ગુજરાત

gujarat

અમદાવાદમાં ખોટા બિલો રજૂ કરી દંપતિએ પાસ કરાવ્યો 18 લાખનો મેડીક્લેમ, ત્રણ લોકો સામે ફરિયાદ

By

Published : Jan 24, 2022, 9:02 AM IST

અમદાવાદમાં ખોટા બિલોને આધારે એક દંપતિએ કમ્પનીમાંથી રૂપિયા 18 લાખનો મેડીક્લેમ પાસ (Mediclaim passed by false bills in Ahmedabad) કરાવી લીધો હોવાનો કિસ્સો બન્યો છે. આ મામલે પોલીસે ત્રણ લોકો સામે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.

mediclaim of Rs 18 lakh by submitting false bills
mediclaim of Rs 18 lakh by submitting false bills

અમદાવાદ: સામાન્ય રીતે તમે લોકોને મેડીક્લેમ કર્યા બાદ કમ્પની દ્વારા યેનકેન પ્રકારે ક્લેમ પાસ નહિ કરતા હોવાનું જોયું અને સાંભળ્યું હશે પરંતુ અમદાવાદમાં એક એવો કિસ્સો સામે આવ્યો કે જેમાં એક દંપતીએ ખોટા બિલ રજૂ કરી કંપનીમાંથી રૂપિયા 18 લાખનો મેડીક્લેમ પાસ (mediclaim of Rs 18 lakh by submitting false bills) કરાવી લીધો છે. જે મામલે કમ્પનીએ નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં દંપતી સહિત ત્રણ લોકો સામે ફરિયાદ કરતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

અમદાવાદમાં ખોટા બિલો રજૂ કરી દંપતિએ પાસ કરાવ્યો 18 લાખનો મેડીક્લેમ

નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરતા પોલીસે વધુ તપાસ હાથ ધરી

પ્રણય બ્રહ્મભટ્ટ કે જે એક ઇન્સ્યોરન્સ કમ્પનીમાં કામ કરે છે. જેની સામે તેની જ કંપનીના ઉચ્ચ કર્મચારીએ નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં (mediclaim Scam Ahmedabad) છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે. એટલું જ નહિ પણ પ્રણય બ્રહ્મભટ્ટ સાથે તેની પત્ની અનિતા બ્રહ્મભટ્ટ અને અન્ય એક વ્યક્તિ નિકુંજકુમાર પટેલ સામે ફરિયાદ નોંધાઇ છે. ઇન્સ્યોરન્સ કંપનીના કર્મચારીએ ફરિયાદ કરી છે કે ત્રણે કંપનીમાં ખોટા બિલ તેમજ ખોટા રિપોર્ટ રજૂ કર્યા હતા. જેમાં દંપતીએ 18 લાખ પાસ કરાવ્યા છે. જ્યારે નિકુંજનો ક્લેમ શંકા જતા અને તપાસ કરતા રદ્દ કરવામાં આવ્યો અને બાદમાં ત્રણે સામે નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

ખોટા લેબોરેટરી રિપોર્ટ રજૂ કરી ક્લેમ કરી 18.40 લાખ કંપનીમાંથી પાસ કરાવી લીધા

પોલીસ તપાસમાં સામે આવ્યું કે પ્રણય બ્રહ્મભટ્ટ વીમા કંપનીમાં હેલ્થ ક્લેમ વિભાગના મેનેજર તરીકે ફરજ બજાવતો અને ડોક્ટરોની ફાઈલનું કામ કરતો હતો. પ્રણય બ્રહ્મભટ્ટએ 30 લાખની પોલિસી લીધી હતી, જેમાં તેની પત્ની અનિતા અને બાળકનો સમાવેશ થાય છે. ક્લેમની અવધિ પુરી થતા ક્લેમ રીન્યુ કરી આગળ વધાર્યો અને તે સમયમાં તેઓએ કોરોનાકાળ દરમિયાન હોસ્પિટલમાં સારવાર લીધી હોવાનું દર્શાવી ખોટા બિલ રજૂ કરી અને ખોટા લેબોરેટરી રિપોર્ટ રજૂ કરી ક્લેમ કરી 18.40 લાખ કંપનીમાંથી પાસ કરાવી લીધા હતા. તે જ પ્રકારે નિકુંજકુમારે પણ ખોટા બિલ રજૂ કરી 2.50 લાખનો ક્લેમ કરેલો હતો, જે તપાસમાં ખોટો નીકળતા ક્લેમ રદ્દ કરાયો હતો.

બાપુનગરના એક જ ડોક્ટરના નામે 38 લોકોએ ક્લેમ પાસ કરાવ્યાં

આ સમગ્ર મામલાની પોલ ત્યારે ખુલી જ્યારે કંપની દ્વારા તપાસ કરવામાં આવી હતી. કેમ કે કંપનીમાં જ્યારે ક્લેમ થાય ત્યારે ફાઈલ મુકાય અને તે સંલગ્ન વિભાગમાં જઈ ફિલ્ડ ટિમ તેની તપાસ કરતી હોય છે કે ખરેખર દર્દીએ સારવાર લીધી છે કે કેમ? આ કેસમાં નિકુંજકુમારે બાપુનગરમાં ડોક્ટર હિતેન બારોટના ત્યાં સારવાર લીધી હોવાનું દર્શાવ્યું હતું. ત્યાં તપાસ કરતા ડોક્ટરે અહીં આવી કોઈ સારવાર લેવાઈ નથી તેમ જણાવતા મામલો ખુલ્લો પડ્યો હતો. તો મેડિકલ સ્ટોર ધારકને બિલ અંગે પૂછતાં બતાવવાની ના પાડતા શંકા પ્રબળ બની અને સમગ્ર કૌભાંડનો ભાંડો ફૂટી ગયો હતો. મળતી માહિતી પ્રમાણે એ પણ વિગતો સામે આવી છે કે, બાપુનગરના એક જ ડોક્ટરના નામે 38 લોકોએ આ રીતે ફાઈલ મૂકીને ક્લેમ મેળવી લીધા છે. જે અંગેની પણ કંપનીએ તેમજ પોલીસે તપાસ શરૂ કરી છે. આ કેસમાં અન્ય લોકોની પણ સંડોવણી ખુલવાની શક્યતા છે, જેની પણ પોલીસ તપાસ કરી રહી છે.

આ પણ વાંચો: અમદાવાદમાં સામાજિક પ્રસંગમાં ગયેલા પિતાએ પુત્રને જાણ ના કરતા પુત્રએ પિતાને માર્યા

આ પણ વાંચો: ગ્રેડ પે મામલે અમદાવાદના નવરંગપુરા પોલીસ સ્ટેશનના મહિલા કર્મચારીએ શરૂ કર્યું આંદોલન

ABOUT THE AUTHOR

...view details