ગુજરાત

gujarat

કોરોના મહામારીમાં સપડાયું વરતેજ ગામ, અત્યાર સુધીમાં 15નાં મોત

By

Published : May 13, 2021, 12:21 PM IST

રાજ્યભરમાં કોરોના સંક્રમણનાં કેસો વધી રહ્યા છે, ત્યારે ગ્રામ્યકક્ષાએ પણ કોરોના સંક્રમણ વધતા સરકાર દ્વારા સંક્રમણને રોકવા માટે પગલાંઓ લેવામાં આવી રહ્યા છે. ત્યારે ભાવનગર શહેરથી નજીક આવેલા વરતેજ ગામ કે જે ગામની કુલ વસ્તી 13,207ની છે. તેવા ગામમાં વસ્તીના 30 ટકામાં સંક્રમણ વધતા જિલ્લા કલેક્ટર દ્વારા વરતેજ ગામમાં સંક્રમણ રોકવા કન્ટેન્ટમેન્ટ ઝોન જાહેર કરી કોવિડ નિયમોનાં પાલન માટે લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે.

દર્દીઓને ગામમાં જ સારવાર આપવામાં આવી રહી છે
દર્દીઓને ગામમાં જ સારવાર આપવામાં આવી રહી છે

  • કોરોના સંક્રમણ વધતા જિલ્લા કલેકટર દ્વારા કન્ટેમેન્ટ ઝોન જાહેર
  • કન્ટેન્ટમેન્ટ ઝોન જાહેર કરી લોકડાઉન કરવામાં આવેલું
  • દર્દીઓને ગામમાં જ સારવાર આપવામાં આવી રહી છે

ભાવનગર:જિલ્લાના વરતેજ ગામમાં કોરોના સંક્રમિતોની સંખ્યામાં વધારો થતા જિલ્લા કલેક્ટર દ્વારા કન્ટેન્ટમેન્ટ ઝોન જાહેર કરી લોકડાઉન કરવામાં આવેલું છે. આ ઉપરાંત ગામમાં આવેલા આરોગ્ય કેન્દ્ર પર કોવિડ કેર સેન્ટર ચાલુ કરી દર્દીઓને ગામમાં જ સારવાર આપવામાં આવી રહી છે. ગામમાં અત્યાર સુધીમાં 15 જેટલા દર્દીઓના મૃત્યુ થઇ ગયા છે. તેમજ સંક્રમણ રોકવા ગામલોકો અને તંત્ર દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

કોરોના મહામારીમાં સપડાયું વરતેજ ગામ

આ પણ વાંચો: ડીસામાં કોરોના કેસને કારણે જાહેર કરાયેલા કન્ટેન્ટમેન્ટ ઝોનથી સ્થાનિકો પરેશાન

કોરોના સંક્રમણ રોકવા ગ્રામ પંચાયત અને તંત્રની કામગીરી

ગામમાં વધતા કોરોના સંક્રમણને ધ્યાને રાખી તંત્ર દ્વારા ગામમાં જ દર્દીઓને સારવાર મળી રહે તે માટે 15 બેડની સુવિધા યુક્ત કોવિડ કેર સેન્ટર આરોગ્ય કેન્દ્ર ખાતે ઉભું કરી સારવાર કરવામાં આવી રહી છે, તો બીજી તરફ ગામલોકો અને પંચાત દ્વારા પણ સંક્રમણને રોકવા ગામમાં આવેલી તમામ દુકાનો બંધ રાખી કોવિડ ગાઈડલાઈન્સનું પાલન કરવામાં આવી રહ્યું છે.

આ પણ વાંચો: દમણમાં કોરોના કહેરઃ દમણ-સોમનાથ-ડાભેલ વિસ્તાર અને માર્ગ સીલ કરાયો

વરતેજ ગામે અત્યાર સુધીમાં 15નાં મોત

વરતેજ ગામમાં કોરોના સંક્રમણને રોકવા માટે ગ્રામપંચાયતનાં સરપંચ શક્તિસિંહ ગોહિલે જણાવ્યું કે, છેલ્લા એક સપ્તાહ પહેલા કોરોનાના કેસોમાં વધારો થતા ગામમાં જ સારવાર માટે કોવિડ કેર સેન્ટર ઉભું કરવામાં આવ્યું છે. હાલ ગામમાં વધતા કેસોને લઈને કન્ટેન્ટમેન્ટ ઝોન જાહેર કર્યું છે. ગામમાં અત્યાર સુધીમાં 15 જેટલાં દર્દીના મોત થયા છે પરંતુ ત્યાર બાદ સરકારી તંત્ર અને ગામલોકોના સહયોગથી હાલ સંક્રમણ ઘટી રહ્યું છે અને કેસોમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે.

ABOUT THE AUTHOR

...view details