ગુજરાત

gujarat

વિરમગામની બજારો સ્વયંભૂ લોકડાઉન કરવાનો વેપારીઓનો નિર્ણય

By

Published : Apr 24, 2021, 7:38 PM IST

કોરોનાના આવા કપરા સમયમાં વિરમગામ વેપારી મંડળો દ્વારા છેલ્લા થોડાક સમયથી બપોરના 3 વાગ્યાથી સ્વૈચ્છિક લોકડાઉન કર્યા બાદ હવે સંપૂર્ણ લોકડાઉનનો નિર્ણય કર્યો છે. તમામ વેપારીઓ ધંધા-રોજગાર બંધ કરી કોરોનાની ચેઈનને તોડવા માટે પ્રયત્નો કરી રહ્યા છે. આ મહામારીમાં સાવચેતીના ભાગરૂપે વેપારી મંડળો દ્વારા સ્વયંભૂ સ્વૈછિક લોકડાઉનને સફળ બનાવવા અને કોરોના સંક્રમણને અટકાવવા મદદનીશ કલેક્ટર દ્વારા ગ્રામજનોને વિનંતી કરાઈ છે.

વિરમગામમાં 30 એપ્રિલ સુધી શહેરની બજારો બંધ, વ્યાપારીઓનો નિર્ણય
વિરમગામમાં 30 એપ્રિલ સુધી શહેરની બજારો બંધ, વ્યાપારીઓનો નિર્ણય

  • વિરમગામમાં 30 એપ્રિલ સુધી શહેરની બજારો બંધ, વ્યાપારીઓનો નિર્ણય
  • લોકડાઉનને સફળ બનાવવા નાયબ કલેક્ટર દ્વારા જાહેર અપીલ કરાઈ
  • જીવન જરૂરિયાતની ચીજ-વસ્તુઓ સવારે 7થી 10 અને સાંજે 5થી 7 દરમિયાન મળશે

અમદાવાદ:અત્યારે સમગ્ર ગુજરાતમાં તેમજ અમદાવાદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે, ત્યારે મોટાભાગના ગામોમાં સ્વૈચ્છિક લોકડાઉન કરવામાં આવી રહ્યું છે, ત્યારે વિરમગામમાં સંપૂર્ણ લોકડાઉનનો અમલ થઈ રહ્યો છે. લોકો અને વેપારીઓ સહકાર આપી રહ્યા છે બજારો સુમસામ દેખાઈ રહી છે.

આ પણ વાંચો: મહેસાણામાં બે દિવસ રવિવારે બજારો બંધ રહ્યા, વાહનચાલકો બેફામ ફર્યા

આવશ્યક ચીજવસ્તુઓ મળશે

વિરમગામમાં સંપૂર્ણ સ્વૈચ્છિક લોકડાઉન છે, ત્યારે લોકોને જીવન જરૂરિયાતની ચીજ-વસ્તુઓ મળી રહેશે. સમય સવારે 7થી 10 અને સાંજે 5થી 7 જીવન જરૂરિયાત ચીજ-વસ્તુઓ લોકોને મળી રહેશે. આથી લોકોને જીવન જરૂરિયાતની ચીજ-વસ્તુઓ માટે હાલાકી ભોગવવી નહીં પડે.

જીવન જરૂરિયાતની ચીજ-વસ્તુઓ સવારે 7થી 10 અને સાંજે 5થી 7 દરમિયાન મળશે

આ પણ વાંચો:કેશોદની કોરોના સામે જંગ, શહેર 48 કલાક માટે સ્વૈચ્છિક બંધ

કોરોના સંક્રમણને અટકાવવા મદદનીશ કલેક્ટર દ્વારા કરાઇ અપીલ

આ કોરોનાની કાળમુખી મહામારીમાં સાવચેતીના ભાગરૂપે વેપારી મંડળો દ્વારા સ્વયંભૂ સ્વૈચ્છિક લોકડાઉનને સફળ બનાવવા અને કોરોના સંક્રમણને અટકાવવા મદદનીશ કલેક્ટર દ્વારા ગ્રામજનોને અપીલ કરવામાં આવી છે. જીવન જરૂરિયાત વસ્તુ લેવા જવા માટે ઘરમાંથી એક જ વ્યક્તિએ જવું સરકારની કોરોના ગાઈડલાઈનનું પાલન કરવું. જે લોકો જાહેરનામાનો ભંગ કરશે તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરાશે.

સ્વયંભૂ લોકડાઉન કરવાનો વેપારીઓનો નિર્ણય

જાહેરનામાનો ભંગ કરશે તેની સામે કાયદેસરની કાર્યવાહી થશે

સરકારની કોરોના ગાઈડલાઈનનું ચુસ્તપણે પાલન નહીં કરે અને જાહેરનામાનો ભંગ કરશે તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

ABOUT THE AUTHOR

...view details