ગુજરાત

gujarat

દિવાળીમાં ફાયર વિભાગને આગ લાગવાના 78 કોલ્સમાંથી 59 કચરામાં આગ લાગવાના કોલ

By

Published : Nov 5, 2021, 7:55 PM IST

દિવાળીમાં ફાયર વિભાગને આગ લાગવાના 78 કોલ્સમાંથી 59 કચરામાં આગ લાગવાના કોલ
દિવાળીમાં ફાયર વિભાગને આગ લાગવાના 78 કોલ્સમાંથી 59 કચરામાં આગ લાગવાના કોલ

અમદાવાદમાં દિવાળીના તહેવારમાં ફટાકડાના કારણે દર વર્ષે આગ લાગવાના બનાવો બનતા હોય છે. આ વર્ષે પણ દિવાળીના દિવસે શહેરમાં આગ લાગવાની ઘટનાઓ સામે આવી હતી. જેમાં 24 કલાકમાં જ ફાયર વિભાગની ટીમને 78 ઈમરજન્સી કોલ આવ્યા હતા. જેમાં 3 મેજર ફાયરના કોલ (ahmedabad fire call in diwali ) આવ્યા હતા.

  • અમદાવાદમાં દિવાળીના દિવસે 78 બનાવ
  • રાત્રે 10થી સવારના 6 સુધીમાં ફાયરના 56 કોલ મળ્યા
  • આ વર્ષે 40થી 50 ટકા કોલમાં વધારો

અમદાવાદ:ફાયર વિભાગના ઓફિસર રાજેશ ભટ્ટે જણાવ્યું કે દિવાળીના દિવસે અમદાવાદ શહેરમાં (ahmedabad fire call in diwali ) કુલ 78 જેટલી આગ લાગવાની ઘટનાઓ બની હતી. ફાયર વિભાગની ટીમને સવારે 6થી રાતના 10 વાગ્યા સુધીમાં 22 કોલ મળ્યા હતા. જોકે રાત્રે 10 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધીમાં વધુ 56 કોલ મળીને 24 કલાકમાં જ 78 સ્થળોએ આગ લાગવાના બનાવો બન્યા હતા.

59 સ્થળોએ કચરામાં આગ લાગવાના કોલ

​​​​​​જ્યારે આ આગના બનાવોમાં 16 સ્થળોએ મકાનમાં આગ લાગી હતી. 59 સ્થળોએ કચરામાં આગ લાગવાના કોલ ફાયર વિભાગની ટીમને મળ્યા હતા. આ સાથે જ મેજર આગ લાગવાના બનાવ બન્યા હોય તેવા 3 કોલ આવ્યા હતા. મોટેરા દબાણ ગોડાઉન ખાતે આગ લાગતા ફાયરની 8 ગાડીઓ, ઓઢવમાં જય કેમિકલ ખાતે 4 ગાડીઓ તથા પ્રેમ દરવાજામાં પ્લાસ્ટિક ગોડાઉનમાં આગ લાગતા 8 ગાડીઓ પહોંચી હતી. ત્યારે હાલમાં આ વખતની દિવાળીમાં 40થી 50 ટકા કોલનો વધારો થયો છે.

આ પણ વાંચો:સુરતમાં અચાનક જ હવામાં પોલ્યુશનના સ્તરમાં વધારો

આ પણ વાંચો:રાજકોટમાં દિવાળીના દિવસે આગના નોંધનીય બનાવ, કોઈ જાનહાનિ નહિ

ABOUT THE AUTHOR

...view details