ગુજરાત

gujarat

દુનિયામાં અંધકાર પણ સપનાઓ રજૂ કર્યા શબ્દોમાં: ભાવનગરના અંધ લેખક લાભુ સોનાણીએ લખી સાત પુસ્તકો, એકનો અંગ્રેજી અનુવાદ

By

Published : Sep 10, 2021, 8:09 PM IST

bhavnagar
bhavnagar

ભાવનગરના અંધ લાભુ સોનાણીએ બ્રેલ લિપીના સથવારે સાત જેટલા પુસ્તકો લખ્યા છે. પોતાના સપનાઓ અને પોતાના વિચારોની શાળા અને સંસ્થાઓ કેવી હોવી જોઈએ તેને શબ્દોમાં રજૂ કરાઇ છે. સમાજ અંધ અને વિકલંગોની વેદનાને સમજી શકે તેવા હેતુથી પુસ્તકો લખી છે. લેખક એવા લાભુ સોનાણીએ પોતાના વિચારોને બ્રેલ લિપિનું અનુવાદ ગુજરાતીમાં જાતે કરતા ઓરબીટ સાધન દ્વારા કર્યું છે.

  • અંધ લાભુભાઈએ ગુજરાતીમાં સમાજ હેતુ સાત જેટલી પુસ્તકો લખી
  • બ્રેલ લિપિમાં ટાઈપ અને અક્ષર છપાય ગુજરાતીમાં તેવા ORBIT ઓરબીટ મશીનનો ઉપયોગ
  • લાભુ સોનાણીએ "મન હોય તો માળવે જવાય" કહેવતને સાર્થક કરી
  • વિકલંગોની સ્થિતિ તેના સપનાઓ અને સમાજમાં વિકલાંગો વિચારોને પુસ્તકમાં સ્થાન

ભાવનગર: સમગ્ર વિશ્વ અને જીવન અંધકાર હોય ત્યારે જીવનને રંગબેરંગી બનાવીને સપના જોવા અને સપનાઓને સજાવવા હોય તો શું માર્ગ હોઈ શકે ? કહેવત છે કે " મન હોય તો માળવે જવાય" શરીર કરતા મન મજબૂત હોવું જરૂરી છે. આ બાબતોમાં સપના સજાવવા સામાન્ય વ્યક્તિ માટે પણ સહેલું નથી. લાભુભાઈ સોનાણી અંધ હોવા છતાં પ્રગતિ અને વિકાસના પંથે ચાલ્યા છે. જરૂર ટેકાની જરૂર પડી હશે પણ ટેકો પણ શોધી લીધો અને સપનાઓ સજાવીને એક લેખક જેમ પુસ્તકો પણ લખી જીવનના ધબકારને સમાજ સમક્ષ પણ મુક્યા છે. હા લાભુભાઈએ સાત જેટલા પુસ્તકો અંધ હોવા છતાં સામાન્ય માણસ વાંચી શકે તે ગુજરાતી ભાષામાં પોતાની જાતે લખ્યા છે. ચાલો જાણીએ લાભૂભાઈને...

ભાવનગરના અંધ લેખક લાભુ સોનાણીએ લખી સાત પુસ્તકો

લાભુભાઈએ અંધ છે છતાં તેમના શિક્ષણથી અંધ ઉદ્યોગ શાળાના સેક્રેટરી સુધીની સફર અને સફળતા

લાભુ સોનાણીનો જન્મ 15 માર્ચ 1967 મબઠયો હતો. તેઓ અંધ હોવાથી શહેરની કૃષ્ણકુમારસિંહજી સ્થાપિત અંધ ઉદ્યોગ શાળામાં અભ્યાસ કર્યો હતો. પહેલેથી કાંઈક કરી છૂટવાની તેમની ભાવના હતી. શાળામાં અભ્યાસ સાથે તેઓ પુખ્ત વય બાદ 1994/95 માં રાષ્ટ્રીય અંધજન મંડળમાં સેક્રેટરી ભાવનગર શાખામાં બન્યા અને બાદમાં 1999 માં અંધ ઉદ્યોગ શાળા જેમાં અભ્યાસ કર્યો એ સંસ્થામાં જોઈન્ટ સેક્રેટરી બન્યા અને હાલમાં ત્યાં સેક્રેટરી અને પ્રમુખ છે. આ સિવાય તેઓ અખિલ નેત્રહીન જાગૃત ટ્રસ્ટ સંઘમાં પ્રમુખ છે. તો શ્રી અંધઅભ્યુદય મંડળમાં તેમજ અપંગ સંસ્થા સંચાલિત સંઘમાં પ્રમુખ છે. આમ લાભુભાઈને પોતાની હૃદયની વાતો છતાં સમાજ સુધી પોહચડવામાં કમી લાગી અને 2017 થી લેખક તરીકે પુસ્તક લખવાનો પ્રારંભ કર્યો હતો. લાભુભાઇના લગ્ન નિલાબેન સાથે થયા હતા. તેઓ પણ અંધ હતા. હાલમાં નિલાબેનનું અવસાન થયું છે બંને દંપતીની એક સ્વસ્થ પુત્રી 20 વર્ષીય નિષ્ઠા ચેબટે તેના પિતાનો હાલમાં ટેકો બની છે.

