ગુજરાત

gujarat

Bhavnagar Municipal Corporation: ભાવનગરના દ્વારથી શરૂ થતો સિકસલેન રોડ ચડ્યો ટલ્લે, લોકો પરેશાન

By

Published : Dec 11, 2021, 1:49 PM IST

ભાવનગરનો સિકસલેન રોડને 2018માં મંજુર કરવામાં આવ્યો હતો અને કામગીરી પણ 2018 બાદ 2019ની શરૂઆતમાં કરી દેવામાં આવી હતી, પરંતુ કોરોનાના સમયના કારણે અને બાદમાં જમીન સંપાદનનું ગ્રહણ હજુ પણ નહીં હટતા મહાનગરપાલિકા (Bhavnagar Municipal Corporation) સિકસલેન રોડ 50 ટકા કરતા ઓછો પૂર્ણ કરી ( sixlen road delay) શકી છે. ફાટેલા કપડાં જેવી હાલતમાં રહેલા રોડથી લોકો પરેશાની ભોગવી રહ્યા હોવાનો અને શાસકોની લાલીયાવાડી ચાલતી હોવાનો આક્ષેપ કોંગ્રેસ નગરસેવકે કર્યો છે.

Bhavnagar Municipal Corporation: ભાવનગરના દ્વારથી શરૂ થતો સિકસલેન રોડ ચડ્યો ટલ્લે, લોકો પરેશાન
Bhavnagar Municipal Corporation: ભાવનગરના દ્વારથી શરૂ થતો સિકસલેન રોડ ચડ્યો ટલ્લે, લોકો પરેશાન

  • ભાવનગરના દ્વારથી શરૂ થતો સિકસલેન રોડ ચડ્યો ટલ્લે, લોકો પરેશાન
  • કોંગ્રેસ નગરસેવકે શાસક પર કર્યા પ્રહાર અને લાલીયાવાડીનો કર્યો આક્ષેપ
  • 30 કરોડના રોડની સમય મર્યાદા 18/10/2020માં પૂર્ણ માથે એક વર્ષ વીત્યું

ભાવનગર:ભાવનગર શહેરનો મુખ્ય દ્વાર નારી ચોકડીથી લઈને દેસાઈનગર સુધી સિકસલેન જાહેર કર્યા બાદ કોન્ટ્રાકટની અવધિ પૂર્ણ થઈ ગઈ હોવા છતાં રોડ હજુ પણ પચાસ ટકાથી વધુ અધુરો રહ્યો છે. સંપાદન થયું નથી અને રોડ વિભાગને જમીન મળતી નથી ત્યારે શાસકો કશું નહીં કરતા અને અધૂરા કામથી પૈસાનો વેડફાટ ( sixlen road delay) અને લોકોની પરેશાની પગલે વિપક્ષે વાર કર્યો છે.

Bhavnagar Municipal Corporation: ભાવનગરના દ્વારથી શરૂ થતો સિકસલેન રોડ ચડ્યો ટલ્લે, લોકો પરેશાન

સિકસલેન રોડ કેટલાનો અને કેટલી અવધિ ત્યારે વિપક્ષનો વાર

ભાવનગર મહાનગરપાલિકાના (Bhavnagar Municipal Corporation)હાલના મેયર કીર્તિબેન દાણીધરીયાના વોર્ડમાં આવતો સિકસલેન રોડ 2018 મેં માસમાં મંજુર થયો હતો, અને ઓક્ટોમ્બર 2018માં વર્ક ઓર્ડર આપીને કામ 18 માસમાં પૂર્ણ કરવાનું હતું, પરંતુ હજુ રોડ 50 ટકા કરતા વધુ બાકી છે, અધૂરા રોડથી વિપક્ષના કોંગ્રેસના નગરસેવક જયદીપસિંહ ગોહિલે શાસકોની બેદરકારીના પગલે પ્રહાર કર્યો છે. જયદીપસિંહે જણાવ્યું હતું કે, આ ભારતીય જનતા પાર્ટીના શાસનમાં એક પણ કામ સમય મર્યાદામાં પૂર્ણ થયું હોય તો બતાવે આ સિકસલેન રોડ 18 માસમાં પૂર્ણ કરવાનો હતો પણ માથે 12 માસ વીતી ગયા કોન્ટ્રાકટર કામ શરૂ નથી કરતા. કેમ નથી કરતો શાસકો જાણે પણ સુવિધાને બદલે દુવિધા લોકોને પડી રહી છે. આ લાલીયાવાડીમાં લોકો પરેશાન થઈ રહ્યા છે.

જમીન સંપાદન કે રોડનું કામ હાથ ધરવામાં આવ્યું નથી

ભાવનગરના નારી ચોકડીથી દેસાઈનગર સુધીનો રોડ 30 કરોડના ખર્ચે બનવા જઇ રહ્યો છે. આ રોડમાં એક તરફ ગાયત્રી મંદિરથી લઈને ST વર્કશોપ સુધીના આશરે 2 કિલોમીટર જમીન સંપાદન થઈ નથી તો ચિત્રા વિસ્તારમાં GIDCના પ્રારંભથી મસ્તરામ બાપા મંદિર સુધીના આશરે અડધો કિલોમીટરમાં હજુ પણ બંને તરફ જમીન હાંસલ કરવામાં આવી નથી. કપડાને થિંગડા મારવા સમાન હાલમાં રોડનું કામ કરવામાં આવ્યું છે, જે તરફ કામ થયું ત્યાં ડામર રોડ નહિ પણ કપચી પથ્થરની નાખી દેવાતા 2018થી લઈને 2021 આવવા છતાં કોઈ જમીન સંપાદન કે રોડનું કામ હાથ ધરવામાં આવ્યું નથી.

80 ટકા ભૌતિક કામગીરી પૂર્ણ

રોડ વિભાગના ઇન્ચાર્જ અધિકારી મહેન્દ્રસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, દેસાઈનગરથી નારી ચોકડી સુધીનો સિકસલેન રોડ બનવાનો છે, જે 2018માં મંજુર કરવામાં આવ્યો હતો અને 2018માં કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી. આ રોડ 30 કરોડના ખર્ચે બનવાનો છે. 80 ટકા ભૌતિક કામગીરી પૂર્ણ કરી દેવાઈ છે અને બાકી કામગીરી હવે શરૂ કરવામાં આવશે. જમીન સંપાદનનુ કામ અમારી ટાઉન ડેવલોપમેન્ટ શાખા કરી રહી છે રિપોર્ટ આવ્યા બાદ આગળની કાર્યવાહી કરશું.

આ પણ વાંચો:

Bhavnagar Municipal Corporation Revenue: આ એક પદ્ધતિથી 100 કરોડને પાર પહોંચી ગઈ આવક

Corona in bhavnagar : ચોપડે કોરોનાથી મૃત્યુ ફક્ત 160-સહાય માટે આવ્યા 600 ફોર્મ, શું ખુલી રહી છે સરકારની પોલ?

ABOUT THE AUTHOR

...view details