ગુજરાત

gujarat

ડૉક્ટરનું બનાવટી લેટરપેડ બનાવીને મેડીક્લેઈમની ફાઈલ મૂકનારો યુવાન ઝડપાયો

By

Published : May 30, 2021, 10:54 PM IST

અમદાવાદમાં અજીબ કિસ્સો સામે આવ્યો છે. જેમાં મેડીક્લેઈમના પૈસા મેળવવા એક દરજીની દુકાનમાં કામ કરતા યુવાને પાડોશી ડોકટર સાથેના સંબંધોનો ગેરલાભ ઉઠાવ્યો હતો. ડોકટરની હોસ્પિટલમાં જઈને લેટરપેડના ફોટો પાડીને બનાવટી વેટરપેડ તૈયાર કરીને મેડીકલેમની ફાઇલ મૂકી હતી. જોકે ઇન્કવાયરી આવતા જ આ યુવાનનો ભાંડો ફૂટી ગયો હતો.

ડૉક્ટરનું બનાવટી લેટરપેડ બનાવીને મેડીક્લેઈમની ફાઈલ મૂકનારો યુવાન ઝડપાયો
ડૉક્ટરનું બનાવટી લેટરપેડ બનાવીને મેડીક્લેઈમની ફાઈલ મૂકનારો યુવાન ઝડપાયો

  • યુવાનને કોરોના થતા થયો હતો હોમકવોરોન્ટાઇન
  • 85 હજારની લાલચમાં આવી મૂકી દીધી મેડીકલેઈમની ફાઇલ
  • ડોકટરના લેટરપેડ, સિક્કા અને ખોટી સહી કરી આચર્યું કૌભાંડ

અમદાવાદ: સેટેલાઇટની શિવમ હૉસ્પિટલના ડોકટર 2008થી પ્રેક્ટિસ કરે છે અને બાજુમાં આવેલા લેડીઝ ટેલરની દુકાનમાં કામ કરતા શિવા પરમાર સાથે પાડોશીના સંબંધ બંધાયા હતા. શિવાને કોરોના થતા તે આ ડોકટર પાસે ગયો અને દવા લીધી અને બાદમાં તેને ઘરે રહેવા સલાહ આપી ડોક્ટરે અને શિવા નામનો વ્યક્તિ ઘરે સારવાર લેતો હતો. જયારે સાજો થઈને પરત પણ આવ્યો જોકે બાદમાં ICICI બેંકનો કર્મી ડોકટરના ત્યાં મેડીકલેમની ફાઈલ ઇન્કવાયરી કરવા આવતા આ ભાંડો ફૂટ્યો હતો.

ડૉક્ટરનું બનાવટી લેટરપેડ બનાવીને મેડીક્લેઈમની ફાઈલ મૂકનારો યુવાન ઝડપાયો

બેન્ક કર્મી ઈન્કવાયરી માટે આવતા ભાંડો ફૂટ્યો

ડૉ. ભાવેશ ઓઝા પણ બેન્ક કર્મીની વાત સાંભળીને ચોંકી ગયા હતા. તપાસ કરી તો આરોપી શિવાએ ડોકટરના ત્યાં આવી કોઈ પેશન્ટની ફાઇલના ફોટો પાડી તેમાં એડિટિંગ કરી નકલી દાખલ થયાના ડોક્યુમેન્ટ બનાવડાવી દીધા હતા. લેટરપેડ પણ ફરજી બનાવી સિક્કા બનાવડાવી ખોટી સહીઓ કરી તેણે મેડીકલેઈમની ફાઇલ મૂકી દીધી હતી. જેથી ડોક્ટરે આ અંગે ફરિયાદ આપતા સેટેલાઇટ પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

ABOUT THE AUTHOR

...view details