ગુજરાત

gujarat

ધંધુકામાં પાંચ દિવસના સંપૂર્ણ લોકડાઉન બાદ સ્વૈચ્છિક લોકડાઉન યથાવત રહેશે

By

Published : Apr 24, 2021, 8:28 AM IST

ધંધુકામાં કોરોનાના કપરા સમયમાં કોરોના સંક્રમિતોનું પ્રમાણ વધતા ધંધુકાના વેપારી મહામંડળ દ્વારા છેલ્લા એક સપ્તાહથી સ્વેચ્છિક લોકડાઉન કરાયા બાદ હવે ધંધુકામાં સંપૂર્ણ લોકડાઉન ચાલી રહ્યું છે. તેમાં તમામ વેપારી ભાઈબંધુઓ તેમના તમામ ધંધા- રોજગાર બંધ કરી કોરોનાની સાંકળને તોડવા માટે સહકાર આપી રહ્યા છે.

Voluntary Lockdown
Voluntary Lockdown

  • ધંધુકામાં છેલ્લા એક સપ્તાહથી ચાલતું હતું સ્વૈચ્છિક લોકડાઉન
  • પાંચ દિવસ માટે કરાયેલું સંપૂર્ણ લોકડાઉન 25 એપ્રિલ સુધી યથાવત
  • સંપૂર્ણ લોકડાઉન દરમિયાન મેડિકલ તેમજ દૂધની દુકાનો માત્ર ચાલુ રખાઈ

અમદાવાદ : સમગ્ર ગુજરાતમાં તેમજ અમદાવાદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં આવેલા ધંધુકા અને ધોલેરા તાલુકા મથકે તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે, ત્યારે ગામડાની મોટા ભાગની ગ્રામ પંચાયતો દ્વારા સ્વૈચ્છિક લોકડાઉન આપવામાં આવી રહ્યા છે. બન્ને તાલુકાના મધ્યે આવેલા ધંધુકા તાલુકા ખાતે સંપૂર્ણ લોકડાઉનનો અમલ થઈ રહ્યો છે. લોકો અને વેપારીઓ સહકાર આપી રહ્યા છે, બજારો સૂમસામ દેખાઈ રહી છે.

ધંધુકામાં સ્વૈચ્છિક અને પાંચ દિવસનું સંપૂર્ણ લોકડાઉન યથાવત

આ પણ વાંચો :ભુજમાં દિવસ દરમિયાન સ્વૈચ્છિક દુકાનો બંધ, નાના ધંધાર્થીઓએ ચાલુ રાખ્યો રોજગાર

સંપૂર્ણ લોકડાઉન બાદ પણ સ્વેચ્છિક લોકડાઉન ચાલુ રાખવામાં આવશે

આમ સ્વેચ્છિક લોકડાઉન બાદ સંપૂર્ણ લોકડાઉન ચાલી રહ્યું છે, ત્યારે કોરોનાની સાંકળને તોડવા તમામ લોકો ઘરની બહાર નીકળતા નથી, કે કોઈ લોકો ચોરે ચોપાટ પર બેઠેલા પણ ક્યાંય નજરે પડતા નથી. ધંધુકામાં કોઈ એવો દિવસ ઉગ્યો નથી કે ધંધુકામાં કોરોના પોઝિટિવ વ્યક્તિનું મૃત્યુ ન થયું હોય. છેલ્લા બે દિવસમાં કોરોના પોઝિટિવ થયેલા 6 વ્યક્તિઓના મોત થયા છે, ત્યારે લોકો પણ સતત ચિંતિત જ છે. વેપારી મહામંડળના મહામંત્રી શરદ ભાવસારના જણાવ્યા પ્રમાણે સંપૂર્ણ લોકડાઉન બાદ પણ સ્વેચ્છિક લોકડાઉન ચાલુ રાખવામાં આવશે.

ABOUT THE AUTHOR

...view details