય કનુભાઈ બારૈયાએ 35 લાખ ગ્રાન્ટ ફાળવી છે. આ સિવાય જિલ્લા પંચાયતના સભ્યોમાંથી માત્ર એક સભ્યએ 3 લાખની ગ્રાન્ટ ફાળવી છે.

અન્ય ગ્રાન્ટ

અન્ય ગ્રાન્ટ વિકાશીલ તાલુકા ઘોઘાને આયોજન મંડળે 70 લાખ, જિલ્લા આયોજન મંડળ (વહીવટી) ગ્રાન્ટ 1.4 કરોડ, જિલ્લા આયોજન કલેક્ટર 35 લાખ, તાલુકા આયોજન ગારીયાધાર 45 લાખ અને અમદાવાદના સાંસદ અમીબેન યાજ્ઞિકે ગારીયાધાર માટે 6 લાખની ગ્રાન્ટ ફાળવી છે. આમ આરોગ્ય વિભાગને આશરે 4.6 કરોડ કરતા વધુ ગ્રાન્ટ મળી છે. તેમ છતાં ખરીદી એ તરસ લાગે ત્યારે કૂવો ખોદવા બેસીએ તેવા સમયે થઈ રહી છે.

આ પણ વાંચો:Diet in covid time : કોરોનાકાળમાં અને ડાયાબિટિક દર્દીનું ભોજન કેવું જોઇએ? "ભઇડકું" કેમ મહત્વનું ? જાણો

Last Updated :Jan 11, 2022, 4:43 PM IST

ABOUT THE AUTHOR

...view details