ગુજરાત

gujarat

અમદાવાદમાં બોગસ પાસપોર્ટનાં કેસમાં 10 વર્ષથી નાસતો ફરતો આરોપી ઝડપાયો

By

Published : Jan 30, 2021, 9:47 AM IST

નકલી પાસપોર્ટનાં ગુનામાં છેલ્લા 10 વર્ષથી સાઉથ આફ્રિકા ભાગી ગયેલો આરોપી તાજેતરમાં જ ભારત પરત ફર્યો હતો. જેની જાણ ગુજરાત ATSને થતાં તેને ભરૂચ ખાતેથી દબોચી લેવામાં આવ્યો હતો. આરોપીએ કબૂલ્યું હતું કે, બોગસ દસ્તાવેજોનાં આધારે તેણે બીજા લગ્ન કરીને પાકિસ્તાન તેમજ અફઘાનિસ્તાનનો પ્રવાસ પણ કર્યો હતો.

બોગસ પાસપોર્ટનાં કેસમાં 10 વર્ષથી નાસતો ફરતો આરોપી ઝડપાયો
બોગસ પાસપોર્ટનાં કેસમાં 10 વર્ષથી નાસતો ફરતો આરોપી ઝડપાયો

  • ATSએ 2 દિવસમાં 2 આરોપી ઝડપ્યા
  • 10 વર્ષથી નાસતા આરોપીને ઝડપી પાડયો
  • પાસપોર્ટના ગુનામાં ફરાર હતો આરોપી

અમદાવાદ: ગુજરાત ATSની ટીમે નકલી પાસપોર્ટનાં ગુનામાં છેલ્લા 10 વર્ષથી ફરાર આરોપી સાઉથ આફ્રિકાથી પાછો આવતા ઝડપી પાડ્યો છે. ગુજરાત ATSનાં PI સી.આર. જાદવની ટીમે ભરૂચમાં કાર્યવાહી કરી આરોપી અલી અસગર અબ્બાસ પ્લમ્બરની ધરપકડ કરી છે. હજુ પણ આ પ્રમાણે અગાઉના ગુનામાં નાસતા ફરતા આરોપીને ધરપકડ કરવાની કાર્યવાહી ચાલુ જ છે.

બોગસ પાસપોર્ટનાં કેસમાં 10 વર્ષથી નાસતો ફરતો આરોપી ઝડપાયો
શું હતી આ સમગ્ર ઘટના?વર્ષ 2010માં ભરૂચનાં રહેવાસી અસામદી મહમ્મદ હનીફે ખોટું સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ બનાવીને ભારતીય પાસપોર્ટ મેળવ્યો હતો. જે અંગે ATS દ્વારા ગુનો દાખલ કરવામાં આવ્યો હતો અને જે તે સમયે આરોપીની ધરપકડ કરી લેવામાં આવી હતી. પરંતુ, આ ગુનામાં નકલી પાસપોર્ટ બનાવવામાં મદદ કરનાર એવો મુખ્ય આરોપી અલી હતો. અલીને ખ્યાલ આવતા તે સાઉથ આફ્રિકા ભાગી ગયો હતો. જોકે તાજેતરમાં ATSને માહિતી મળી હતી કે, આરોપી હાલ ભરૂચમાં છે. માહિતીના આધારે ATSની ટીમે ભરૂચ જઈને આરોપીને પકડી પાડ્યો હતો. આરોપી સરદાર ખાનની પૂછપરછ કરતા સામે આવ્યું કે, આ તમામ દસ્તાવેજોથી પાકિસ્તાનમાં પ્રવાસ પણ કર્યો છે અને બીજા લગ્ન પણ કર્યા હતા. પરંતુ પાકિસ્તાનમાં વાતાવરણ ખરાબ થતા કુટુંબ સાથે અફઘાનિસ્તાન પરત આવી ગયેલો અને ત્યાંથી જ બોગસ આઇડી પ્રુફના આધારે નવો ભારતીય પાસપોર્ટ પણ મેળવ્યો હતો.

ABOUT THE AUTHOR

...view details