ગુજરાત

gujarat

સૌ નગરજનો કોરોના ગાઈડલાઈન પાળે, ઘરે રહીને રથયાત્રા નિહાળે : પ્રદીપસિંહ જાડેજા

By

Published : Jul 12, 2021, 10:00 AM IST

કોરોનાકાળમાં ભારે અસમંજસ બાદ આજે સોમવારે અમદાવાદમાં ભગવાન જગન્નાથની 144મી રથયાત્રા યોજાઈ રહી છે. ત્યારે રથયાત્રા અગાઉ ગૃહ રાજ્યપ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ પ્રેસ કોન્ફરન્સને સંબોધી હતી. જેમાં તેમણે રથયાત્રા સરકારના નિયમો મુજબ જ યોજાશે તેમ જણાવ્યું હતું. આ સાથે તેમણે કચ્છીઓને નવા વર્ષની શુભેચ્છાઓ પણ પાઠવી હતી.

સૌ નગરજનો કોરોના ગાઈડલાઈન પાળે, ઘરે રહીને રથયાત્રા નિહાળે
સૌ નગરજનો કોરોના ગાઈડલાઈન પાળે, ઘરે રહીને રથયાત્રા નિહાળે

  • 144 મી રથયાત્રા કોવિડ ગાઈડલાઈન અનુસાર નીકળશે
  • નગરજનોને ઘરે રહીને ભગવાનના દર્શન કરવાની અપીલ
  • ગૃહપ્રધાને કચ્છીઓને નવા વર્ષની શુભકામનાઓ પાઠવી


અમદાવાદ : ભગવાન જગન્નાથની 144મી રથયાત્રા પૂર્વે ગૃહ રાજ્યપ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ પ્રેસ કોન્ફરન્સને સંબોધન કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, 144મી રથયાત્રા સરકારે નક્કી કરેલા નિયમોનુસાર જ નીકળશે. જે અંતર્ગત રસ્તામાં આવતા 7 પોલીસ સ્ટેશન વિસ્તારોમાં કરફ્યૂ જાહેર કરવામાં આવ્યો છે. સૌ નગરજનો ઘરે બેસીને જ મીડિયાના માધ્યમથી રથયાત્રા નિહાળે.

સૌ નગરજનો કોરોના ગાઈડલાઈન પાળે, ઘરે રહીને રથયાત્રા નિહાળે

અષાઢી બીજના દિવસે કચ્છીઓનું નવું વર્ષ

પ્રદિપસિંહ જાડેજાએ કચ્છી નાગરિકોને નવા વર્ષની શુભેચ્છા આપી હતી. રથયાત્રા નિકાળવાના સરકારના પ્રયત્નોની સરાહના કરી હતી. ઉલ્લેખનીય છે કે, પ્રદિપસિંહ જાડેજા દ્વારા સતત રથયાત્રા નીકળે તેવા પ્રયત્નો કરવામાં આવ્યા હતા. તેમને જ પ્રેસ કોન્ફરન્સ યોજીને રથયાત્રા નીકળશે તેવી જાહેરાત કરી હતી. રથયાત્રા પૂર્વે સંપૂર્ણ રથયાત્રાના માર્ગનું નિરીક્ષણ પણ કર્યું હતું.

વહેલી સવારથી પ્રદીપસિંહ મંદિરમાં હાજર

આજે સોમવારે વહેલી સવારથી જ ગુજરાતના ગૃહ રાજ્યપ્રધાન પ્રદીપસિંહ જાડેજા જગન્નાથ મંદિરમાં હાજર હતા. કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહને આવકાર્યા બાદ તેમને વિદાય પણ આપી હતી. ત્યારબાદ તેમને મુખ્ય પ્રધાન વિજય રૂપાણી અને નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલને પણ આવકાર્યા હતા. સૌથી છેલ્લે મંદિરથી પ્રસ્થાન કર્યું હતું.

ABOUT THE AUTHOR

...view details