ગુજરાત

gujarat

અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશનના કુલીઓને ટ્રસ્ટ દ્વારા રાશન કીટનું વિતરણ કરાયું

By

Published : Jul 2, 2020, 6:46 PM IST

કોરોના વાયરસના કારણે 22 માર્ચથી સમગ્ર દેશમાં લોકડાઉન આપવામાં આવ્યું હતું. પરિણામે લોકોના વેપારધંધા બંધ થઈ ગયાં હતાં. પરંતુ તેની સૌથી વધુ અસર મજૂર વર્ગને પડી છે. જે રોજ કમાણી કરીને ભોજન ભેગાં થતાં હોય છે. આવો જ એક મજૂર વર્ગ એટલે રેલવે સ્ટેશન ઉપર કામ કરતા કૂલીઓ.

અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશનના કુલીઓને ટ્રસ્ટ દ્વારા રાશન કીટનું વિતરણ કરાયું
અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશનના કુલીઓને ટ્રસ્ટ દ્વારા રાશન કીટનું વિતરણ કરાયું

અમદાવાદઃ લોકડાઉનમાં જ્યારથી પેસેન્જર સર્વિસ બંધ થઈ છે, ત્યારથી તેમના માટે આજીવિકાનું કોઇ સાધન ઉપલબ્ધ નથી.અનલોક-1 બાદ અનલોક-2ની પ્રક્રિયા શરૂ થઇ ચૂકી હોવા છતાં રેલવે દ્વારા કુલ 250ની આસપાસ જ ટ્રેનો શરૂ કરવામાં આવી છે. જ્યારે અમદાવાદ સ્ટેશન પરથી તો ફક્ત 10 જોડી ટ્રેન જ ઉપડે છે. ત્યારે સ્ટેશન પર કામ કરતાં કૂલીઓને રોજીરોટી મેળવવામાં મુશ્કેલી પડી રહી છે. આવા કપરા સમયે સેવાભાવી લોકો આ મજૂરોની સહાયે આવ્યાં છે.

અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશનના કુલીઓને ટ્રસ્ટ દ્વારા રાશન કીટનું વિતરણ કરાયું
નિતીન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા કાલુપુર રેલવે સ્ટેશન પર કામ કરતા કૂલીઓને સોશિયલ ડિસ્ટન્સ જાળવી રાખીને રાશન કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, નિતીન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા કોરોનાવાયરસની મહામારી દરમિયાન અનેક પ્રકારની સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવી છે.

જેમાં પોલીસ માટે ટેન્ટ બાંધવાની વાત હોય,સાબુ, માસ્ક કે સેનિટાઇઝર આપવાની વાત હોય કે પછી ગરીબોને રાશન કિટની સહાય પૂરી પાડવાની વાત હોય. નિતીન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા લોકડાઉનમાં સતત દાનની સરવાણી વહાવવામાં આવી છે.

અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશનના કુલીઓને ટ્રસ્ટ દ્વારા રાશન કીટનું વિતરણ કરાયું
એટલું જ નહીં પણ આ સંસ્થાના સેવાભાવી લોકોએ પ્રાણીઓ અને પક્ષીઓને પણ લોકડાઉન દરમિયાન ખોરાક અને પાણી મળી રહે તેવી વ્યવસ્થા કરી હતી.

ABOUT THE AUTHOR

...view details