ગુજરાત

gujarat

વિસ્મય જેલ સત્તાધીશો સમક્ષ સરેન્ડર કરશે, અમદાવાદની કોર્ટમાં કાગળિયા કાર્યવાહી પૂર્ણ

By

Published : Aug 21, 2020, 4:24 PM IST

વર્ષ 2008 વસ્ત્રાપુર વિસ્મય શાહ હિટ એન્ડ રન કેસમાં સુપ્રીમ કોર્ટે આરોપી વિસ્મય શાહને જેલ સત્તાધીશો સમક્ષ સરેન્ડર કરવાના હુકમ બાદ શુક્રવારે તેના પરિવારજનો અમદાવાદ મીરજાપુર ગ્રામ્ય કોર્ટમાં કાગળિયા કાર્યવાહી કરતાં વિસ્મય શાહ જેલ સત્તાધીશો સમક્ષ સરેન્ડર કરશે. વિસ્મયનો કોરોના રિપોર્ટ પણ કોર્ટમાં રજૂ કરાયો હતો.

વિસ્મય જેલ સત્તાધીશો સમક્ષ સરેન્ડર કરશે, અમદાવાદની કોર્ટમાં કાગળિયા કાર્યવાહી પૂર્ણ
વિસ્મય જેલ સત્તાધીશો સમક્ષ સરેન્ડર કરશે, અમદાવાદની કોર્ટમાં કાગળિયા કાર્યવાહી પૂર્ણ

અમદાવાદઃ સુપ્રીમ કોર્ટના નિર્દેશ બાદ વસ્ત્રાપુર હિટ એન્ડ રન કેસના આરોપી વિસ્મય શાહને જેલ સત્તાધીશો સમક્ષ સરેન્ડર કરવું પડશે. ગુજરાત હાઇકોર્ટ દ્વારા વિસ્મય શાહને પાંચ વર્ષની જેલની સજા ફટકારવામાં આવી હતી જેને સુપ્રીમ કોર્ટે પણ યથાવત રાખતાં વિસ્મયને હવે જેલમાં સજા કાપવી પડશે.

વિસ્મય જેલ સત્તાધીશો સમક્ષ સરેન્ડર કરશે, અમદાવાદની કોર્ટમાં કાગળિયા કાર્યવાહી પૂર્ણ
સુપ્રીમ કોર્ટે આપેલા નિર્દેશમાં વિસ્મય શાહને કોઈપણ પ્રકારની રાહત આપવાનો ઇનકાર કર્યો હતો અને તેને જેલ સત્તાધીશો સમક્ષ સરેન્ડર કરવાનું આદેશ કરવામાં આવ્યો હતો. સુપ્રીમ કોર્ટે વિસ્મયને સરેન્ડર કરવાનો છ મહિનાનો સમયગાળો આપ્યો હતો.
વિસ્મય જેલ સત્તાધીશો સમક્ષ સરેન્ડર કરશે, અમદાવાદની કોર્ટમાં કાગળિયા કાર્યવાહી પૂર્ણ
વર્ષ 2013માં વસ્ત્રાપુર વિસ્તારમાં બેફામ કાર હંકારી બે યુવકો શિવમ દવે અને રાહુલ પટેલના મોત નિપજાવનાર વિસ્મય શાહને સુપ્રીમ કોર્ટ દ્વારા પાંચ વર્ષની સજા ફટકારવામાં આવી હતી.

ABOUT THE AUTHOR

...view details