- રાજ કુંદ્રાની ફર્મ દ્વારા 3 લાખ રૂપિયાની ઠગાઇ
- અમદાવાદના વેપારીએ મુંબઈ ક્રાઈમ બ્રાંચ અને સાયબર પોલીસમાં ફરિયાદ નોંધાવી
- દુકાનદારે રાજ કુંદ્રા (Raj Kundra) વિરુદ્ધ કેસ દાખલ કર્યો
મુંબઇ: પોર્નોગ્રાફિક (pornographic films) ફિલ્મના કેસમાં પોલીસમાં સકંજામાં રહેલા રાજ કુંદ્રા (Raj Kundra)પર ગુજરાતના અમદાવાદના એક વેપારીએ મુંબઈ ક્રાઈમ બ્રાંચ અને સાયબર પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે, ઓનલાઇન ડિસ્ટ્રિબ્યુટર બનાવવાના બહાને વેપારી રાજ કુંદ્રાની ફર્મ દ્વારા 3 લાખ રૂપિયાની ઠગાઇ કરવામાં આવી છે. ફરિયાદીએ દાવો કર્યો હતો કે, તેણે આ ફરિયાદ 2019 માં ગુજરાત સાયબર ડિપાર્ટમેન્ટમાં નોંધાવી હતી. દુકાનદારનું નામ હિરેન પરમાર છે અને તેણે રાજ કુંદ્રા વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે. પોલીસ ફરિયાદની ચકાસણી કરી રહી છે.
'GAME OF DOT' માટે ડિસ્ટ્રિબ્યુટર બનાવવાનું વચન
ઓનલાઇન નોંધાયેલી ફરિયાદમાં ફરિયાદી હિરેન પરમારે આરોપ લગાવ્યો હતો કે, તેને વિયાન ઇન્ડસ્ટ્રીઝ દ્વારા વચન આપવામાં આવ્યું હતું કે તેમને 'GAME OF DOT' માટે ડિસ્ટ્રિબ્યુટર બનાવવામાં આવશે. તેમ છતાં કંપનીએ પોતાનું વચન પાળ્યું ન હતું. જેના પગલે તેણે રોકાણ કરેલા રૂપિયા 3 લાખનું વળતર માંગ્યું હતું, પરંતુ તેનો પ્રતિસાદ મળ્યો નહીં.
ફરિયાદીએ 2019માં ગુજરાત સાયબર ડિપાર્ટમેન્ટમાં નોંધાવી હતી ફરિયાદ
અધિકારીના જણાવ્યા મુજબ ફરિયાદીએ દાવો કર્યો હતો કે, તેણે આ ફરિયાદ 2019માં ગુજરાત સાયબર ડિપાર્ટમેન્ટમાં નોંધાવી હતી, પરંતુ કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી. અશ્લીલ ફિલ્મોના વિતરણ માટે મોબાઈલ એપ્લિકેશન ચલાવવાના આરોપમાં કુંદ્રાની ધરપકડ કરવામાં આવ્યા બાદ ફરિયાદીએ મુંબઇ પોલીસ (Mumbai Police)નો સંપર્ક કર્યો હતો. પરમારે એવો પણ આરોપ લગાવ્યો હતો કે, કંપની દ્વારા તેમના જેવા ઘણા લોકો સાથે કરોડોની છેતરપિંડી કરવામાં આવી હતી.
અશ્લીલ સામગ્રીના કેસમાં 19 જુલાઈએ રાજ કુંદ્રાની ધરપકડ થઈ હતી