ભાવનગરના અંધ લેખક લાભુ સોનાણીએ લખી સાત પુસ્તકો

લાભુભાઈને લેખનની પ્રેરણા સરકારમાંથી મળી અને સાત પુસ્તક સમાજ માટે લખ્યા કેમ

મન મેરુ પર્વત જેવું હોય તો કોઈ રોકી શકે નહીં ત્યારે લાભુભાઈ સોનાણીને 2017માં કરેલી બધી પ્રવૃત્તિમાં વિકલાંગ ક્ષેત્રે હજુ લોકોના હૃદય સુધી નથી પહોંચાયું તેનો એહસાસ થતા લેખનની શરૂઆત કરી છે. લાભુભાઈએ જણાવ્યું કે, સરકારમાંથી પ્રેરણા મળી લખવાની પણ સરકારની નકારાત્મક કે હકારાત્મક કઈ નીતિથી પ્રેરણા મળી તે નથી જણાવ્યું. લાભુભાઈએ 2017માં પ્રથમ "જીવનનો ધબકાર મારી સ્મરણયાત્રા" પુસ્તક લખી પછી સંવેદનાની શૉધ,અનુભવની ઘટમાળ,લાગણીનો દસ્તાવેજ, અનુભવના ઉજાસ જેવા પુસ્તકો લખ્યા છે. એક અંધના સપનાઓ કેવા હોઈ અને તેને કેવી દુનિયાની કલ્પના અને તેના વિચારોને પુસ્તકોમાં સમાવવામાં આવ્યા છે.

લાભુભાઈએ કેવી રીતે લખ્યા પુસ્તકો શું બ્રેલ લિપીથી કે ગુજરાતી શબ્દોથી જાણો

લાભુભાઈ સોનાણી પોતે અંધ હોવાથી તેમનું શિક્ષણ બ્રેલ લિપિમાં અભ્યાસ કર્યો છે પણ ગુજરાતીમાં તેને લેખન કરવું શક્ય નથી તેમન વાંચન શક્ય નથી. ત્યારે આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કર્યો છે. ગુજરાતમાં જ્યારે માત્ર 33 લોકો પાસે બ્રેલ લિપિનું ઓરબીટ હતું તેમાંના એક લાભુભાઈ હતા. આ ઓરબીટ વિદેશી છે તેમ બ્રેલ લિપીના દબાતા પોઇન્ટ આવે છે. જેમાં બ્રેલમાં કોમ્પ્યુટર જેમ લખવામાં આવે તે ઓરબીટ મશીનમાં રહેલા મેમરી કાર્ડમાં ગુજરાતી શ્રુતિ ફોન્ટમાં લખાય છે. એટલે હાથથી બ્રેલ લીપીની સ્વીચ દબાઈ અને મેમરી કાર્ડમાં અક્ષર ગુજરાતીમાં છપાય છે.

લાભુભાઈએ પોતાની પુસ્તકોમાં કઈ બાબતોને રજૂ કરી તેની ટૂંકી વિગત

ભાવનગરના લાભુભાઈ સોનાંણી અંધ હોવાથી તેમના જીવનમાં શ્રુષ્ટિની ચિઝો નિહાળવાની શક્તિ નથી. વસ્તુઓ અને વ્યક્તિઓ પ્રત્યેના સંવેદના અને ભાવનાઓ સમજવા સિવાય ત્યારે લાભુભાઈએ પોતાના પુસ્તકમાં વિકલાંગની વેદનાઓને રજૂ કરી છે. સંધ્યાના રંગી જોયા તો નથી પણ શબ્દોમાં તેને જણાવ્યા છે. મેઘધનુષ નિહાળ્યું નથી પણ તે સમયની અનુભૂતિને શબ્દોમાં કંડોરી છે. આ સાથે પોતાના સપનાની શાળા તેમજ પોતાના સપનાની સંસ્થા કેવી હોવી જોઈએ તેનો ઉલ્લેખ કરાયો છે. એટલું નહિ લાભુભાઈની પ્રથમ પુસ્તક જીવનનો ધબકાર મારી સ્મરણયાત્રાનો અંગ્રેજી અનુવાદ Beats of Life અનુવાદ કરવામાં આવ્યો છે. આ અનુવાદ નારણ બારૈયા દ્વારા કરવામાં આવ્યો છે. પોતાની વાત માત્ર રાષ્ટ્ર નહિ રાષ્ટ્ર બહાર પોહચાડવાનો પ્રયાસ કરાયો છે.

ABOUT THE AUTHOR

...view details