ગુજરાત

gujarat

Sikh's in Ahmedabad: ધર્મગુરુ ગુરપ્રિત સિંઘ અરોરાના અપમાનથી ધાર્મિક લાગણી દુભાતા વિવાદ

By

Published : Mar 24, 2022, 10:16 PM IST

અમદાવાદના સરદારનગર પોલીસ મથકમાં(Sardarnagar Police Station) ધર્મગુરુ ગુરપ્રિત સિંઘ અરોરાનું અપમાન કરાયું જેથી ધાર્મિક લાગણી દુભાતા પોલીસે IT એક્ટની કલમ હેઠળ ગુનો નોંધી પુરાવા એકઠા કરવાની તજવીજ હાથ ધરી છે.

Sikh's in Ahmedabad: ધર્મગુરુ ગુરપ્રિત સિંઘ અરોરાનું અપમાન કરાયું જેથી ધાર્મિક લાગણી દુભાતા મામલે વધુ એક વિડિયો વાયરલ
Sikh's in Ahmedabad: ધર્મગુરુ ગુરપ્રિત સિંઘ અરોરાનું અપમાન કરાયું જેથી ધાર્મિક લાગણી દુભાતા મામલે વધુ એક વિડિયો વાયરલ

અમદાવાદ:જે રીતે ધાર્મિક લાગણી દુભાવવાનુ વેર રાખી ધંધુકામા કિશન ભરવાડની હત્યા થઈ હતી તેવીજ રીતે ધાર્મિક લાગણી દુભાવવા અંગે વધુ એક ફરિયાદ સરદાર નગર પોલીસ મથકે નોંધાઈ છે. જેમા બનાવના 3 મહિના બાદ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા પોલીસે 8 આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

પોલીસે IT એક્ટની કલમ હેઠળ(Police under section of IT Act) ગુનો નોંધી પુરાવા એકઠા કરવાની તજવીજ હાથ ધરી છે.

શીખ ધર્મના લોકોની લાગણી દુભાયાની ફરિયાદ - અમદાવાદના સરદારનગર પોલીસ મથકમાં જાહેર રોડ પર શીખ ધર્મના લોકોની લાગણી દુભાયાની ફરિયાદ નોંધાવી છે. જેમાં મુંબઇમાં રહેતા કુલ 68 લોકોએ ફરિયાદ આપી હતી કે, 23 ડિસેમ્બરના રોજ અમદાવાદના સરદાર નગરમા જાહેર રોડ પર ઘર્મગુરુ ગુરપ્રિત સિંઘ અરોરાનુ અપમાન થયેલ હતું. તેમને જાહેરમાં અપમાનિત કરી ચપ્પલનો હાર પહેરાવ્યો(Wearing a necklace of slippers) હતો. જે અંગેના વિડીયો વાયરલ થતા પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. પોલીસે આ ગુનામા કુલ 8 ઈસમો વિરૃધ્ધ ફરિયાદ નોંધી છે.

આ પણ વાંચો:લોકોની ધાર્મિક લાગણી દુભાવતો વીડિયો વાઇરલ, આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ

પોલીસે IT એક્ટની કલમ હેઠળ ગુનો નોંધયો - જ્યારે બનાવ અમદાવાદના સરદારનગર વિસ્તારમા બન્યો હોવાથી પોલીસે આશિષ રજાઈ, જય દેવનાની, નરેન્દ્ર રાજદેવ, કમલ મહેતાની, સમીર ગેહાની, અમિત અંબવાની, કમલેશ કોરાની અને રાજા આવતાની વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. મહત્ત્વનુ એ છે કે 23 ડિસેમ્બરે બનેવા બનાવ બાદ તેના વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા. જે હકિકત સામે આવતા ફરિયાદી અને તેમના ધર્મગુરુના અપમાનથી જે લાગણી દુભાતા પોલીસ ફરિયાદ(police complaint in Ahmedabad) કરવામા આવી હતી. આ વાયરલ વિડિયોથી જે રીતે ઘર્મગુરુ ગુરપ્રિત સિંઘ અરોરાને(Sikh Gharmaguru Gurpreet Singh Arora) અપમાનીત કર્યા તે તમામ લોકોની સામે કડક પગલા લેવા પોલીસે IT એક્ટની કલમ હેઠળ(Police under section of IT Act) ગુનો નોંધી પુરાવા એકઠા કરવાની તજવીજ હાથ ધરી છે.

આ પણ વાંચો:રાજનેતાઓનો 'ચોકીદાર' શબ્દ, શું દુભાવી રહ્યો છે આદિવાસીઓની ધાર્મિક લાગણી ? વાંચો વિશેષ અહેવાલ

એક સાથે 68 લોકોએ પોતાની રજુઆત પોલીસ સમક્ષ કરતા -પોલીસે આ બનાવને ગંભીરતાથી લીધો છે. જેથી કોઈ અઘટિત બનાવ ન બને તે માટે પુરતા પુરાવા એકઠા કરી આરોપીના ધરપકડ માટે કાર્યવાહી હાથ ધરી હતી.

ABOUT THE AUTHOR

...view details