ગુજરાત

gujarat

આજે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ટી-20 સિરીઝની ફાઇનલ મેચ

By

Published : Mar 20, 2021, 5:56 PM IST

ભારત અને ઇંગ્લેન્ડની ક્રિકેટ ટીમ છેલ્લા એક મહિનાથી અમદાવાદમાં જ છે. અહીં બંને ટીમ વચ્ચે બે ટેસ્ટ મેચ રમાઈ છે. ઉપરાંત 4 ટી-20 પણ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ ચૂકી છે. હાલ પાંચમી ટી-20 ફાઇનલ મેચ પણ આ સ્ટેડિયમમાં યોજાનારી છે. જે આજે સાંજે 07 વાગે શરૂ થશે.

આજે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ટી-20 સિરીઝની ફાઇનલ મેચ
આજે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ટી-20 સિરીઝની ફાઇનલ મેચ

  • માં ભારત-ઇંગ્લેન્ડ વચ્ચે 5 મી 20-20 મેચ
  • સાંજે 07:00 કલાકે મેચનો પ્રારંભ થશે
  • કોરોના વાઇરસને લઈને સ્ટેડિયમમાં પ્રેક્ષકો પર પ્રતિબંધ

આમદાવાદઃ ભારત અને ઇંગ્લેન્ડની ક્રિકેટ ટીમ છેલ્લા એક મહિનાથી અમદાવાદમાં છે. અહીં બંને ટીમ વચ્ચે બે ટેસ્ટ મેચ રમાઈ છે. ઉપરાંત 4 ટી-ટ્વેન્ટી પણ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ ચૂકી છે. ત્યારે પાંચમી ટી-20ની ફાઇનલ મેચ પણ આ સ્ટેડિયમમાં યોજાનારી છે. જે સાંજે 07:00 કલાકે શરૂ થશે.

ટૉસ અગત્યનો બની રહેશે

સાંજે 07:00 કલાકે મેચનો પ્રારંભ થશે. સામાન્યત સ્ટેડિયમની પીચ જોતા મેચ અંતર્ગત ટોસ જીતનારી ટીમ પહેલા બોલિંગ વધુ પસંદ કરશે. કેમ કે, છેલ્લી મેચ સિવાય હજી સુધી આ નવા સ્ટેડીયમ પર મોટો સ્કોર નોંધાયો નથી. વળી રાત્રે 'ડ્યુ' ફેક્ટરને જોતા બોલરોને બોલિંગમાં પણ તકલીફ પડી શકે છે. છેલ્લી કેટલીક મેચથી ટોસ જીતવાનું સૌભાગ્ય ઇંગ્લેન્ડને પ્રાપ્ત થઈ રહ્યું છે. બંને ટીમની 02-02 મેચમાં જીતી ચૂકી છે, ત્યારે આજની મેચ ફાઇનલ અને વધુ રસપ્રદ રહેશે.

ભારતીય ટીમના સ્ટાર ખેલાડીઓ

ભારતીય ટીમનો બેટિંગનો ઓપ્સન સતત નિષ્ફળ જઈ રહ્યા છે. કે.રાહુલ આ પીચ પર અસફળ રહ્યો છે, ત્યારે રોહિત શર્માની ટીમને સારી શરૂઆત અપાવવાની જવાબદારી વધી જાય છે. મિડલ ઓર્ડરમાં કપ્તાન વિરાટ કોહલી અને સૂર્યાકુમાર યાદવ સારૂ રમી શકે છે. બુમરાહ અને મોહમ્મદ શામીની ગેરહાજરીમાં ભારતની બોલિંગ નબળી છે, ત્યારે ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાની જવાબદારી વધી જાય છે.

ઇંગ્લેન્ડની ટીમના સ્ટાર ખેલાડીઓ

20-20 મેચ માટે ઇંગ્લેન્ડની ટીમ વધુ પ્રખ્યાત છે. ખડતલ શરીર ધરાવતા ઇંગ્લેન્ડ બેટ્સમેનો પાવર જનરેટ કરીને મોટા શોટ્સ લગાવી શકે છે. ઇંગ્લેન્ડ તરફથી બેટિંગનો આધાર જેસન રોય, બટલર અને બેન સ્ટોક્સ પર રહેશે. જ્યારે બોલિંગમાં જોફ્રા આર્ચર વિકેટ ઝડપવામાં સતત સફળ રહ્યો છે.

પ્રેક્ષકો ઘરે બેસીને મેચનો આનંદ માણશે

એક તરફ કોરોના વાઇરસને લઈને સ્ટેડિયમમાં પ્રેક્ષકો પર પ્રતિબંધ છે. શનિવારના રોજ સાંજનો દિવસ અને રવિવારના રોજ રજા હોવાથી મોટા ભાગના લોકો રાત્રી કરફર્યૂ ને લઈને મેચ જોવા ઘરમાં ટી.વી સામે ગોઠવાય તેવી સંભાવના

ABOUT THE AUTHOR

...view details