ગુજરાત

gujarat

શ્રી સાંઈ વુમન એન્ડ ચિલ્ડ્રન વેલ્ફેર ટ્રસ્ટ દ્વારા ઘરે કોરોનાની સારવાર લેતા દર્દીઓને ઓક્સિજનના સિલિન્ડર પૂરા પાડવાની સેવા શરુ કરાઇ

By

Published : May 19, 2021, 12:29 PM IST

કોરોનાનો કહેર દિવસેને દિવસે વધી રહ્યો છે. બીજી તરફ દર્દીઓને મેડિકલ ઓક્સિજન સાથેના બેડ મળવામાં પણ મુશ્કેલી અનુભવાઈ રહી છે. ખાનગી અને સરકારી હોસ્પિટલોની સ્થિતિ પણ ખુબ ગંભીર છે. ત્યારે શ્રી સાંઈ વુમન એન્ડ ચિલ્ડ્રન વેલ્ફેર ટ્રસ્ટ દ્વારા ઘરે કોરોનાની સારવાર લેતા દર્દીઓને ઓક્સિજનના સિલિન્ડર પૂરા પાડવાની સેવા શરુ કરવામાં આવી છે.

શ્રી સાંઈ વુમન એન્ડ ચિલ્ડ્રન વેલ્ફેર ટ્રસ્ટ દ્વારા ઘરે કોરોનાની સારવાર લેતા દર્દીઓને ઓક્સિજનના સિલિન્ડર પૂરા પાડવાની સેવા શરુ કરાઇ
શ્રી સાંઈ વુમન એન્ડ ચિલ્ડ્રન વેલ્ફેર ટ્રસ્ટ દ્વારા ઘરે કોરોનાની સારવાર લેતા દર્દીઓને ઓક્સિજનના સિલિન્ડર પૂરા પાડવાની સેવા શરુ કરાઇ

  • અમદાવાદમાં મેડિકલ ઓક્સિજન સિલિન્ડરની નિઃશુલ્ક સેવા શરૂ કરાઇ
  • શ્રી સાંઈ નામની સેવાભાવી સંસ્થા કોરોનાના દર્દીઓની વ્હારે આવી છે
  • ડિપોઝિટના ભાગરૂપે રૂપિયા 5,500 ભરવા પાત્ર રહેશે

અમદાવાદઃ કોરોનાનો કહેર દિવસેને દિવસે વધી રહ્યો છે. બીજી તરફ દર્દીઓને મેડિકલ ઓક્સિજન સાથેના બેડ મળવામાં પણ મુશ્કેલી અનુભવાઈ રહી છે. ખાનગી અને સરકારી હોસ્પિટલ્સની સ્થિતિ પણ ખુબ ગંભીર છે. જે દર્દીઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા જો તેઓને હોસ્પિટલમાં બેડ મળે તો પણ ઓક્સિજનની અપૂરતી વ્યવસ્થાના કારણે પણ ઘણા દર્દીઓ મૃત્યુ પામ્યા છે.

શ્રી સાંઈ વુમન એન્ડ ચિલ્ડ્રન વેલ્ફેર ટ્રસ્ટ દ્વારા ઘરે કોરોનાની સારવાર લેતા દર્દીઓને ઓક્સિજનના સિલિન્ડર પૂરા પાડવાની સેવા શરુ કરાઇ

આ પણ વાંચોઃખંભાતની BAPS સંસ્થા દ્વારા 14 જેટલા ઓક્સિજન મશીનોનું ખંભાતના દવાખાનાઓમાં નિ:શુલ્ક વિતરણ કરાયું

માત્ર ઓક્સિજનની અછત સર્જાતા લોકોએ પોતાના સ્વજનોને ગુમાવ્યા છે

માત્ર ઓક્સિજનની અછત સર્જાતા લોકોએ પોતાના સ્વજનોને ગુમાવ્યા છે. સમાજના આવા કિસ્સાઓને ધ્યાનમાં લઇ અમદાવાદના થલતેજ ખાતે આવેલી શ્રી સાંઈ ટ્રસ્ટ દ્વારા અનોખો સેવાયજ્ઞનો પ્રારંભ કરવામાં આવ્યો છે.

હાલ 70 જેટલા ઓક્સિજન સિલિન્ડરને સેવા કાર્યમાં પુરા પાડવામાં આવી રહ્યા છે

શહેરમાં ઘરે કોરોનાની સારવાર લેતા દર્દીઓને ઓક્સિજનની જરૂર પડતી હોય છે. માત્ર ઓક્સિજનની અછતથી કુટુંબો ન વિખરાય અને કોઈને પણ પોતાના સ્વજનને ન ગુમાવવું પડે તે માટે હાલ 70 જેટલા ઓક્સિજન સિલિન્ડરને સેવા કાર્યમાં પુરા પાડવામાં આવી રહ્યા છે. જેમાં 20 જમ્બો ઓક્સિજન સિલિન્ડર છે.

એક જમ્બો ઓક્સિજન સિલિન્ડરમાં 46લીટર જેટલો ઓક્સિજન ભરવામાં આવતો હોય છે

એક જમ્બો ઓક્સિજન સિલિન્ડરમાં 46લીટર જેટલો ઓક્સિજન ભરવામાં આવતો હોય છે અને 50 જેટલા નાના ઓક્સિજન સિલિન્ડર સેવાના ભાગે લોકો માટે કાર્યરત કર્યા છે. જેમાં 10.2 લીટર ઓક્સિજન ભરવામાં આવતો હોય છે. દર્દીઓને ઓક્સિજનની જરૂર હોવાથી તેમના પરિવારજનો અહીં ઓક્સિજન સિલિન્ડર લેવા આવે છે. ત્યારે પરિવારજનોને નિઃશુલ્ક સિલિન્ડર આપવામાં આવશે.

આ પણ વાંચોઃભુજ જી.કે. જનરલ હોસ્પિટલ ખાતે 17 ટન ઓક્સિજન જથ્થો આવ્યો

ઓક્સિજન સિલિન્ડરની સેવા માટે શ્રી સાંઈ ટ્રસ્ટનું એક ફોર્મ ભરવાનું રહેશે

કોરોનગ્રસ્ત દર્દીઓ માટે ઓક્સિજન સિલિન્ડર લેવા ડોક્ટરનો લેટર, દર્દીનું આધારકાર્ડ અને દર્દીનો કોરોના પોઝિટિવ રિપોર્ટ જરૂરી છે. ઓક્સિજન સિલિન્ડરની સેવા માટે શ્રી સાંઈ ટ્રસ્ટનું એક ફોર્મ ભરવાનું રહેશે. જેની સાથે ડિપોઝિટના ભાગરૂપે રૂપિયા 5,500 ભરવા પાત્ર રહેશે. જે ઓક્સિજન સિલિન્ડર જમા કરાવતા સંપૂર્ણ પરત કરવામાં આવશે.

ABOUT THE AUTHOR

...view details