ગુજરાત

gujarat

કેન્દ્રના બજેટને પગલે ભાવનગરની મહિલાઓએ રજૂ કરી પોતાની અપેક્ષાઓ

By

Published : Jan 30, 2021, 7:38 AM IST

Updated : Feb 1, 2021, 10:40 AM IST

કોરોના વાઈરસની મહામારી બાદ પ્રથમવાર કેન્દ્ર સરકાર દ્વાર ફેબ્રુઆરી મહિનામાં બજેટ રજૂ કરવામાં આવશે.ભાવનગરની મહિલાઓ કેન્દ્રના આવી રહેલા બજેટમાં સરકાર પાસે શું અપેક્ષાઓ રાખી રહી છે.

કેન્દ્રના બજેટ
કેન્દ્રના બજેટ

  • કેન્દ્રના બજેટને પગલે ભાવનગરની મહિલાઓની અપેક્ષા શું
  • મોંઘવારી મુદ્દે મહિલાઓએ સરકાર પાસે ખૂબ અપેક્ષાઓ રાખી
  • લોકડાઉન અને બાદમાં રોજગારી પછી મોંઘવારીમાં ગૃહિણીઓનું બજેટ બગડી ગયું
    કેન્દ્રના બજેટને પગલે ભાવનગરની મહિલાઓએ રજૂ કરી પોતાની અપેક્ષાઓ


ભાવનગર : શહેરની મહિલાઓ સાથે ETV BHARATએ કેન્દ્રના આવી રહેલા બજેટને પગલે વાર્તાલાપ કરીને તેમના મતો જાણવાની કોશિષ કરી હતી. લોકડાઉન બાદ રોજગારીનું પ્રશ્ન અને મોંઘવારી મુદ્દે મહિલાઓએ સરકાર પાસે ખૂબ અપેક્ષાઓ રાખી છે એટલું નહિ તેમણે આશા રાખી છે કે, બગડેલા હાલત સુધારવામાં સરકાર સારામાં સારું બજેટ જાહેર કરશે.

કેન્દ્ર સરકારનું બજેટ આવી રહ્યું છે ત્યારે લોકડાઉન અને બાદમાં રોજગારી પછી મોંઘવારીમાં ગૃહિણીઓનું બજેટ બગડી ગયું છે. ETV BHARATએ ગૃહિણીઓના મત જાણવાની કોશિષ કરી હતી.

બજેટને લઈ ભાવનગરની ગૃહિણીઓની શુ અપેક્ષા

ભાવનગર શહેરમાં લોકડાઉન બાદ રોજગરીઓનો પ્રશ્ન ઉભો થયો અને રોજગારી હતી તે છીનવાઈ ગઈ અને ગૃહિણીઓનું બજેટ ખેરવિખેર થઈ ગયું છે એટલું નહિ વ્યવસાયકારી માહિલાઓ પણ સરકાર પાસે અપેક્ષાઓ રાખીને બેઠી છે કે GST અને ટેક્સમાં રાહત મળશે.

મોંઘવારી મુદ્દે ભાવનગરની મહિલાઓનો મત

લોકડાઉન બાદ રોજગારી છીનવાઈ જવાના કારણે બેરોજગારીનો પ્રશ્ન સામે આવ્યો ત્યારે લોકો લોકડાઉનથી બહાર નીકળ્યા બાદ જ્યાં રોજગારી પ્રાપ્ત થાય તે દિશામાં ચાલવા લાગ્યા તેમાં અનેકના ઘરના બજેટ વિખાય ગયા છે. 10 હજારમાં ચાલતું ઘર હવે 20 હજારમાં ચલાવવું મુશ્કેલ બન્યું છે આવક ઘટી ગઈ અને મોંઘવારીએ માજા મુક્ત પેટ્રોલ ડીઝલના વધેલા ભાવથી દરેક ઘર ગથ્થુ ચીજોને ભાવમાં ભડકો થયો છે. મહિલાઓ સરકાર પાસે અપેક્ષા રાખી રહ્યા ચેબકે રાહત સંતોષકારક મળી રહે.

Last Updated :Feb 1, 2021, 10:40 AM IST

ABOUT THE AUTHOR

...view details