ગુજરાત

gujarat

શહેરોમાં રખડતા ઢોરોને પાંજરાપોળોમાં બંધ કરો: સી.આર.પાટીલ

By

Published : Dec 12, 2021, 6:32 PM IST

ગુજરાતમાં રખડતા ઢોરોનો ત્રાસ (Torture of stray cattle in gujarat)છે. જેને લઈને રાહદારીઓ અને વાહન ચાલકો પર ખતરો મંડાયેલો રહે છે. આવી જ એક ઘટના અમદાવાદના સરખેજ વિસ્તારમાં બની છે. જ્યાં વરઘોડામાં એક આંખલો ઘૂસી આવ્યો હતો. વરઘોડામાં આંખલો ઘૂસતા અફરાતફરી મચી ગઇ હતી. વરઘોડામાં આંખલો ઘુસતા જાનૈયાઓને અડફેટમાં લીધા હતા. ઘટના અંગે ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે જણાવ્યું (C R Patil on Torture of stray cattle) હતું કે, આવા બનાવો જીવલેણ હોય છે. તેઓ આ બનાવ અંગે મુખ્ય પ્રધાન ભુપેન્દ્ર પટેલનું ધ્યાન દોરશે.

શહેરોમાં રખડતા ઢોરોને પાંજરાપોળોમાં બંધ કરો: સી.આર.પાટીલ
શહેરોમાં રખડતા ઢોરોને પાંજરાપોળોમાં બંધ કરો: સી.આર.પાટીલ

ગુજરાતમાં રખડતા ઢોરોનો ત્રાસ

અમદાવાદના સરખેજમા જાનમાં ઘુસ્યું રખડતું ઢોર

પાંચ-સાત વ્યક્તિઓ ઇજાગ્રસ્ત

અમદાવાદ: ગુજરાતમાં રખડતા ઢોરોનો ત્રાસ(Torture of stray cattle in gujarat)છે. જેને લઈને રાહદારીઓ અને વાહન ચાલકો પર ખતરો મંડાયેલો રહે છે. આવી જ એક ઘટના અમદાવાદના સરખેજ વિસ્તારમાં બની છે. જ્યાં વરઘોડામાં એક આંખલો ઘૂસી આવ્યો હતો. વરઘોડામાં આંખલો ઘૂસતા અફરાતફરી મચી ગઇ હતી. વરઘોડામાં આંખલો ઘુસતા જાનૈયાઓને અડફેટમાં લીધા હતા. અડફેટમાં લેતા પાંચ-સાત લોકોને સામાન્ય ઇજા થઇ હતી.

શહેરોમાં રખડતા ઢોરોને પાંજરાપોળોમાં બંધ કરો: સી.આર.પાટીલ

સી.આર.પાટીલનું નિવેદન

આ ઘટના અંગે ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે જણાવ્યું (C R Patil on Torture of stray cattle) હતું કે, આવા બનાવો જીવલેણ હોય છે. તેઓ આ બનાવ અંગે મુખ્ય પ્રધાન ભુપેન્દ્ર પટેલનું ધ્યાન દોરશે. શહેરમાં રખડતા ઢોરને પાંજરાપોળમાં પુરવા (put stray cattle in Panjarapol) જણાવશે. આ સાથે તેમણે એમ પણ જણાવ્યું હતું કે, ગામડાઓમાં પણ રોજડા અને ખૂંટીયાનો ત્રાસ હોય છે. એક વૃદ્ધાનું ખૂંટિયાએ શીંગડા મારતા મૃત્યુ નીપજયું હતું. શહેરોમાં ફેન્સીંગ કરીને એનજીઓની મદદથી ઢોરોને પુરવામાં આવશે.

આ પણ વાંચો:ડીસામાં રખડતા ઢોરની સમસ્યા યથાવત

આ પણ વાંચો:સ્માર્ટ સિટી અમદાવાદ રખડતા ઢોર પર નિયંત્રણ મેળવવામાં શૂન્ય

ABOUT THE AUTHOR

...view details