ગુજરાત

gujarat

વિશ્વના સૌથી મોટા ક્રિકેટના ગ્રાઉન્ડમાં ભારત-ઈંગ્લેન્ડની ટીમે મેચ પ્રેક્ટિસ કરી

By

Published : Feb 20, 2021, 12:03 PM IST

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ચાલી રહેલી ક્રિકેટ સિરીઝ અંતર્ગત બે ટેસ્ટ મેચ અને પાંચ 20-20 મેચની સિરીઝ રમવા ભારત અને ઇંગ્લેન્ડની ટીમ અમદાવાદ આવી પહોંચી હતી. અમદાવાદના આશ્રમ રોડ પરની એક ખાનગી હોટલમાં રોકાઈ છે. 24 ફેબ્રુઆરીએ પ્રથમ ટેસ્ટ મેચ શરૂ થવાની છે જે સ્ટેડિયમ નિર્માણ બાદની પહેલી આંતરરાષ્ટ્રીય મેચ છે. આ મેચ પિંક બોલથી રમાશે અને ડે-નાઈટ મેચ હશે.

ભારત અને ઈંગ્લેન્ડની ટીમે મોટેરા સ્ટેડિયમમાં પ્રેક્ટિસ શરૂ કરી
ભારત અને ઈંગ્લેન્ડની ટીમે મોટેરા સ્ટેડિયમમાં પ્રેક્ટિસ શરૂ કરી

  • 18 ફેબ્રુઆરીએ ભારત અને ઇંગ્લેન્ડની ક્રિકેટ ટીમ આવી હતી અમદાવાદ
  • 19 ફેબ્રુઆરીએ બપોરે બાદ કરી મોટેરા સ્ટેડિયમમાં કરી પ્રેક્ટિસ
  • બંને દેશના ક્રિકેટરો મોટેરા સ્ટેડિયમથી પ્રભાવિત

અમદાવાદઃ ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે વિશ્વના સૌથી મોટા મોટેરા સ્ટેડિયમમાં મેચ રમાશે. અમદાવાદ આવ્યાના બીજા દિવસે ભારત અને ઇંગ્લેન્ડની ટીમ બપોર બાદ મોટેરા સ્ટેડિયમ પહોંચી હતી અને પ્રેક્ટિસનો પ્રારંભ કર્યો હતો. અહીં, બંને દેશના ક્રિકેટરોએ પોતાના ફોટોઝ અને વીડિયોને સોશિયલ નેટવર્કિંગ સાઈટ્સ ઉપર શેર કરીને વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમમાં હોવાની ગૌરવપૂર્ણ માહિતી આપી હતી. તો સાથે અહીંની આધુનિક ફેસીલીટીથી તેઓ પ્રભાવિત થયા હતા.

ભારતીય ક્રિકેટ ટીમ મેચ જીતવા પાડી રહી છે પસીનો
ભારતીય ક્રિકેટ બોર્ડ અને ઇંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડે શેર કર્યા વીડિયો અને ફોટો

ઇંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડે વિશ્વના સૌથી મોટા સ્ટેડિયમમાં પ્રેક્ટિસ કરતા ઇંગ્લેન્ડના ક્રિકેટરોનો વીડિયો શેર કર્યો હતો. આ સાથે જ આ શેર કરેલા વીડિયોમાં બેક ગ્રાઉન્ડમાં 'વંદે માતરમ' મ્યૂઝિક સંભળાઈ રહ્યું છે. તો બીજી તરફ ભારતીય ક્રિકેટ બોર્ડે પણ ભારતીય ખેલાડીઓની ટ્વિટને રિટ્વિટ કરી હતી. ઇંગ્લેન્ડના ક્રિકેટર સ્ટૂઅર્ટ બ્રોડ સહિતના ખેલાડીઓએ ફોટા અને વિડિયો શેર કર્યા હતા તો ભારતીય ટીમમાંથી વિરાટ કોહલી, રિષભ પંત અને હાર્દિક પંડ્યાએ પણ પોતાના ફોટો અને મેમરી શેર કર્યા હતા.

બંને દેશના ક્રિકેટરો મોટેરા સ્ટેડિયમથી પ્રભાવિત
પ્રેક્ટિસ પીચ પર ક્રિકેટરોએ કરી પ્રેક્ટિસ

ઉલ્લેખનીય છે કે, સૌપ્રથમ ક્રિકેટરોએ મેદાનમાં પ્રવેશ કર્યો હતો, મેદાન નિહાળ્યું હતું. ત્યારબાદ મેદાન ઉપર એક્સરસાઇઝ કરી હતી. ઈંગ્લેન્ડના ક્રિકેટરોએ મેદાનની બીજી સાઈડ પર આવેલી પ્રેક્ટિસ પીચ પર નેટ પ્રેક્ટિસ કરી હતી. સ્ટેડિયમમાં કુલ 11 જેટલી આઉટડોર નેટ પ્રેક્ટિસ પીચ છે, જેમાંથી અડધી કાળી માટીની અને અડધી લાલ માટીની છે. જે આંતરરાષ્ટ્રીય સ્તર મુજબની બોલરોને અનુકૂળતા પ્રમાણેની છે.

ABOUT THE AUTHOR

...view details