ગુજરાત

gujarat

કોરોનાથી મૃત્યુ પમેલા પારસીઓ માટેની પરંપરાગત અંતિમવિધિને છૂટ આપવા ગુજરાત હાઇકોર્ટમાં થઇ અરજી

By

Published : May 21, 2021, 4:22 PM IST

Updated : May 21, 2021, 7:22 PM IST

સુરત પારસી પંચાયતે ગુજરાત હાઇકોર્ટમાં અરજી કરી હતી. આ અરજીમાં રજૂઆત કરવામાં આવી હતી કે કોરોના સંક્રમિત થયેલા પારસીઓના મૃતદેહને અગ્નિસંસ્કાર કે દફનવિધિ માટે ફરજ પાડી શકાય નહીં. વધુમાં મૃત પારસીઓ માટેની પરંપરાગત અંતિમવિધિ 'દોખમેનશીન'ને છૂટ આપવામાં આવે તેવી અરજીમાં રજૂઆત કરવામાં આવી હતી. અરજીમાં સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, કોરોના સંક્રમિત થયેલા મૃત દર્દીથી કોરોનાનો ચેપ ફેલાઇ શકે એવો કોઈ આધારભૂત વૈજ્ઞાનિક પૂરાવો નથી.

કોરોનાથી મૃત્યુ પમેલા પારસીઓ માટેની પરંપરાગત અંતિમવિધિને છૂટ આપવા ગુજરાત હાઇકોર્ટમાં અરજી
કોરોનાથી મૃત્યુ પમેલા પારસીઓ માટેની પરંપરાગત અંતિમવિધિને છૂટ આપવા ગુજરાત હાઇકોર્ટમાં અરજી

  • સુરત પારસી પંચાયતે ગુજરાત હાઇકોર્ટમાં અરજી કરી હતી
  • કોરોના સંક્રમિત થયેલા પારસીઓના મૃતદેહને અગ્નિસંસ્કાર કે દફનવિધિ માટે ફરજ પાડી શકાય નહીં
  • આગામી સુનાવણી 28 મેના રોજ હાથ ધરાશે
  • કેન્દ્ર સરકારે બહાર પાડેલા નિર્દેશમાં પણ પારસીઓ માટે કોઈ ઉલ્લેખ નહીં

અમદાવાદઃ ગુજરાત હાઇકોર્ટમાં સુરત પારસી પંચાયત તરફથી અરજી કરનારા એડવોકેટ મનન ભટ્ટે ETV Bharatના સંવાદદાતા સાથેની ટેલિફોનિક વાતચિત દરમિયાન જણાવ્યું હતું કે, કોરોનામાં મૃત્યુ પામેલા પારસીઓના અંતિમવિધિ માટે હાલ કોઈ દિશા નિર્દેશ નથી આપવામાં આવ્યા. પારસી સમુદાયના લોકોનું કહેવું છે કે, તેમને તેમના ધર્મ મુજબ અંતિમ સંસ્કાર કરવા દેવામાં નથી આવી રહ્યા.

આ પણ વાંચોઃ કોરોનાને કારણે ઇતિહાસમાં સૌપ્રથમવાર પારસી સમાજે બદલી અંતિમવિધીની પરંપરા

મૂળભૂત અધિકારોનું હનન

બંધારણીય અધિકારો મુજબ પારસી સમુદાયને તેમના ધર્મ મુજબ અંતિમ સંસ્કારથી રોકવા તેમના મૂળભૂત અધિકારોનું હનન છે. આ માટે બંધારણમાં ધાર્મિક સ્વતંત્રતાના અધિકારોની જોગવાઈઓ કરવામાં આવી છે. વૈજ્ઞાનિક રીતે પણ જોઈએ તો અત્યારે એવું કોઈ કારણ નથી કે, ડેડ બોડીથી કરોના ફેલાય છે. તારણ એવું છે કે 20થી વધુ લોકો ભેગા થાય અને સોશિયલ ડિસ્ટનસિંગ ન રહે તે માટે નિયમ લાગુ કરવામાં આવ્યો છે.

આ પણ વાંચોઃ પારસી પંચાયતને બદનામ કરવા સોશિયલ મીડિયામાં બોગસ લેટર વાયરલ કરનાર ઝડપાયો

Last Updated :May 21, 2021, 7:22 PM IST

ABOUT THE AUTHOR

...view details