ગુજરાત

gujarat

અમદાવાદ: 57 કલાકના કરફ્યૂ બાદ પણ 'હમ નહીં સુધરેંગે' જેવી ભદ્ર અને ત્રણ દરવાજા વિસ્તારની સ્થિતિ

By

Published : Nov 23, 2020, 8:56 PM IST

શહેરમાં વધતા જતાં કોરોનાના સંક્રમણને કાબૂમાં લેવા તકેદારીના ભાગરૂપે વહીવટી તંત્ર દ્વારા આપવામાં આવેલા 57 કલાકના કરફ્યૂનો સોમવારે સવારે અંત આવ્યો છે. આ સાથે જ શહેરના રસ્તાઓ પર પણ લોકોની ચહલ-પહલ જોવા મળી રહી છે. જો કે ભદ્ર- ત્રણ દરવાજા સહિતના ભીડભાડવાળા વિસ્તારોમાં પરિસ્થિતિ જૈસે થે જોવા મળી છે.

અમદાવાદ: 57 કલાકના કોરોના ગ્રહણ બાદ પણ હમ નહીં સુધરેંગે જેવી ભદ્ર-ત્રણ દરવાજા વિસ્તારની પરિસ્થિતિ જૈસે થે
અમદાવાદ: 57 કલાકના કોરોના ગ્રહણ બાદ પણ હમ નહીં સુધરેંગે જેવી ભદ્ર-ત્રણ દરવાજા વિસ્તારની પરિસ્થિતિ જૈસે થે

  • અમદાવાદમાં કરફ્યૂ પૂર્ણ થયા બાદનું રિયાલિટી ચેક
  • ભદ્ર-ત્રણ દરવાજા સહિતના વિસ્તારોમાં હમ નહીં સુધરેંગે જેવી સ્થિતિ
  • જમાલપુર શાકમાર્કેટમાં સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા

અમદાવાદ: દિવાળી બાદ વધી રહેલા કોરોનાના કેસને ધ્યાનમાં રાખી અમદાવાદ સહિત ગુજરાતના ચારેય મહાનગરોમાં રાત્રી કરફ્યૂનું એલાન કરી દેવામાં આવ્યું છે. બીજી તરફ અમદાવાદ શહેરમાં બે દિવસ દરમિયાન કરફ્યૂ લાદવામાં આવ્યો હતો ત્યારબાદ સોમવારે વહેલી સવારે પૂર્ણ થયો હતો. જે અંગે અમદાવાદ શહેરના ભીડભાડાવાળા વિસ્તારોનું ઇટીવી ભારતે રિયાલિટી ચેક કરવામાં આવતા હમ નહિ સુધરેંગે જેવી પરિસ્થિતિ જોવા મળી હતી. 57 કલાકના કોરોના ગ્રહણ બાદ પણ પરિસ્થિતિ જેવી હતી તેવી જ જોવા મળી રહી છે. તમામ વેપારીઓ સોશીયલ ડિસ્ટન્સ અને માસ્ક વગર તથા મોટી સંખ્યામાં ખરીદી કરવા આવેલા લોકો બજારોમાં જોવા મળી રહ્યા છે.

અમદાવાદમાં કરફ્યૂ પૂર્ણ થયા બાદનું રિયાલિટી ચેક
સ્થાનિક પોલીસ અધિકારીઓની નિષ્ક્રિય ભૂમિકાભદ્રથી લઈને ત્રણ દરવાજા વિસ્તારમાં સૌથી મોટી સંખ્યામાં પાથરણાવાળા વેપારીઓ જોવા મળતા હોય છે તે તમામ વેપારીઓમાં બેદરકારી જોવા મળી રહી છે તેમ છતાં સ્થાનિક પોલીસ તંત્રને પણ એટલી જ સક્રિય ભૂમિકા જોવા મળી રહી છે કારણ કે કોરોનાવાઇરસ દિવસે દિવસે વકરી રહ્યો છે તેવામાં કાયદાનું અને ગાઈડલાઈન્સનું ચુસ્તપણે પાલન કરવું તે પોલીસના હાથમાં રહેલું છે તેમ છતાં પોલીસ પણ આંખ આડા કાન કરી રહ્યું હોય તેવું સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે.

માસ્ક વગર જોવા મળે તો કડક કાર્યવાહી કરવાના આદેશ

અમદાવાદમાં કોરોનાના કેસમાં વધારો થતા 57 કલાકનો કરફ્યૂ લાદવામાં આવ્યો હતો. શહેરીજનોએ પણ કરફ્યૂમાં સાથ આપતા ઘરની બહાર નીકળ્યા નહતા અને ચુસ્ત પાલન કર્યુ હતું. જોકે, સોમવારથી હવે અમદાવાદ, રાજકોટ, વડોદરા અને સૂરતમાં રાત્રિ કરફ્યૂ યથાવત રહેશે. કોરોના મહારમારીના કેસમાં વધારો થતા રાજ્ય સરકાર દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. ચાર મહાનગરોમાં ઘરની બહાર જો તમે માસ્ક પહેર્યા વગર બહાર નીકળ્યા તો 1000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે.

ભીડ ભેગી ન કરવા CM રૂપાણીની સૂચના

મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ યુવાઓને અપીલ કરી છે કે સાંજથી રાત દરમિયાન રેસ્ટોરન્ટ, પાનના ગલ્લા, ચાની લારી વગેરે સ્થળો પર ટોળે વળીને ન ઉભા રહો અને બિન જરૂરી અવર જવર ન કરો. વિજય રૂપાણીએ વધુમાં કહ્યું હતું કે, કોવિડ હોસ્પિટલોમાં તમામ પ્રકારની તૈયારીઓથી સજ્જ છે માટે રાજ્યની પ્રજાને ડરવાની કોઇ જરૂર નથી. લોકોએ નિયમોનું પાલન કરવું જરૂરી છે.

ABOUT THE AUTHOR

...view details