ગુજરાત

gujarat

ગુજરાતના અંકલેશ્વરથી COVAXINની રવિવારે સૌપ્રથમ બેચ રિલીઝ કરાશે

By

Published : Aug 28, 2021, 6:22 PM IST

કેન્દ્રીય આરોગ્યપ્રધાન મનસુખ માંડવિયા 29 ઑગસ્ટને રવિવારે ગુજરાતની મુલાકાતે આવી રહ્યાં છે, તેઓ કોરોનાની વેક્સિન COVAXIN બનાવતી કંપની ભારત બાયોટેકની મુલાકાત લેશે. અને કોવેક્સિનના પ્રથમ બેચને રિલીઝ કરશે.

ગુજરાતના અંકલેશ્વરથી COVAXINની રવિવારે સૌપ્રથમ બેચ રિલીઝ કરાશે
ગુજરાતના અંકલેશ્વરથી COVAXINની રવિવારે સૌપ્રથમ બેચ રિલીઝ કરાશે

  • કેન્દ્રીય આરોગ્યપ્રધાન મનસુખ માંડવિયા રવિવારે ગુજરાતની મુલાકાતે
  • અંકલેશ્વરના ભારત બાયોટેક પ્લાન્ટની કરશે મુલાકાત
  • ગુજરાતમાં બનેલી COVAXIN ની સૌપ્રથમ બેચને કરશે રિલીઝ

અમદાવાદ: ભારત બાયોટેકે ગુજરાતના અંકલેશ્વરમાં પોતાનો COVAXIN બનાવવાનો નવો પ્લાન્ટ કાર્યરત કર્યો હતો. આ પ્લાન્ટમાં બનેલી કોરોનાની વેક્સિન COVAXINની સૌપ્રથમ બેચને રવિવારે કેન્દ્રિય આરોગ્યપ્રધાન મનસુખ માંડવિયા રિલીઝ કરશે.

ગુજરાતમાં વેક્સિનની અછત સર્જાશે નહી
અત્રે ઉલ્લેખનીય છે કે ગઈકાલે દેશમાં એક જ દિવસમાં 1 કરોડ કરતાં વધારે કોરોનાની વેક્સિનના ડોઝ લગાવવામાં આવ્યા છે, જે વિક્રમ સર્જાયો છે. દુનિયાની સૌથી મોટી વેક્સિન ડ્રાઈવમાં આ એક ઐતિહાસિક કિર્તીમાન સ્થપાયો છે. કેન્દ્રિય આરોગ્યપ્રધાન મનુસુખ માંડવિયાની ભારત બાયોટેકના અંકલેશ્વરની મુલાકાતને અત્યંત મહત્વની છે. મનસુખ માંડવિયા રવિવારે અંકલેશ્વરના આ જ પ્લાન્ટમાં બનેલી સૌપ્રથમ બેચને રિલીઝ કરશે. જેનાથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સંકલ્પ બધાને વેક્સિન, મફત વેક્સિનને વધુ સફળતા મળશે. તેમજ હવે ગુજરાતમાં વેક્સિનની અછત સર્જાશે નહી.

ABOUT THE AUTHOR

...view details