ગુજરાત

gujarat

શું અમદાવાદમાં ફરી રથયાત્રા નીકળશે?

By

Published : Jun 24, 2020, 9:01 PM IST

અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથજીની 143મી રથયાત્રા અમદાવાદમાં નીકળી ન શકે તે બાબત હવે મોટા વિવાદનું સ્વરૂપ ધારણ કર્યું છે. પહેલાં તો જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજીએ પત્રકારો સમક્ષ રથ મંદિરની બહાર ન નીકળી શકવા બળાપો ઠાલવ્યો હતો. ત્યારબાદ હવે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના અધ્યક્ષ પ્રવીણ તોગડીયાએ મોટું નિવેદન આપ્યું છે.

શું અમદાવાદમાં ફરી રથયાત્રા નીકળશે?
શું અમદાવાદમાં ફરી રથયાત્રા નીકળશે?

અમદાવાદ: આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના અધ્યક્ષ પ્રવીણ તોગડીયાએ પત્રકાર પરિષદ સંબોધતાં જણાવ્યું કે, અમદાવાદની 143મી રથયાત્રા પરંપરાગત રીતે નીકળવી જોઈતી હતી. રથયાત્રા નહીં નીકળતાં કરોડો હિન્દુઓનું અપમાન થયું છે. કોરોના ન ફેલાય અને પરંપરા સચવાય તે શક્ય હતું. બે કલાક કર્ફ્યૂનું એલાન કરીને પણ શહેરમાં રથયાત્રા નીકળી શકી હોત.

શું અમદાવાદમાં ફરી રથયાત્રા નીકળશે?
તોગડીયાએ અગિયારસના દિવસે ફરી રથયાત્રા નીકળે તેવી માગણી કરી છે. તેમણે સૂચન કર્યું કે મંદિરના મહંત પોતાના માથા પર ભગવાનને લઈને નીકળે અને રથયાત્રાના માર્ગ પર 20થી 30 કિ.મી.ની ઝડપે રથ ફરી જાય. ભગવાનને બહાર નીકળવા પર પ્રતિબંધ ન હોઈ શકે. ટ્રસ્ટીઓ ગૌચર કૌભાંડથી ડરતાં હોય તો રાજીનામું આપે. કાલે ભક્તોને પણ મંદિરમાં જતાં રોકવામાં આવ્યાં હતાં.

ABOUT THE AUTHOR

...view details