ગુજરાત

gujarat

"અમે પરિસ્થિતિ જોઈશું અને પછી બાળકોને સ્કૂલે મોકલીશું": ધોરણ 1થી 5ના વર્ગો શરૂ થતા વાલીઓનો મિજાજ

By

Published : Nov 21, 2021, 8:45 PM IST

"અમે પરિસ્થિતિ જોઈશું અને પછી બાળકોને સ્કૂલે મોકલીશું": ધોરણ 1થી 5ના વર્ગો શરૂ થતા વાલીઓનો મિજાજ

કોરોનાને કારણે સ્કૂલો (children to school ) સંપૂર્ણ ઓનલાઇન (online education) કરવામાં આવી હતી. જે બાદ ધોરણ 6થી 12ના વર્ગ તબક્કાવાર શરૂ કરવામાં આવ્યાં અને ધોરણ 1થી 5ના વર્ગ બંધ હતા. જોકે આજે શિક્ષણપ્રધાને જાહેરાત કરી છે કે, આવતી કાલથી ધોરણ 1થી 5ના વર્ગો પણ શરૂ (gujarat school reopen) થશે. જેમા શિક્ષણપ્રધાનના નિર્ણયને સ્કૂલ સંચાલકોએ આવકાર્યો છે તેમજ શિક્ષક મંડળ દ્વારા પણ આવકારવામાં આવ્યો છે. જ્યારે વાલીઓ (The mood of parents )એ કહ્યું, 'અમે બાળકોને સ્કૂલે મોકલીશું પરંતુ તે પહેલા અમે પરિસ્થિતિ જોઈશું'.

  • ધોરણ 1થી 5ના વર્ગો શરૂ કરવાના નિર્ણયને આવકાર્યો
  • સ્કૂલ સંચાલક મંડળ અને શિક્ષક મંડળ દ્વારા આવકારવામાં આવ્યો નિર્ણય
  • અમે પરિસ્થિત જોઈશું ત્યારબાદ બાળકોને સ્કૂલે મોકલીશું: વાલી

અમદાવાદ: આવતી કાલથી ધોરણ 1થી 5ના વર્ગો પણ શરૂ (gujarat school reopen) થશે. જેમા શિક્ષણપ્રધાનના નિર્ણયને સ્કૂલ સંચાલકોએ આવકાર્યો છે તેમજ શિક્ષક મંડળ દ્વારા પણ આવકારવામાં આવ્યો છે. આ મામલે સ્કૂલ સંચાલક મંડળના પ્રમુખ ભાસ્કર પટેલે જણાવ્યું હતું કે, સરકારના નિર્ણયને અમે આવકારીએ છીએ. ધોરણ 1થી 5ના વર્ગ શરૂ કરવા અમે તૈયારી કરીશું, બાળકો (children to school) ની પુરી કાળજી રાખીશું, પરંતું હવે ધોરણ 6થી 12ના વર્ગ ઓનલાઇન ચાલી રહ્યા છે તે બંધ કરવા માટે અમારી સરકારને અપીલ છે. વર્ગમાં ખૂબ ઓછા વિદ્યાર્થીઓ હાજરી આપતા હોય છે જેથી ઓફલાઇન જ ફરજિયાત કરવામાં આવે તેવી અમારી માંગણી છે. ધોરણ 1થી 5ના વર્ગમાં ઓનલાઇન વિકલ્પ આપીશું અને તેનું પાલન પણ કરીશું.

સરકારનો નિર્ણય અવકર દાયક છે: સ્કૂલ સંચાલક

સરકારનો નિર્ણય અવકર દાયક છે: સ્કૂલ સંચાલક

સ્કૂલ સંચાલક અલકેશ પટેલે જણાવ્યું હતું કે, સરકારનો નિર્ણય અવકર દાયક છે. સરકારના તમામ નિયમો સાથે ધોરણ 1થી 5ના વર્ગ શરૂ કરીશું અને બાળકોને ભણાવીશું. દોઢ વર્ષ કરતા વધુ સમયથી બાળકો સ્કૂલે આવ્યા નથી. જેથી તેમની માનસિક પરિસ્થિતિ સમજીને તે પ્રમાણે અભ્યાસ કરવા પ્રયત્ન કરીશું. અત્યારે સ્કૂલો શરૂ કરવા હવે તૈયારી કરીશું. વર્ગમાં બાળકો તમામ નિયમોનું પાલન કરે તેની કાળજી રાખીશું. ત્યારે શિક્ષકોએ કહ્યું કે સરકારના આ નિર્ણયથી અમે ખુશ છીએ. હવે વિદ્યાર્થીઓને ભણવામાં મિશ્કેલી નહિ પડે તેમજ ઓનલાઇન અભ્યાસમાં કનેક્ટિવિટીના કારણે મુશ્કેલીઓ સામે આવતી હતી તે હવે નહિ થાય.

આ પણ વાંચો:રાજ્ય શિક્ષણપ્રધાન જીતુ વાઘાણીની જાહેરાત, આવતીકાલથી ધોરણ 1થી 5ના વર્ગો શરુ

આ પણ વાંચો:13 વર્ષના સગીર પર હુમલો કરી સુરત જેલના જેલર સહિત પરિવારે માર માર્યો

ABOUT THE AUTHOR

...view details