ગુજરાત

gujarat

91 વર્ષની વયે મહિલાએ કોવિડ અને હાર્ટએટેકને પણ આપી મ્હાત

By

Published : Jun 12, 2021, 1:08 PM IST

અમદાવાદમાં એક કિસ્સો પ્રકાશમાં આવ્યો જે શરૂઆતમાં અકલ્પનિય અથવા માત્ર વાર્તા લાગે પરંતુ ખાનગી હોસ્પિટલના ડોક્ટરોની મહા મહેનતે આજે તે વાતને સાર્થક કરી બતાવી છે. ત્યારે આ વાત જણાવીએ તો મહિલાની ઉંમર એ માત્ર સંખ્યા છે. જેમની ઉંમર શતક થી 9 વર્ષ દૂર છે. તેવાં અમદાવાદ નિવાસી મહિલા કોવિડ અને હાર્ટએટેક બંનેને પરાજીત કરીને ઘરે પાછા ફર્યા છે.

91 વર્ષની વયે મહિલાએ કોવિડ અને હાર્ટએટેકને પણ આપી મ્હાત
91 વર્ષની વયે મહિલાએ કોવિડ અને હાર્ટએટેકને પણ આપી મ્હાત

  • ઉંમર માત્ર સંખ્યા છે 91 વર્ષની મહિલાએ ઉંમરને પણ કરી પરાજીત
  • કોવિડ અને હાર્ટએટેક બંને સામે મહિલાએ જીત મેળવી
  • સુશીલાબેને ખાનગી હોસ્પિટલમાં કોરોનાથી સાજા થવાની સાથે એન્જીયોપ્લાસ્ટી કરાવી

અમદાવાદ:એક કિસ્સો પ્રકાશમાં આવ્યો જે શરૂઆતમાં અકલ્પનિય અથવા માત્ર વાર્તા લાગે, પરંતુ ખાનગી હોસ્પિટલના ડોક્ટરોની મહા મહેનતે આજે તે વાતને સાર્થક કરી બતાવી છે. ત્યારે આ વાત જણાવીએ તો મહિલાની ઉંમર એ માત્ર સંખ્યા છે. જેમની ઉંમર શતકથી 9 વર્ષ દૂર છે. તેવાં અમદાવાદ નિવાસી મહિલા કોવિડ અને હાર્ટએટેક બંનેને પરાજીત કરીને ઘરે પાછા ફર્યા છે.

મહિલાને કોવિડ અને હાર્ટએટેક બન્ને માંથી બચાવી લેવામાં આવ્યા

91 વર્ષનાં સુશિલાબેનને 29મી મેના રોજ હાર્ટ એટેકનો ભોગ બનતાં એક ખાનગી હૉસ્પિટલમાં તાત્કાલિક સારવાર માટે દાખલ કરાયાં હતાં. ત્યાં તેમને શ્વાસ લેવામાં ભારે તકલીફ પડી રહી હતી. તેમને ફ્લેશ પલ્મોનરી ઈડીમા હોવાનુ પણ જણાયુ આવ્યું હતુ. આ એક એવી સ્થિતિ છે કે જે ફેફસાંમાં અતિશય પ્રવાહીને કારણે તથા કોરોના ARDSની શરૂઆતની સ્થિતિમાં જોવા મળે છે. બીજા દિવસે તેમને કોવિડ-19નાં પોઝિટિવ લક્ષણો જોવા મળતાં અન્ય બીજી ખાનગી હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં ડોક્ટરોની આર્થક મહેનતે મહિલાને કોવિડ અને હાર્ટએટેક બન્ને માંથી બચાવી લેવામાં આવ્યા છે.

આ પણ વાંચો:105 વર્ષીય દેવંતી દેવી અને કોરોના સામેની લડાઇ, મહામારી સામે જીતની ગાથા

ખાનગી ડોક્ટરે શું જણાવ્યું?

