ગુજરાત

gujarat

શેત્રુંજી ડેમના 50 દરવાજા ખોલવામાં આવ્યા

By

Published : Aug 25, 2020, 4:58 PM IST

ગીરના જંગલમાં ગત 2 અઠવાડિયાથી વરસાદ વરસી રહ્યો છે. જેના કારણે શેત્રુંજી નદીમાં પૂરના પાણી આવી રહ્યાં છે. જેથી તંત્રને ડેમના 50 દરવાજા ખોલવાની ફરજ પડી છે.

ETV BHARAT
શેત્રુંજી ડેમના 50 દરવાજા ખોલવામાં આવ્યા

ભાવનગરઃ ગીરના જંગલમાં પડી રહેલા ભારે વરસાદના કારણે શેત્રુંજી ડેમ ઓવરફ્લો થયો છે. જેથી તંત્રને ડેમના 50 દરવાજા 2 ફૂટ 6 ઈંચ ખોલવાની ફરજ પડી છે. સોમવારે સાંજે જાહેર થયેલા બુલેટીન મુજબ ડેમમાં 18,500 કયૂસેક પાણીની આવક થઈ છે.

શેત્રુંજી ડેમના 50 દરવાજા ખોલવામાં આવ્યા

શેતલગંગા(શેત્રુંજી ડેમ-નદી) સૌરાષ્ટ્રનો બીજા નંબરનો સૌથી મોટો ડેમ છે. આ ડેમ ઓવરફ્લો થવાથી 2 વર્ષ માટે ભાવનગર શહેર તથા જિલ્લાને પિવાના પાણી તથા ખેતસિંચાઈ માટેના પાણીનો પ્રશ્ન ઉકેલાઈ ગયો છે. ડેમની ડાબા તથા જમણાં કાંઠાની નહેરો તથા પેટા કેનાલ મારફતે શિયાળુ-ઉનાળુ ખેત ઉત્પાદન માટે પાણી છોડવામાં આવે છે. જેના થકી અંદાજે ડેમથી 95 કિલોમીટર દૂર દરિયા કિનારે આવેલી ઉજ્જડ વેરાન ભૂમિ પણ ભર ઉનાળે લીલી નાઘેર બની રહે છે.

ABOUT THE AUTHOR

...view details