ખાનગી હૉસ્પિટલના ક્રિટિકલ કેર ફિઝિશ્યન અને એડલ્ટ આઈસીયુના ઈનચાર્જ ડો. શાહે જણાવ્યું કે તેમને જ્યારે હૉસ્પિટલમાં લાવવામાં આવ્યાં હતા.. ત્યારે તેમનુ બ્લડપ્રેશર સ્થિર ન હતુ અને વધુ વધુમાં વધુ ઓક્સિજન આપવાની જરૂર જણાઈ આવતી હતી. કોરોનાની સારવાર આપવાની સાથે સાથે તેઓને હાર્ટએટેક આવતા ડોક્ટર સહિત સ્ટાફ અને પરિવાર ચિંતામાં મુકાયો હતો પરંતુ કોવિડની સારવાર સાથે એન્જીયોગ્રાફી અને એન્જીયોપ્લાસ્ટી કરવાની પણ તજવીજ હાથ ધરાઈ હતી. હૉસ્પિટલમાં દાખલ કરાયા પછી બે દિવસે એટલે કે 1 જુનના રોજ સિનિયર કાર્ડિયોલોજીસ્ટ ડૉ. પરીખ અને ડૉ. સાંખલાએ કોરોનાની સારવાર ચાલુ કરી હતી. ત્યારે ઉંમરનુ અને કોવિડનું જોખમ હોવા છતાં સુશીલાબેનની હૃદયની નસની એન્જીયોપ્લાસ્ટી કરી અને સફળતાપૂર્વક સ્ટેન્ટ મુકયુ હતું. આ પ્રક્રિયા પછી તેમનુ બ્લડ પ્રેશર સામાન્ય થયુ હતું અને સંપૂર્ણ સાજા થતાં તેમને 7 જુનના રોજ રજા આપવામાં આવી હતી.

91 વર્ષની વયે મહિલાએ કોવિડ અને હાર્ટએટેકને પણ આપી મ્હાત

ભાગ્યે જ જોવા મળતા કિસ્સામાં ક્યાં પ્રકારની ખાનગી હોસ્પિટલમાં થઈ સારવાર

ડો.શાહ જણાવ્યું કે 90 થી વધુ વર્ષની ઉંમરે અને તે પણ કોરોના પોઝિટિવ હોય ત્યારે દર્દીને એન્જીયોપ્લાસ્ટી કરી સ્ટેન્ટ મુકવામાં આવે તેવા કિસ્સા ભાગ્યે જ જોવા મળતા હોય છે.. તેમાં પણ મહત્વનું છે કે જ્યારે દેશમાં પ્રથમ અને બીજી લહેરમાં અનેક લોકોના જીવ ગયા છે. બીજી લહેરમાં અનેક લોકો બેડ માટે વલખા મારી રહ્યા હતા. ત્યારે આવા કિસ્સામાં દર્દી ખાસ હરી-ફરી શકતુ નથી અને એન્જીયોપ્લાસ્ટી કરી શકાય તેવી કોઈ જ પ્રકારની સ્થિતિ હોતી જ નથી. ઘણા કિસ્સામાં પરિવાર શસ્ત્રક્રિયા કરાવવાનો પણ વિરોધ કરે છે. આમ છતાં પણ સુશીલાબેન આ ઉંમરે હજુ પણ સક્રિય છે અને મજબૂત ઈચ્છાશક્તિ ધરાવે છે. તેમના હકારાત્મક અભિગમે તેમના સાજા થવામાં મહત્વની ભૂમિકા બજાવી છે.

આ પણ વાંચો:રાજકોટમાં મનુભાઈએ 95 વર્ષની વયે કોરોનાને મ્હાત આપી

હોસ્પિટલ સહિત સમગ્ર સ્ટાફનો માનવામાં આવ્યો આભાર

તેમના દિકરાની વહુ ડો. મીના શાહ નમસ્તે લાઈફ હેલ્થકેર ફાઉન્ડેશનમાં હેલ્થ અને લાઈફ કોચ છે. તેમણે જણાવ્યું કે આ ઉંમરે સુશીલાબેન સાજા થઈ ગયા તે ચમત્કારથી સહેજ પણ ઓછી બાબત નથી.ડો. મીના શાહ વધુમાં ઉમેર્યું કે સુશીલાબેન સાજા થઈને ઘરે પાછા ફર્યા છે.. તેનો હોસ્પિટલ તંત્ર અને સ્ટાફ સહિત અમને ઘણો આનંદ છે. તેમનો જે પ્રકારે ઉત્સાહ વધ્યો છે અને તેમના રૂમમાં તેમનું મનગમતુ ભોજન મળ્યા બાદ તેઓ વધુ ખુશ જોવા મળ્યા હતા. ડોક્ટર સહિત સમગ્ર સ્ટાફની જે પ્રકારની મહેનત રહેલી છે તે આજે સાર્થક થઈ છે.

ABOUT THE AUTHOR

...view details